આ બિમારીના કારણે મેન્ટલ ટ્રોમાથી પસાર થયો હતો હ્રિતિક રોશન
હ્રિતિક રોશન ઘણી સ્વાસ્થ્ય સમસ્યાથી ઘેરાયેલો હતો. તે બિમારીઓને કારણે મેન્ટલ ટ્રોમાથી પસાર થયો હતો. એક સમય હતો જ્યારે તે માત્ર રડતો રહેતો હતો, અન્યા બાળકો તેનો મજાક ઉડાવતા રહેતા હતા. આ સમય દરમિયાન તેમનો કોઇ મિત્ર પણ ન હત
આજે બોલીવુડ એક્ટર હ્રિતિક રોશનને કોઇ ઓળખાણની જરૂર નથી. તેણે પોતાની એક્ટિંગ અને ડાન્સથી કરોડો દિલોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આજે રોશનની ગણતરી ફીટ અને હેન્ડસમ લોકોમાં થાય છે.
આ સાથે તેના કોન્ફિડેન્ટ એટીટ્યુડ માટે લોકો તેની ચર્ચા કરે છે, પરંતું એક સમય એવો હતો કે, હ્રિતિક રોશન ઘણી સ્વાસ્થ્ય સમસ્યાથી ઘેરાયેલો હતો. તે બિમારીઓને કારણે મેન્ટલ ટ્રોમાથી પસાર થયો હતો. એક સમય હતો જ્યારે તે માત્ર રડતો રહેતો હતો, અન્યા બાળકો તેનો મજાક ઉડાવતા રહેતા હતા. આ સમય દરમિયાન તેમનો કોઇ મિત્ર પણ ન હતો.

મુશ્કેલ હતું હ્રિતિક રોશનનું બાળપણ
બોલીવુડના ગ્રીક ગોડ કહેવાતા હ્રિતિક રોશને હાલમાં જ પોતાના વિશે ઘણા ખુલાસા કર્યા છે. હૃતિક રોશને એક મીડિયા પ્લેટફોર્મ સાથે વાતકરતા જણાવ્યું હતું કે, તેને બાળપણમાં પોતાના પર વિશ્વાસ ન હતો. તે ઘણી માનસિક અને શારીરિક સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યો હતો.
પોતાના આઘાતથી ભરેલા બાળપણ વિશે વાત કરતા હ્રિતિક રોશને જણાવ્યું હતું કે, તે બાળપણમાં ઘણી સમસ્યાઓથી ઘેરાયેલો હતો.

ડૉક્ટરોએ હ્રિતિક રોશનને એક્ટર બનવાની ના પાડી
પોતાના દર્દને શેર કરતા હૃતિકે જણાવ્યું હતું કે, તે બાળપણમાં તોતડાતો હતો, જેના કારણે બાળકો તેને સ્કૂલમાં ચીડવતા હતા, તેના કોઈ મિત્રો ન હતા, તો ગર્લફ્રેન્ડની વાત તો ઘણી દૂર છે.
હ્રિતિક રોશને જણાવે છે કે, તે ઘરે આવ્યા બાદ વારંવાર રડતો હતો. તે તેના જીવનના સૌથી મુશ્કેલ દિવસો હતા. આ સાથે કરોડરજ્જુની સમસ્યાને કારણે ડૉક્ટરોએ હ્રિતિક રોશનને એક્ટર બનવાની ના પાડી દીધી અને એ પણ કહ્યું કે, તે ક્યારેય ડાન્સ નહીં કરી શકે.

આવા મુશ્કેલ દિવસોમાંથી છૂટકારો મેળવ્યો
મુશ્કેલ દિવસોને યાદ કરતા હૃતિક રોશને જણાવ્યું હતું કે, તે ઘણા મહિનાઓ સુધી આવો જ રહ્યો, પરંતુ પછી એક દિવસ તે નકામી વિચારસરણીમાંથી બહાર આવ્યો અને દિવસો પસાર થતા વધુ મજબૂત બન્યો.
હ્રિતિક રોશને કહ્યું, તેને એક્ટર બનવું હતું, તેથી તેણે તેના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર ઘણું કામ કર્યું હતું. હવે હ્રિતિક રોશન સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ફાઈટરમાં જોવા મળશે.












Click it and Unblock the Notifications
