• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઐશના 21 Gorgeous Looks અને જાણો 21 Unkonwn Facts

|

મુંબઈ, 14 ઑગસ્ટ : ઐશ્વર્યા રાય સમગ્ર વિશ્વમાં પોતાના સૌંદર્ય અને કૌશલ્ય વડે લોકોને મંત્રમુગ્ધ કરી દે છે. ઐશને દેવી જેવા લુકનો વરદાન છે અને તેમનો સૌંદર્ય તો જાણે સ્વર્ગ સમાન છે.

ઐશ્વર્યા રાય બૉલીવુડથી લઈ હૉલીવુડ ફિલ્મોમાં કામ કરી ચુક્યાં છે કે જેના પગલે તેમને કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે દર વર્ષે આમંત્રવામાં આવે છે. ઐશનું બૉલીવુડ કૅરિયર પ્રતિષ્ઠિત રહ્યું છે અને લગ્ન બાદ પણ તેમના કૅરિયરને કોઈ આંચ નથી આવી. એટલુ જ નહીં એક દીકરીના જન્મ પછી પણ લોકો ઐશને લઈ ફિલ્મ બનાવવા માંગે છે.

ફિલ્મ નિર્માતાઓ અને દર્શકોની ભારે માંને પગલે જ ઐશ્વર્યા રાયે બૉલીવુડ કમબૅક કરવાનો નિર્ણય કર્યો. તેમણે દિગ્દર્શક સંજય ગુપ્તાની ફિલ્મ જઝ્બા સાઇન કરી છે કે જેમાં ઐશ્વર્યા રાય એક્શન રોલમાં નજરે પડવાના છે. ફિલ્મમાં તેના હીરો હશે જ્હૉન અબ્રાહમ કે જેઓ ડૅશિંગ અભિનેતા ગણાય છે.

દરમિયાન એક ઈરાની દિગ્દર્શક પણ ઐશને પોતાની ફિલ્મમાં લેવા માંગે છે કે જેનું નામ છે હેલો બૉમ્બે. કુર્બાન મોહમ્મદપુર નામના આ દિગ્દર્શકે ફિલ્મમાં ઐશને એપ્રૉચ કરતા પહેલા એક કૉસ્ચ્યુમ ડિઝાઇનરને હાયર કર્યા છે. ફિલ્મના મોટાભાગના દૃશ્યો ભારત, ઈરાન અને ફ્રાંસમાં શૂટ કરાશે.

ચાલો હાલ તો આપને બતાવીએ ઐશ્વર્યા રાયના 21 Gorgeous Look (ભવ્ય આભા) :

Look 1

Look 1

ઐશનો જન્મ 1લી નવેમ્બર, 1973ના રોજ કર્ણાટક ખાતેના મૅંગલોરમાં થયો હતો.

Look 2

Look 2

ઐશ્વર્યા રાય ભગવાન અને પોતાના મિત્રોમાં ભારે શ્રદ્ધા ધરાવે છે.

Look 3

Look 3

ઐશ પોતાના ઘરે ગણપતિ બાપ્પાની પ્રાર્થનામાં હાજર રહે છે.

Look 4

Look 4

ઐશનો ઉદ્દેશ આર્કિટેક્ટ બનવાનો હતો.

Look 5

Look 5

ઐશે પાર્ટટાઇમ જૉબ તરીકે મૉડેલિંગ કર્યુ હતું અને તેઓ કૉમર્સિયલ જાહેરખબરોમાં પણ દેખાયા હતાં.

Look 6

Look 6

ઐશની એક જાણીતી સૉફ્ટ ડ્રિંક એડે અનેક દિગ્દર્શકોને આકર્ષ્યા અને તેમણે ઐશને ફિલ્મો ઑફર કરી, પણ તેઓ તો આર્કિટેક્ટ બનવા માંગતા હતાં અને એટલે જ તમામ ઑફર્સ રિજેક્ટ કરી નાંખી હતી.

Look 7

Look 7

ઐશની ડેબ્યુ મૂવી તામિળ ફિલ્મ ઇરુવર હતી કે જેના દિગ્દર્શક મણિરત્નમ હતાં.

Look 8

Look 8

પોતાની પહેલી જ ફિલ્મમાં ઐશે મોહનલાલ અને તબ્બુ સાથે ડબલ રોલ કર્યો હતો.

Look 9

Look 9

ઔર પ્યાર હો ગયા ઐશ્વર્યા રાયની પ્રથમ બૉલીવુડ ફિલ્મ હતી.

Look 10

Look 10

જીન્સ ઐશની ત્રીજી ફિલ્મ હતી. શંકર દિગ્દર્શિત જીન્સ ફિલ્મે તેમને સારી અભિનેત્રી તરીકે ઓળખ અપાવી.

Look 11

Look 11

ઐશ્વર્યા રાયની બીજી તામિળ ફિલ્મ હતી Kandukondain Kandukondain કે જેના દિગ્દર્શક રાજીવ મેનન હતાં. ફિલ્મમાં મમૂટી હીરો હતાં.

Look 12

Look 12

1999માં આવેલી હમ દિલ દે ચુકે સનમ ઐશની પ્રથમ સુપરહિટ બૉલીવુડ ફિલ્મ હતી કે જેમાં સલમાન ખાન હીરો હતાં. ફિલ્મમાં અજય દેવગણ પણ હતાં.

Look 13

Look 13

હમ દિલ દે ચુકે સનમ અને દેવદાસ ફિલ્મો બદલ ઐશે બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફૅર ઍવૉર્ડ મેળવ્યો હતો.

Look 14

Look 14

મિસ વર્લ્ડ ટાઇટલ જીત્યાના દાયકા બાદ ઐશે ગુરિંદર ચડ્ઢાની Bride & Prejudice ફિલ્મ સાથે હૉલીવુડ ડેબ્યુ કર્યુ હતું.

Look 15

Look 15

2005માં ઐશ્વર્યા રાયે પૉલ માયેડા બર્જસની ફિલ્મ ધ મિસ્ટ્રેસ ઑફ સ્પાઇસેસમાં પણ કામ કર્યુ હતું.

Look 16

Look 16

બે વર્ષ બાદ ઐશે બે હૉલીવુડ ફિલ્મો ધ લાસ્ટ લીજિયન તથા કિરણજીત અહુવાલિયા દિગ્દર્શિત પ્રોવોક્ડમાં કામ કર્યુ હતું. ધ લાસ્ટ લીજિયનમાં ઐશે માર્શલ આર્ટ એક્સપર્ટ મીરાનો રોલ કર્યો હતો.

Look 17

Look 17

2009માં ઐશ્વર્યાએ ડિટેક્ટિવ કૉમેડી ફિલ્મ પિંક પૅંથર 2માં કામ કર્યુ હતું. હૅરાલ્ડ ઝ્વૅર્ટ દિગ્દર્શિત આ ફિલ્મમાં હીરો સ્ટીવ માર્ટિન હતાં.

Look 18

Look 18

ઐશના રાખડી ભાઈ સોનૂ સૂદ છે. ઐશે હાલ પણ સોનૂ સાથેનો આ સંબંધ જાળવી રાખ્યો છે.

Look 19

Look 19

ઐશ્વર્યા રાય યુનાઇટેડ નેશન્સના એચઆઈવી/એડ્સ (યનેડ્સ) પ્રોગ્રામના સદ્ભાવના એમ્બેસેડર છે.

Look 20

Look 20

સલમાન ખાન સાથેના સંબંધોમાં હોબાળો થયા બાદ ઐશ્વર્યા રાયે 2009માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યાં. તેઓ એક દીકરીના માતા છે.

Look 21

Look 21

પાંચ વર્ષના બ્રેક બાદ ઐશ્વર્યા રાયે સંજય ગુપ્તાની જઝ્બા ફિલ્મ સાઇન કરી છે. આ એક્શન થ્રિલર ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરી, 2015માં શરૂ થશે.

વાંચો ઐશના ચોંકાવનારા ખુલાસા

વાંચો ઐશના ચોંકાવનારા ખુલાસા

Shocking : ઐશ્વર્યા રાયે કરેલા 16 ચોંકાવનારા ખુલાસા!

English summary
Aishwarya Rai Bachchan is one of the most beautiful woman in the world and here are her 21 gorgeous looks of the actress which will mesmerize you.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more