• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કંગનાએ છોડી હતી સાંડ કી આંખ, નીના ગુપ્તાએ તાપસીને ટોન્ટ માર્યો

|
Google Oneindia Gujarati News

અનુરાગ કશ્યપના માર્ગદર્શનમાં બનેલી તાપસી પન્નૂ અને ભૂમિ પેડણેકર સ્ટારર સાંડ કી આંખનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે. આ ટ્રેલરને મિક્સ રિસ્પોન્સ મળી રહ્યો છે. પરંતુ સાથે જ ટ્વિટર પર એક નવો વિવાદ શરૂ થયો છે. આ વિવાદ એ છે કે શું 60 વર્ષની દાદીના રોલ પણ 60 વર્ષના એક્ટર્સ ન કરી શકે? આ સવાલ ઉઠતા જ સીનિયર એક્ટર નીના ગુપ્તાએ પણ તેને વ્યાજબી ગણાવ્યો છે અને તેમના અવાજને ઉઠાવતા કંગના રનૌતની બહેન રંગોલીએ કેટલાક નવા ખુલાસા કર્યા છે અને બોલીવુડ પર ફરી એકવાર પક્ષપાતનો આરોપ લગાવ્યો છે.

કાશ કંઈક આવું હોત

કાશ કંઈક આવું હોત

આ આખો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે @10Bollywood નામના ટ્વિટર હેન્ડલે ટ્વિટ કરીને લખ્યું કે મને સાંડ કી આંખ ટ્રેલરમાં તાપસી પન્નૂ અને ભૂમિ પેડનેકરનું નામ ખૂબ જ ગમ્યું પરંતુ મને વધુ સારુ લાગત જો આ રોલ નીના ગુપ્તા, શબાના આઝમી કે પછી જયા બચ્ચન જેવા આ જ ઉંમરના સ્ટાર્સ કરતા.

કંઈક તો છોડી દો

કંઈક તો છોડી દો

ગત વર્ષે બધાઈ હોમાં આધેડ ઉંમરની પ્રેગ્નેન્ટ મહિલાનું પાત્ર ભજવીને લોકોના દિલ જીતી ચૂકેલી નીના ગુપ્તાએ આ ટ્વિટના જવાબમાં કહ્યું કે હું પણ આ જ વિચારતી હતી. અમારી ઉંમરના રોલ તો કમ સે કમ અમારી પાસે કરાવી લો ભાઈ.

ફક્ત અપમાન છે

ફક્ત અપમાન છે

તો @snikhil445 નામના ટ્વિટર હેન્ડલે આ ચર્ચાના પક્ષમાં પોતાનો મત દર્શાવતા ટ્વિટ કર્યું કે હકીકતમાં તો સાંડ કી આંખ શૂટર દાદી માટે મોટું અપમાન છે. એક તરફ રિયલ લાઈફમાં તે 60 વર્ષની મહિલા છે, જેમણે ઉંમર અંગેની તમામ માન્યતા અને સવાલોને તોડતા જિંદગીમાં આ સ્થાન મેળવ્યું છે, અને એવી મહિલાઓના રોલ મોડેલ બન્યા છે, જે એક ઉંમર બાદ હિંમત હારી જાય છે. દુખની વાત એ છે કે તેમની વાત જ તેમની ઉંમરની મહિલાઓ નથી કહી રહી.

ખૂબ જ દુઃખદ છે

ખૂબ જ દુઃખદ છે

તો આ વાતનો જવાબ આપતા રંગોલીએ લખ્યું,'આ ખૂબ જ દુઃખદ છે કે પહેલા મીડિયાએ બોલીવુડનો પર્દાફાશ કરનાર મી ટૂ મૂવમેન્ટને ખત્મ કરી નખી અને હવે નારી શક્તિના નામે ભદ્દી મજાક કરાઈ રહી છે. વિકાસ બહલે કંગનાને આ ફિલ્મ ઓફર કરી હતી, પરંતુ કંગનાએ આ ફિલ્મને ના પાડીને કહ્યું કે આ પાત્ર તો આ જ ઉંમરની મહિલાઓએ ભજવવું જોઈએ.'

સજેસ્ટ કર્યા હતા નામ

સજેસ્ટ કર્યા હતા નામ

રંગોલીએ આગળ લખ્યું,'આજે પણ કંગનાને લાગે છે કે નીના ગુપ્તાજી અને રામ્યા કૃષ્ણન મેમ આ રોલ માટે પર્ફેક્ટ છે. બંને પાતે એટલી માર્કેટ વેલ્યુ છે કે કોઈને તેમની આ ફિલ્મમાં કાસ્ટ કરતા મુશ્કેલી ન હોવી જોઈએ. બંને જ્યારે માર્કેટમાં આટલું દમ ધરાવે છે તો લીડ રોલ કેમ ન કરી શકે ?'

આ ગરીબ મૂલ્યા છે

આ ગરીબ મૂલ્યા છે

રંગોલીએ આગળ કહ્યું કે જ્યારે હું આ લોકોને સસ્તા કહુ છું તો એનો મતલબ તેમની કામની ગરીબી કે મેક અપની ગરીબી નથી. તેનો મતલબ તેમના સસ્તા વિચારો અને જે વિચારોથી પૈસા બનાવવા કઈ હદ સુધી જઈ શકે છે અને કેટલું ખોટું કામ સારી રીતે કરી શકે તેનાથી છે.

કંગનાએ કર્યો હતો ત્યાગ

કંગનાએ કર્યો હતો ત્યાગ

આ લોકો જેમને કંગના બનવું છે તેમણે સમજવું જોઈએ કે કંગનાનું નામ ખૂબ જ ત્યાગ અને મોટા મુદ્દા પર પોતાનો મત જાળવી રાખવાના કારણ છે. છેલ્ેલ મે કહ્યું હતું કે તેણે કઈ ફિલ્મો રિજેક્ટ કરી નાખી. આ ફિલ્મો રિજેક્ટ કરવા પાછળ તેના ઉંડા વિચારો અને સારા મૂલ્યોનું પરિણામ છે.

લોકો તો વિચારે

લોકો તો વિચારે

આપણે આપણામૂલ્યોને ન ભૂલવા જોઈએ અને ફક્ત સફળતા પર જ ધ્યાન ન આપવું જોઈે. આવું કરવું મોટી ભૂલ છે અને તે એવા તમામ લોકોના કામનું મૂલ્ય ઘટાડે છે, જેમણે ઈન્ડસ્ટ્રીને ઘણું આપ્યું છે.

કંગના પર ખુલાસો

કંગના પર ખુલાસો

નીના ગુપ્તાની વાતનો જવાબ આપતા રંગોલીએ કહ્યું કે આ ફિલ્મ સૌથી પહેલા કંગનાને ઓફર થઈ હતી અને તેને દાદી સ્ટોરી ખૂબ જ ગમી હતી. તેણે તમારું અને રમ્યા જીનું નામ સજેસ્ટ કર્યુ હતું પરંતુ આ બેકાર દિમાગ ધરાવતા લોકના મનમાં ઉંમર અંગે જે કચરો છે, તેની આગળ કશું જ થઈ શકે એમ નથી. પરંતુ ફક્ત આ જ કારણથી ફિલ્મ માટે તાપસી પન્નુ-ભૂમિ પેડણેકરની મહેનતને નજર અંદાજ કરવી પણ વ્યાજબી નથી.

આ પણ વાંચો: રાનૂ મંડલ પર બનશે બાયોપિક, આ દિગ્ગજ અભિનેત્રીને ઑફર થયો રોલ

English summary
saand ki aankh controversy what neena gupta and rangoli chandel said
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X