
સની લિયોનના નંબરે દિલ્હીના યુવકની ઊંઘ ઉડાવી, દરરોજ 400 કોલ આવે છે
બોલિવૂડ સ્ટાર સની લિયોનના મોબાઇલ નંબરે એક યુવાનની ઊંઘ ઉડાવી દીધી છે, કારણ કે તે નંબર પર દરરોજ 400 કોલ આવે છે. ફોન કરનાર લોકો કૉલ કરીને અશ્લીલ અને અભદ્ર વાત કરીને સની વિશે પૂછવાનું શરૂ કરે છે. હકીકતમાં સની લિયોને ફિલ્મ 'અર્જુન પટિયાલા' માં પોલીસકર્મીને પોતાનો મોબાઇલ નંબર જણાવ્યો છે, પરંતુ હકીકતમાં તે નંબર દિલ્હીની એક ખાનગી કંપનીના સિનિયર એક્ઝિક્યુટિવનો મોબાઇલ નંબર છે. આ ફોન કોલથી ત્રસ્ત યુવકે મૌર્યા એન્ક્લેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

શું છે બાબત
માહિતી મુજબ પીતમપુરાનો રહેવાસી પુનીત અગ્રવાલ એક ખાનગી કંપનીમાં સિનિયર એક્ઝિક્યુટિવ છે. તેના મોબાઇલ પર બે દિવસ પહેલા કોલ આવ્યો હતો. ફોન ઉપાડતા જ, વ્યક્તિએ તેની સાથે અશ્લીલ વાત કરતા સની લિયોન વિશે પૂછ્યું. પુનીતે ફોન ક્ટ કરી દીધો હતો, પરંતુ તે પછી સતત કોલ્સ ચાલુ થયા. પુનિતે ફોન કરનારાઓને પૂછ્યું કે તેઓ પાસે આ નંબર ક્યાંથી આવ્યો છે, તેમણે કહ્યું હતું કે અભિનેત્રી સની લિયોનની ફિલ્મ અર્જુન પટિયાલા બે દિવસ પહેલા જ રિલીઝ થઈ છે.

લોકો કરી રહ્યા છે હેરાન
ફરિયાદી કહે છે કે સની જે નંબર બોલે છે, તે તેમનો છે. ફિલ્મમાં પરવાનગી વિના આ રીતે કોઈના નંબરનો ઉપયોગ કરી શકાતો નથી. જણાવ્યું હતું કે શુક્રવારથી જ લોકો મને સની લિયોની સાથે વાત કરવા કોલ કરી રહ્યા છે. એટલું જ નહીં, કેટલાક લોકો વોટ્સએપ પર મેસેજ પણ કરી રહ્યા છે. તે જ સમયે કેટલાક લોકો અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યાં છે. હું તેનાથી પરેશાન થઇ ગયો છું. યુવકે કહ્યું કે તેને ફિલ્મ ઉદ્યોગ સાથે કોઈ લેવા દેવા નથી અથવા તે કોઈને વ્યક્તિગત રૂપે ઓળખતો પણ નથી.

કોર્ટમાં જવાની તૈયારીમાં યુવક
આ ફિલ્મના નિર્માતા અને અભિનેત્રીએ તેનો મોબાઈલ નંબરનો ઉપયોગ તેને પૂછ્યા વિના કર્યો છે. આ કારણોસર તેણે મૌર્ય એન્ક્લેવ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી છે. પોલીસ ફરિયાદ ઉપર હજી સુધી કોઇ કાર્યવાહી થઇ નથી, આ કારણે તેના પર કોલ આવવાનું ચાલુ છે. હવે, પુનીત અગ્રવાલ આ કેસ કોર્ટમાં લઈ જવાના છે, જેના માટે તે તેના વકીલના સંપર્કમાં છે. આ ઉપરાંત, તે આ ફોન કોલ્સમાં થનારી વાતચીતને પણ રેકોર્ડ કરી રહ્યો છે જેથી જરૂરિયાત પર પુરાવા રજૂ કરી શકાય.