Big Boss વિજેતાએ છત પર કર્યાં લગ્ન, પૈસા બચાવી પીએમ કેર ફંડમાં દાન કર્યુંઃ Video
નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના મામલા સતત વધી રહ્યા છે. દેશમાં લૉકડાઉન લાગૂ છે, લોકોને વધુમાં વધુ ઘરે રહેવાની અપીલ કરવામાં આવી રહી છે, જેથી વાયરસના સંક્રમણને રોકી શકાય. કોરોનાના કારણે ચાલી રહેલ લૉકડાઉનને કારણે લગ્ન પ્રસંગો જેવા કાર્યક્રમ પણ બંધ છે. કેન્દ્ર સરકારે લોકોને કેટલીક શરતો સાથે વેડિંગ ફંક્શનની છૂટ આપી છે. આ દરમિયાન બિગ બૉસ સીઝન 2ના વિજેતાએ લગ્ન કરી સૌકોઈને ચોંકાવી દીધા. ટીવી અને બૉલીવુડ સ્ટાર હંમેશા ગ્રાન્ડ ફંક્શન સાથે લગ્ન કરે છે, પરંતુ બિગ બૉસ સીઝન 2ના વિજેતા આશુતોષ કૌશિકે સાદા અંદાજમાં સાત ફેરા લીધા.

બિગ બૉસ વિજેતાએ છત પર ફેરા ફર્યા
બિગ બૉસના સીઝન 2ના વિજેતા રહેલ આશુતોષ કૌશિકે કોરોના વાયરસના કારણે ચાલી રહેલ લૉકડાઉન વચ્ચે બહુ સાધારણ રીતે લગ્ન કરી લીધા છે. આતશબાજીને બદલે આશુષે ઘરે જ છત પર જ લગ્ન કરી સાદાઈ રીતે સાત ફેરા લઈ લીધા. દિલ્હીની નજીક આવેલ નોઈડાના સેક્ટર 100 સ્થિત પોતાના ઘરની છત પર આશુતોષે અર્પિતા સાથે બેંડ બાજા વિના જ લગ્ન કરી લીધા છે.

4 મહેમાનો વચ્ચે લગ્ન થયા
આશુતોષ અને અર્પિતાના પરિવારના નજીકના લોકો જ આ લગ્નમાં સામેલ થયા હતા. લગ્નમાં હાજર મહેમાનોએ મોઢે માસ્ક લગાવ્યું હતું. આ લગ્નમાં દુલ્હા-દુલ્હન સિવાય માત્ર 4 લોકો જ હાજર હતા. આશુતોષે ફેસબુક પોસ્ટ દ્વારા પોતાના ફેન્સને પોતાના લગ્નની જાણકારી આપી. પોતાના ફેસુક પેજ પર તેમણે પોતાના લગ્નની ફોટો અને વીડિયો શેર કરી જાણકારી આપી. પોતાના ફેસબુક પેજ પર તેમણે પોતાના લગ્નનના ફોટા અને વીડિયો પણ શેર કર્યા. તેમણે જણાવ્યું કે અલીગઢની રહેવાસી અર્પિતા સાથે તેમણે સાત ફેરા લીધા છે. તેમના લગ્નમાં અર્પિતા તરફથી તેમના મા અને બહેને ભાગ લીધો જ્યારે આશુતોષ તરફથી તેમના મા સામેલ થયાં હતાં.

લગ્નનો ખર્ચો પીએમ કેર ફંડમાં દાન કર્યો
આશુતોષે લગ્નના ખર્ચમાં બચેલ રૂપિયા કોરોના વાયરસ માટે મદદ તરીકે ડોનેટ કરી દીધા છે. તેમણે પીએમ કેર ફંડમાં લગ્નના ખર્ચના બચેલા પૈસા ડોનેટ કરી દીધા છે. પોતાના લગ્ન વિશે તેમણે એક ઈન્ટર્વ્યૂમાં કહ્યું કે લગ્ન એક બહુ પર્સનલ મેટર છે, તો આમાં ભીડ એકઠી કેમ કરવી. પર્સનલ મેટર માટે આટલો ખર્ચો શા માટે, તેમણે કહ્યું કે તેમના યૂટ્યૂબ ચેનલથી જે કમાણી થઈ તે પણ પીએમ કેર ફંડ્સમાં દાન કરી દીધી છે.

બિગ બૉસ સીઝન 2ના વિજેતા
આશુતોષ કૌશિકે બિગ બૉસ સીઝન 2ના વિજેતાનો ખિતાબ જીત્યો હતો. આ ઉપરાંત તેમમે એમટીવી પર આવતા શો રોડીઝની પાંચમી સીઝનમાં પણ વિનરનો ખિતાબ જીત્યો હતો. આ ઉપરાંત તે કેટલાય ટીવી શો અને રિયાલિટી શોમાં પણ સામેલ થઈ ચૂક્યો છે. તેમણે બૉલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમણે કિસ્મત લવ પૈસા અને જિલ્લા ગાઝિયાબાદ ફિલ્મમાં કામ કર્યું છે.
પાછલા 24 કલાકમાં અમેરિકામાં કોરોનાથી 2200 લોકોના મોત, સંક્રમિતોની સંખ્યા 10 લાખ