
ગંભીર બીમારીને કારણે ઉતરનની તપસ્યા 'રશ્મિ દેસાઈ' આવી દેખાવા લાગી, ચોંકી જશો
ઉતરનની તપસ્યા તમને યાદ જ હશે. અમે વાત કરી રહ્યા છીએ રશ્મિ દેસાઈની. જે હાલ ટીવીથી દૂર છે. પાછલા વર્ષે તે ટીવી શો દિલ સે દિલ તકમાં જોવા મળી. જે બાદ તેણે ટીવી શો કહાં હમ કહાં તુમના લૉન્ચ ઈવેન્ટ પર જોવામા આવી. હાલ તે ટીવીથી દૂર છે. જેનું કારણ તેની ખરબ તબિયત છે. ગત દિવસોમાં તે પોતાના વધતા વજનને કારણે ચર્ચામાં રહી. ફરી એકવાર તેની આ તસવીર સામે આવી છે. જ્યાં તેની તબીયતને સુધારતી જોવામાં આવી શકે છે. આમ તો બીમારીને પગલે રશ્િ માત્ર મી ટાઈમમાં બિજી છે. તેનું ફોકસ ખુદની તબિયત ઠીક કરવા પર છે.

કહ્યં હતુ કે...
રશ્મિએ પોતાની કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે. વીડિયોમાં રશ્મિનું વજન ભારે વધ્યું છે. જણાવી દઈએ કે રશ્મિએ એક ઈન્ટર્વ્યૂમાં જણાવ્યું કે તે સ્કિન સંબંધી બીમારીથી પરેશાન છે. જેના આ વીડિયોને જોયા બાદ ફરી એકવાર તે પોતાની બીમારીને લઈ ચર્ચામાં આવી છે. નીચે જુઓ વીડયો.

વજન વધી ગયું
રશ્મિએ એક ઈન્ટર્વ્યૂમાં જણાવ્યું કે તે સ્કીન સંબંધી બીમારીથી પરેશાન છે. જેને કારણે તેનો વજન વધી ગયો છે.

પાછલા કેટલાક મહિનાથી બીમારી
રશ્મિને આ બીમારીએ ભારે પરેશાન કરી દીધી છે. તેને બીમારીને કારણે ઘરેથી બહાર નીકળવાની પણ મનાઈ છે. રશ્મિએ આ વિશે કહ્યું કે પાછલા કેટલાક મહિનાથી હું બીમારીથી પરેશાન છું.

મને સોરાયસિસનું માલુમ પડ્યું
ડિસેમ્બરથી મને સોરાયસિસ હોવાનું માલુમ પડ્યું. આ બીમારી ઠીક થવામાં ઘણો સમય લાગે છે. કેટલીય વાર તે સંપૂર્ણ રીતે ઠીક નથી થતી.

ટેંશનને કારણે વધે છે
તેમણે આગળ કહ્યું કે પાછલા ચાર મહિનામાં સ્ટેરૉઈડ ટ્રીટમેન્ટ પર હતી, જેના કારણે મારું વજન વધી ગયું. તેણે કહ્યું કે આ બીમારી ટેન્શનના કારણે વધે છે.

તડકામાં ન નીકળવું
રશ્મિએ એમ પણ જણાવ્યું કે આ બીમારીને કારણે તેને ડૉક્ટર્સે તડકામાં ન નીકળવાની સલાહ આપી છે.

કેટલીયવાર ટ્રોલ
જણાવી દઈએ કે વધતા વજનને કારણે રશ્મિએ કેટલીયવાર ટ્રોલ પણ થવું પડ્યું છે. પરંતુ તે હવે આ બધા પર ધ્યાન નથી આપતી.
ટીવી પર પહેલીવાર બિકિની પહેરશે રામાયણની 'સીતા' દેબિના, પતિએ કહ્યું ઘરે આવી જા

હું જવાબ આપવા નથી માંગતી
રશ્મિએ આગળ કહ્યું કે આવા લોકોને હું જવાબ આપવા માંગતી નથી જે મારા વજન પર કોમેન્ટ કરે છે. વજન ઘટાડવો આસાન નથી. હું મહેનત કરી રહી છું. હાલ હું સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારની સમજૂતી કરવા નથી માંગતી.