Natasha Hardik Divorce : ડિવોર્સની અફવા વચ્ચે નતાશાએ શેર કરી પોસ્ટ, હાર્દિક પંડ્યાના ફેન્સના ઉડ્યા હોશ
Natasha Hardik Divorce : ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની પત્ની અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું, ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે, જેણે બંને વચ્ચે છૂટાછેડાની અફવાઓને જન્મ આપ્યો છે. આ વિવાદ વચ્ચે નતાશાએ હવે તેની ક્રિપ્ટિક ઇન્સ્ટા પોસ્ટથી ફેન્સને ફરીથી વિચારવા માટે મજબૂર કરી દીધા છે.
નતાશાએ શેર કરી ચોંકાવનારી પોસ્ટ - ક્રિકેટરની પત્નીએ તેમના કથિત છૂટાછેડાની અફવાઓ વચ્ચે ફરી એકવાર તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ચોંકાવનારી રહસ્યમય પોસ્ટ શેર કરી છે. નતાશાએ ગુરુવારના રોજ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રખ્યાત હોલીવુડ અભિનેતા ડેન્ઝેલ વોશિંગ્ટનનું એક ક્વોટ શેર કર્યું હતું.
નતાશાએ પોતાની ઈન્સ્ટા પોસ્ટમાં લખ્યું આવું - નતાશાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરેલા ક્વોટમાં લખ્યું છે, જ્યારે ઘણી વસ્તુઓ ટ્રેન્ડમાં આવી રહી છે, ત્યારે હું નૈતિકતા, સન્માન અને બુદ્ધિમત્તાના ટ્રેન્ડમાં પાછા આવવાની રાહ જોઈ શકતી નથી.

નતાશાએ બુધવારના રોજ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પુત્ર અગસ્ત્ય પંડ્યા સાથેની કેટલીક ખુશની પળો શેર કરી હતી. અભિનેત્રીએ તેના પુત્ર સાથે વિતાવેલી પળોની ઘણી તસવીરો અને વીડિયો શેર કર્યા છે.
પ્રથમ તસવીરમાં અગસ્ત્ય તેની માતા સાથે નિદ્રા લઈ રહ્યો છે. બીજી તસવીરમાં નતાશા લિફ્ટમાં મિરર સેલ્ફી લેતી જોવા મળે છે. તેણે તેના પુત્રનો પુશ-અપ્સ કરતો વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જ્યારે અન્ય વીડિયોમાં તે જીમમાં ડાન્સ વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે. પોસ્ટ શેર કરતા નતાશાએ લખ્યું, કેટલીક ખુશીની ક્ષણો.
છૂટાછેડા પર કોઈ સત્તાવાર નિવેદન નહીં - પૂર્વ બિગ બોસ સ્પર્ધક અને ડાન્સર નતાશા સ્ટેનકોવિકે 31 મે, 2020 ના રોજ ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીએ ફેબ્રુઆરી 2023 માં હિન્દુ અને ખ્રિસ્તી ધાર્મિક વિધિઓ અનુસાર ફરીથી તેમના લગ્ન યોજ્યા હતા. નતાશાએ ઈન્સ્ટાગ્રામ પર તેના નામમાંથી પંડ્યા હટાવ્યા બાદ છૂટાછેડાની અફવાઓએ જોર પકડ્યું છે.
નતાસા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા વચ્ચે છૂટાછેડાની અફવાઓ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. આ દંપતીએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. ગયા અઠવાડિયે, નતાશાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક સેલ્ફી પોસ્ટ કરી હતી, જેમાં તે બ્લેક ટીના કપનો આનંદ માણતી જોવા મળે છે.












Click it and Unblock the Notifications
