સલમાને કહ્યું- આ ગયા મેરા હીરો..તો ગોવિંદાએ આપ્યો કંઇક આવો જવાબ!

Written By:
Subscribe to Oneindia News

ટ્વીટર પર સલમાન ખાન અને ગોવિંદાની ફ્રેન્ડશિપ ચર્ચાનો વિષય છે. ઘણા નર્ષો બાદ આ બે એક્ટર્સ એકબીજા સાથે આમ વાતચીત કરતાં નજરે પડી રહ્યાં છે. ગોવિંદાની નવી ફિલ્મ આ ગયા હીરોનું ટિઝર રિલિઝ કરવામાં આવ્યું છે. લાંબા ગાળા બાદ ગોવિંદા નવી ફિલ્મ લઇને આવી રહ્યાં છે.

ગોવિંદાના પાર્ટનર સલમાન ખાને ટ્વીટર એમની ફિલ્મ પ્રમોટ કરતાં લખ્યું છે, "આ ગયા મેરા હીરો..મેરા પાર્ટનર..સુપર્બ ટ્રેલર." છોડા દિવસ પહેલાં જ ગોવિંદાએ પોતાના જન્મદિવસે સલમાન ખાન અને અન્ય સેલિબ્રિટિ સાથેની મિત્રતા અંગે ચર્ચાસ્પદ કોમેન્ટ્સ કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે હવે તે અને સલમાન સાથે એક ફિલ્મમાં કામ કરે એ શક્ય નથી. જો કે, અહીં ગોવિંદાએ ટ્વીટર પર સલમાન ખાનની શુભકામનાઓ પ્રેમપૂર્વક સ્વીકારતાં કંઇક આવો જવાબ આપ્યો છે.

ગોવિંદાનો જવાબ

સલમાન ખાનના આ ટ્વીટના જવાબમાં ગોવિંદાએ પણ પોતાની અને સલમાનની એક જૂની તસવીર શેર કરી તેમના ફેન્સને સુંદર સરપ્રાઇઝ આપ્યું છે. તેમણે આ સાથેના ટ્વીટમાં લખ્યું છે, "જ્યારે સલમાન ખાને આ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. અમુક લોકો અને તેમની મિત્રતા હંમેશા આપણી સાથે રહે છે." એમાં કોઇ શંકા નથી કે સલમાન અને ગોવિંદાના ફેન્સને આ સરપ્રાઇઝ ખૂબ ગમશે.

પાર્ટનર: સલમાન અને ગોવિંદા

પાર્ટનર: સલમાન અને ગોવિંદા

ફિલ્મ 'પાર્ટનર' દ્વારા ગોવિંદાની બોલિવૂડમાં સેકન્ડ ઇનિંગ્સ શરૂ થઇ હતી, જેમાં સલમાનનો ખૂબ મોટો ફાળો હતો. લોકોને આ ફિલ્મમાં સલમાન અને ગોવિંદાની પાર્ટનરશિપ ખૂબ પસંદ પણ આવી હતી, ફિલ્મ હિટ સાબિત થઇ હતી. આથી જ લોકોને આશા હતી કે આગળ પણ તેમને બીજી ફિલ્મોમાં સલમાન અને ગોવિંદાની પાર્ટનરશિપ જોવા મળશે.

"મારા ખૂબ વખાણ થયા હતા"

પરંતુ પોતાના જન્મદિવસ પર ગોવિંદાએ એવું કંઇક કહ્યું, જેનાથી ઘણા લોકોને ખૂબ આંચકો લાગ્યો. ગોવિંદાએ કહ્યું હતું, 'કોઇ ચાન્સ નહોતો કે હું સલમાન ખાનના કેમ્પમાં ઝાઝો સમય ટકી શકું. ફિલ્મમાં મારા એટલા વખાણ થયા હતા કે લોકોએ સલમાનને કીધું કે તારે ગોવિંદા સામે નહીં આવવું જોઇએ.'

મારી સાથે પણ આવું જ થયું હતું

મારી સાથે પણ આવું જ થયું હતું

'મારી સાથે પણ આવું થયું હતું, જ્યારે મેં અમિતાભ બચ્ચન અને સંજય દત્ત સાથે સ્ક્રિન શેર કરી હતી.'

હંમેશા પ્રેમ આપ્યો છે

હંમેશા પ્રેમ આપ્યો છે

ગોવિંદાએ આગળ કહ્યું હતું કે, સલમાન ખાને મને હંમેશા પ્રેમ જ આપ્યો છે, પરંતુ એક એક્ટર બીજા એક્ટર સાથે ત્યાં સુધી જ ફ્રેન્ડલી રહી શકે જ્યાં સુધી તેના બિઝનેસ પર અસર ન થાય.

English summary
This throwback pic of Salman Khan and Govinda is a treat for movie lovers.
Please Wait while comments are loading...