For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'બ્રહ્માસ્ત્ર'ની કમાણી 100 કરોડને પાર, બોયકોટ ગેંગની ન થઈ અસર

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'એ શુક્રવારે બોક્સ ઓફિસ પર જોરદાર ઓપનિંગ કરી છે.

|
Google Oneindia Gujarati News

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'એ શુક્રવારે બોક્સ ઓફિસ પર જોરદાર ઓપનિંગ કરી છે. જોકે આ ફિલ્મનો રિલીઝ પહેલા ખૂબ જ મોટાપાયે બહિષ્કાર કરવામાં આવ્યો હતો, પરંતુ આ ફિલ્મ વિરોધના વંટોળને ફગાવીને તગડી કમાણી કરી રહી છે.

410 કરોડના બજેટવાળી આ ફિલ્મ બોલીવુડમાં બનેલી અત્યાર સુધીની સૌથી મોંઘી બજેટ ફિલ્મ કહેવાય છે. 'બ્રહ્માસ્ત્ર'ના કલેક્શનના આંકડા જોઈને કહી શકાય કે, અયાન મુખર્જીની 10 વર્ષની મહેનત રંગ લાવી રહી છે.

ફિલ્મે પહેલા દિવસે 36 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું

ફિલ્મે પહેલા દિવસે 36 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું

અયાન મુખર્જીની સાય-ફાઇ ફિલ્મે પહેલા દિવસે 36 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. બીજા દિવસે પણ ફિલ્મના કલેક્શનમાં જોરદાર વધારોથયો છે.

બીજા દિવસે આ ફિલ્મે સમગ્ર દેશમાં લગભગ 41.50 કરોડની કમાણી કરી લીધી છે. બે દિવસમાં ફિલ્મે તમામ ભાષાઓમાં કુલ 77કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. બીજા દિવસે ફિલ્મની કમાણીમાં 20 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે, જે બ્રહ્માસ્ત્ર માટે સકારાત્મક સંકેતછે.

અત્યાર સુધીમાં રૂપિયા 100 કરોડનો આંકડો પાર

અત્યાર સુધીમાં રૂપિયા 100 કરોડનો આંકડો પાર

વિશ્વભરમાં 8,913 સ્ક્રીન્સ પર રિલીઝ થનારી 'બ્રહ્માસ્ત્ર'ના ગ્રોસ વર્લ્ડ વાઇડ કલેક્શનની વાત કરીએ તો, આ ફિલ્મે પહેલા દિવસના 75કરોડના વર્લ્ડવાઈડ કલેક્શન અને બીજા દિવસના ડોમેસ્ટિક કલેક્શન 41.50 ને જોડીને અત્યાર સુધીમાં રૂપિયા 100 કરોડનો આંકડો પાર કરીલીધો છે. પૂર્ણ પ્રથમ દિવસે બ્રહ્માસ્ત્રે વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર 75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

ફિલ્મમાં શાહરૂખ ખાનનો પણ કેમિયો રોલ

ફિલ્મમાં શાહરૂખ ખાનનો પણ કેમિયો રોલ

જ્યારથી આલિયા અને રણબીરની ફિલ્મ રિલીઝ થઈ છે, ત્યારથી બંને પોતાના ફેન્સ અને દર્શકોને તેને જોવા માટે વિનંતી કરી રહ્યા છે. આવા સમયે, આલિયા ભટ્ટ ગર્ભાવસ્થા દરમિયાન પણ ફિલ્મના પ્રમોશનમાં કોઈ કસર છોડી રહી નથી.

બ્રહ્માસ્ત્રમાં રણબીર કપૂર ઉપરાંત આલિયા ભટ્ટ, નાગાર્જુન, અમિતાભ બચ્ચન અને મૌની રોય મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાનનો પણ કેમિયો રોલ છે.

English summary
'Brahmastra' grosses over 100 crores, boycott gang not affected
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X