એક્શન અને રોમાંચથી ભરપૂર છે સાલાર પાર્ટ 1 સિઝફાયરનું ટ્રેલર
મેગા સ્ટાર પ્રભાર અને ઇન્ડસ્ટ્રીના નામી ડાયેક્ટર પ્રશાંત નીલની સાલાર પાર્ટ 1 સિઝફાયરનું દમદાર ટ્રેલરનું રાહ દર્શકો દ્વારા આતુરતાથી જોવાઇ રહી હતી. જ્યારથી હોમ્બલે ફિલ્મ્સે ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે, ત્યારથી ચાહકોમાં ઉત્સાહ જોવા મળી શકે છે.
આવી સ્થિતિમાં ફિલ્મના નિર્માતાઓએ દર્શકોની ઉત્સુકતાને આગલા સ્તર પર લઈ ગયા છે, અને ફિલ્મમાંથી કંઈક વિશેષ બતાવવાનું વચન આપ્યું છે, અને આ સસ્પેન્સે ટ્રેલરની ઉત્સાહમાં અનેરો વધારો છે.

પ્રભાસની સાલારના ટ્રેલરની સૌ રાહ જોઈ રહ્યા હતા, અને આખરે રાહ પૂરી થઈ છે. આ ટ્રેલરમાં રોમાંચ, એક્શન અને અગ્રેશનનો મોટો ડોઝ છે. પ્રશાંત નીલની આ અનોખી દુનિયાની સફર અદ્ભુત છે, એક્શનથી ભરેલી છે.
ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે, પ્રભાસે તેની એક્શન અને માચો સ્ટાઇલથી જબરદસ્ત કમબેક કર્યું છે. ટ્રેલર પરથી એવું લાગી રહ્યું છે કે, સાલાર પાર્ટ 1: સિઝફાયર આ વર્ષની સૌથી મોટી ફિલ્મ બનવા જઈ રહી છે, અને દર્શકોને એક નક્કર મનોરંજનનો અનુભવ આપશે.
સૌથી મોટા એક્શન ડિરેક્ટર પ્રશાંત નીલ અને સૌથી મોટા એક્શન સુપરસ્ટાર પ્રભાસ જ્યારે એક સાથે આવે છે, ત્યારે ફિલ્મનું ટ્રેલર એ અદભૂત સિનેમેટિક અનુભવનો પુરાવો છે. KGF ડાયરેક્ટર પ્રશાંત નીલ અને બાહુબલી સ્ટાર પ્રભાસ સલાર પાર્ટ 1: સિઝફાયર સાથેના તેમના પ્રથમ સહયોગ માટે એકસાથે આવ્યા છે.
હોમ્બલે ફિલ્મ્સ, સલાર પાર્ટ 1: સિઝફાયરમાં પ્રભાસની સાથે પૃથ્વીરાજ સુકુમારન, શ્રુતિ હાસન અને જગપતિ બાબુ જોવા મળશે. પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું નિર્માણ વિજય કિરાગંદુર દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 22 ડિસેમ્બર, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
Kabzaa Trailer >>> #SalaarTrailer
— Mad Max (@madmaxOnline_) December 1, 2023
Totally disappointed. #Prabhas 's dialogue delivery is a big minus.
Dunki will eat Salaar alive 💯 pic.twitter.com/WXz1gUtzTL












Click it and Unblock the Notifications
