• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડિસેમ્બર મહિનામાં રિલિઝ થશે આ ફિલ્મો અને વેબ સિરિઝ

વર્ષનો અંતિમ મહિનો એટલે કે ડિસેમ્બર આજથી શરૂ થઇ ગયો છે. એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી માટે વર્ષની શરૂઆત સારી રહી ન હતી. આ વર્ષે રિલિઝ થયેલી મોટા બજેટીની ફિલ્મો પણ ફ્લોપ રહી હતી.
|
Google Oneindia Gujarati News

વર્ષનો અંતિમ મહિનો એટલે કે ડિસેમ્બર આજથી શરૂ થઇ ગયો છે. એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી માટે વર્ષની શરૂઆત સારી રહી ન હતી. આ વર્ષે રિલિઝ થયેલી મોટા બજેટીની ફિલ્મો પણ ફ્લોપ રહી હતી. આ સાથે મોટા મોટા સ્ટાર્સની ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ધોવાઇ ગઇ હતી.

જોકે, અમુક ફિલ્મોને સારો રિસ્પોન્સ પણ મળ્યો હતો. જેમાં ધ કાશ્મીર ફાઇલ્સ, ભૂલ ભૂલૈયા 2, બ્રહ્માસ્ત્ર, દ્રશ્યમ અને ભેડિયા નો સમાવેશ થાય છે. આ સાથે સાઉથની પુષ્પા, આરઆરઆર, કેજીએફ ચેપ્ટર 2 અને કંતારા એ બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કમાણી કરી છે.

ડિસેમ્બર મહિનામાં ઘણી ફિલ્મો અને વેબ સિરિઝ રિલિઝ થવા જઈ રહી છે

ડિસેમ્બર મહિનામાં ઘણી ફિલ્મો અને વેબ સિરિઝ રિલિઝ થવા જઈ રહી છે

હવે વર્ષનો છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્બર શરૂ થઈ ગયો છે અને હોલીવુડથી બોલીવુડ તેને દર્શકો માટે યાદગાર બનાવવાનો પ્રયાસ કરીરહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર મહિનામાં ઘણી ફિલ્મો અને વેબ સિરિઝ રિલિઝ થવા જઈ રહી છે, જે મનોરંજનથી ભરપૂર હશે. આ સાથેઅમે તમને આજે જણાવવા જઇ રહ્યા છીએ કે, વર્ષના છેલ્લા મહિનામાં કઈ ફિલ્મો અને વેબ સિરિઝ તમારું મનોરંજન કરશે.

એન એક્શન હીરો

એન એક્શન હીરો

બોલીવુડ એક્ટર આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'એન એક્શન હીરો' આવતીકાલે એટલે કે 2 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલિઝ થવા જઈરહી છે.

આ ફિલ્મમાં આયુષ્માનની સાથે જયદીપ અહલાવત અને નોરા ફતેહી પણ જોવા મળશે. ફિલ્મ 'એન એક્શન હીરો'ના નિર્દેશકઅનિરુદ્ધ અય્યર છે. આ ફિલ્મમાં પહેલીવાર આયુષ્માન ખુરાના એક્શન કરતો જોવા મળશે.

ફ્રેડી

ફ્રેડી

આવતીકાલે એટલે કે 2 ડિસેમ્બરના રોજ બોલીવુડ એક્ટર કાર્તિક આર્યનની ફિલ્મ 'ફ્રેડી' રિલીઝ થશે. જોકે આ ફિલ્મ OTT પ્લેટફોર્મડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે. આ ફિલ્મ દ્વારા જ કાર્તિક આર્યન OTT પર ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથેઅલાયા એફ જોવા મળશે. આ ફિલ્મના દિગ્દર્શક શશાંક ઘોષ છે.

મૂવિંગ વિથ મલાઇરા

મૂવિંગ વિથ મલાઇરા

બોલીવુડ એક્ટ્રેસ અને બોલીવુડ એક્ટર અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા હવે OTT પર જોવા મળવાની છે. તેના જીવન પરઆધારિત વેબ સિરીઝ 'મૂવિંગ વિથ મલાઈકા' 5 ડિસેમ્બરથી OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે.

સલામ વેન્કી

સલામ વેન્કી

બોલીવુડ અભિનેત્રી કાજોલ ફરી એકવાર મોટા પડદા પર પોતાની બબલી એક્ટિંગનો જાદુ બનાવવા માટે તૈયાર છે. કાજોલ અને એક્ટરવિશાલ જેઠવા સ્ટારર ફિલ્મ 'સલામ વેન્કી' 9 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન રેવતીએ કર્યું છે.

કેટ

કેટ

બોલીવુડ એક્ટર રણદીપ હુડ્ડા સ્ટારર વેબ સિરીઝ 'કેટ' 9 ડિસેમ્બરથી જ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. આ એકએક્શનથી ભરપૂર ક્રાઈમ થ્રિલર સિરીઝ છે. ફિલ્મ નિર્માતા બલવિંદર સિંહ જંજુઆ દ્વારા નિર્મિત અને નિર્દેશિત, વેબ સિરીઝ 'કેટ' પંજાબનારોમાન્સ પર આધારિત છે.

આ ફિલ્મમાં એક ભાઈના પ્રેમ અને જાસૂસીની સ્ટોરી દર્શાવવામાં છે. જેલી બીન એન્ટરટેઈનમેન્ટ સાથે મળીનેમૂવી ટનલ પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત 'કેટ' પંજાબી, હિન્દી અને અંગ્રેજીમાં રિલીઝ થશે.

ગોવિંદા નામ મેરા

ગોવિંદા નામ મેરા

બોલીવુડ એક્ટર વિકી કૌશલ, એક્ટ્રેસ કિયારા અડવાણી અને ભૂમિ પેડનેકર ફિલ્મ 'ગોવિંદા નામ મેરા' માં જોવા મળવાના છે. આ ફિલ્મથિયેટર્સમાં નહીં, પરંતુ OTT પ્લેટફોર્મ Disney Plus Hotstar પર 16 ડિસેમ્બરના રોજ રિલિઝ થશે.

આ ફિલ્મમાં કોમેડીથી લઈનેસસ્પેન્સ સુધીની તમામ બાબતોને ખૂબ જ જોરદાર રીતે રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મના નિર્દેશક શશાંક ખેતાન છે, જ્યારે કરણ જોહરતેના નિર્માતા છે.

અવતાર: ધ વે ઓફ વોટર

અવતાર: ધ વે ઓફ વોટર

હોલીવુડ ફિલ્મ 'અવતારઃ ધ વે ઓફ વોટર'ની રિલીઝને લઈને ઘણા સમયથી દર્શકોમાં ઉત્સુકતા હતી. ઉલ્લેખનીય છે કે, લગભગ 1900કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ 16 ડિસેમ્બરના રોજ ભારતના સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મના દિગ્દર્શક જેમ્સ કેમરુન છે.

સર્કસ

સર્કસ

બોલીવુડના પ્રખ્યાત નિર્દેશક રોહિત શેટ્ટીની ફિલ્મ 'સર્કસ' 23 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં બોલીવુડ એક્ટરરણવીર સિંહ, એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસ અને પૂજા હેગડે જોવા મળશે. એટલું જ નહીં આ ફિલ્મમાં લગભગ 19 કલાકારો એકસાથે જોવામળવાના છે.

English summary
These films and web series will be released in the month of December
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X