રામ રહીમની બાયોપિકમાં રાખી સાવંત બની હનીપ્રીત, થયો વિરોધ

Written By:
Subscribe to Oneindia News

ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ રામ રહીમને બે સાધ્વીઓના બળાત્કારના કેસમાં જેલની સજા થયા બાદ બોલિવૂડ એક્ટ્રેસ રાખી સાવંતે રામ રહીમની લાઇફ પર ફિલ્મ બનાવવાનું એનાઉન્સમેન્ટ કર્યું હતું. તેણે દાવો કર્યો છે કે, તે આ ફિલ્મ દ્વારા રામ રહીમની હકીકત સૌની સામે લાવશે. તે આ ફિલ્મમાં રામ રહીમની દત્તક પુત્રી હનીપ્રીત ઇંસાનો રોલ ભજવી રહી છે. હાલમાં જ આ ફિલ્મનું એક આઇટમ સોંગ શૂટ કરવામાં આવ્યું હતું, જેની તસવીરો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહી છે.

ટ્વીટર પર થઇ રહ્યો છે વિરોધ

ટ્વીટર પર થઇ રહ્યો છે વિરોધ

રાખી સાવંતની રામ રહીમ બાયોપિકની તસવીરો વાયરલ થતાં જ ટ્વીટર પર રાખીનો વિરોધ થઇ રહ્યો છે. શુક્રવાર સવારથી #ShamefulForUsAllRakhiSawant ટેગ ટ્વીટર પર ટ્રેન્ડ થઇ રહ્યું છે. રામ રહીમ અને ડેરા સચ્ચા સૌદાના કથિત સમર્થકો રાખીનો વિરોધ કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

હનીપ્રીત ઇંસાના રોલમાં રાખી

હનીપ્રીત ઇંસાના રોલમાં રાખી

આ ફિલ્મ અંગે ઓઇએએનએસ સાથે વાત કરતાં રાખી સાવંતે કહ્યું હતું કે, 'હા હું આ ફિલ્મમાં હનીપ્રીતનો રોલ ભજવી રહી છું, હું તેને 7-8 વર્ષથી ઓળખતી હતી. મારા ખ્યાલથી તે હાલ લંડનમાં છે. આ ફિલ્મ હું અને મારો ભાઇ રાકેશ સાવંત પ્રોડ્યૂસ કરી રહ્યાં છીએ.'

દિલ્હીમાં ચાલે છે શૂટિંગ

દિલ્હીમાં ચાલે છે શૂટિંગ

'હું હાલ દિલ્હીમાં છું અને અહીં જ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. અમે ડેરા સચ્ચા સૌદા જેવો જ સેટ ઊભો કર્યો છે અને હું મારા દર્શકોને પ્રોમિસ કરું છું કે, હું બાબાની પોલ ખોલીને જ દમ લઇશ.' આ ફિલ્મની રિલીઝ ડેટ હજુ ફાઇનલ નથી થઇ.

અબ ઇન્સાફ હોગા

અબ ઇન્સાફ હોગા

ધ ક્વિન્ટના અહેવાલો અનુસાર, આ ફિલ્મ રાખીના ભાઇ રાકેશ સાવંત જ ડાયરેક્ટ કરી રહ્યાં છે અને ફિલ્મનું નામ 'અબ ઇન્સાફ હોગા' રાખવામાં આવ્યું છે. તેમણે આ ફિલ્મ માટે આઇટમ સોંગ 'બેવફા'નું શૂટિંગ કરી લીધું છે. આ ફિલ્મ થકી રાખી રામ રહીમ અને હનીપ્રીત ઇંસાના કાળા કામો લોકો સામે લાવવા માંગે છે.

વેલ-ક્વોલિફાઇડ રાખી

વેલ-ક્વોલિફાઇડ રાખી

રાખી અનુસાર, તે રામ રહીમ અને તેની કથિત પુત્રી હનીપ્રીત ઇંસાને એક્સપોઝ કરવા માટે વેલ ક્વોલિફાઇડ છે, કારણ કે તે તેમને ઘણા વર્ષોથી ઓળખે છે. તેણે કહ્યું હતું કે, 'હું જ્યારે તેમને મળી ત્યારે મને તેમની ઓળખાણ પિતા-પુત્રી તરીકે આપવામાં આવી હતી, પરંતુ ટૂંક સમયમાં જ મને ખબર પડી ગઇ કે, કંઇક તો ખોટું છે.' રાખી સિરસા સ્થિત ડેરા સચ્ચા સૌદા અને રામ રહીમની ગુફાની પણ મુલાકાત લઇ ચૂકી છે.

English summary
Rakhi Sawant is making a biopic film on Gurmeet Ram Rahim Singh. She is playing Honeypreet Insan in the film. Check out the pictures.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.