Entertainment News : તમન્ના ભાટિયાને પ્રોડ્યુસરે કહ્યું- તું ચાલે છે ત્યારે...
Entertainment News : સાઉથ સિનામાની સુંદર અભિનેત્રી તમન્ના ભાટિયા હવે બોલીવુડમાં પણ જાણીતી બની ગઇ છે. તેની ફેન ફોલોઇંગ સતત વધી રહી છે. તાજેતરમાં રિલીઝ થયેલી વેબ સિરિઝ લસ્ટ સ્ટોરીઝ 2ને કારણે તમન્ના ભાટિયા ચર્ચામાં છે.
લસ્ટ સ્ટોરીઝ 2 29 જૂનના રોજ રિલીઝ થઈ હતી. અભિનેત્રીએ સિરીઝમાં ઘણા બોલ્ડ સીન્સ કર્યા છે. હવે તમન્ના ભાટિયાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાની કારકિર્દીના શરૂઆતના દિવસોને યાદ કર્યા હતા.

તમન્ના ભાટિયાએ ઈન્ડસ્ટ્રીમાં 18 વર્ષ પૂરા કર્યા છે. આવા સમયે અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
તમન્ના ભાટિયાએ જણાવ્યું હતું કે, જ્યારે તે પહેલીવાર ઈન્ડસ્ટ્રીમાં આવી હતી, ત્યારે એક ફિલ્મ પ્રોડ્યુસરે જણાવ્યું હતું કે, તમે ચાલતા હોવ, છોકરા ચાલતા હોય, ડાન્સ કરો કે ગુસ્સો કરો છો, ત્યારે હંમેશા છોકરા જેવું વર્તન કરો છો.
તમન્ના ભાટિયાએ આગળ વાત કરતા કહ્યું કે, મને કહેવામાં આવ્યું હતું કે, મારે છોકરીઓની જેમ ચાલવું જોઇએ, છોકરાઓની જેમ ચાલવું ન જોઇએ. મજાની વાત એ છે કે, તે સમયે મને જે રોલ મળ્યો હતો, તેના માટે મારે છોકરીની જેમ ચાલવાની ટ્રેનિંગ લેવી પડી હતી. આ તાલીમ મને ફિલ્મના નિર્માતાએ આપી હતી.
તમન્ના ભાટિયાએ જણાવ્યું હતું કે, આ બધી બાબતોને કારણે ઘણી મુશ્કેલી પડી હતી. તે ખૂબ જ થાકી જતી, પરંતુ અભિનેત્રી તરીકે દેખાવા માંગતી હતી, આવી સ્થિતિમાં તેણે પોતાને સાબિત કરી બતાવી. આ સિવાય અભિનેત્રીએ એવો પણ ખુલાસો કર્યો હતો કે. તે સ્કૂલમાં ગુંડી હતી. તે સમોસા માટે લડતી હતી.
ઉલ્લેખનીય છે કે, તમન્ના ભાટિયા આ દિવસોમાં લસ્ટ સ્ટોરીઝ 2ને લઈને ઘણી ચર્ચામાં છે. અભિનેત્રીએ સિરીઝમાં ઘણા બોલ્ડ સીન્સ કર્યા હતા. આ માટે તેણે તેની અભિનય કારકિર્દીમાં પ્રથમ વખતનો કિસિંગનો નિયમ તોડ્યો છે. સિરીઝમાં 4 અલગ-અલગ લવ સ્ટોરી છે, વિજય વર્મા, કાજોલ, અંગદ બેદી, મૃણાલ ઠાકુર, નીના ગુપ્તા, અનુષ્કા કૌશિક મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.












Click it and Unblock the Notifications
