For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

B'day Special: અમિતાભ, જેની ચમક ક્યારેય ઝાંખી નથી પડી

અમિતાભ બચ્ચનનો આજે 75મો જન્મદિવસ છે. અમિતાભ બચ્ચન અંગેની કેટલીક રસપ્રદ અજાણી વાતો વાંચો. અમિતાભના કેટલાક રેર ફોટોગ્રાફ્સ જુઓ અહીં...

By Shachi
|
Google Oneindia Gujarati News

11 ઓક્ટોબર એટલે મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો જન્મદિવસ! વર્ષ 2017નો આ જન્મદિવસ તેમના માટે સૌથી ખાસ છે, કારણે કે તેમણે 75 વર્ષ પૂર્ણ કર્યા છે. અમિતાભ બચ્ચન છેલ્લા કેટલાયે વર્ષોથી બોલિવૂડ પર રાજ કરી રહ્યાં છે, 60 વર્ષે પહોંચીને પણ બેસ્ટ એક્ટર તરીકે નોમિનેટ થતા અને બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીતતા બોલિવૂડના એક માત્ર એક્ટર છે અમિતાભ. તેમના વિશે અત્યાર સુધી ઘણું લખાયું છે, પરંતુ આજે અહીં અમે તેમને અમિતાભ વિશેની કેટલીક એવી વાતો જણાવવા જઇ રહ્યાં છીએ, જે તમને કદાચ જ ખબર હશે!

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન પોતાના બંને હાથે બરાબર લખી શકે છે. અમિતાબ બચ્ચનની ઇચ્છા એન્જિનિયર બનવાની હતી, તેઓ ઇન્ડિયન એર ફોર્સમાં જોડાવા માંગતા હતા. અમિતાભ બચ્ચનની પહેલી સેલરી હતી, માત્ર રૂ.300.

અમિતાભનો મેજિકલ વોઇસ

અમિતાભનો મેજિકલ વોઇસ

અમિતાભ બચ્ચને એક્ટર ઉપરાંત વોઇસ નેરેટર તરીકે પણ બોલિવૂડમાં શરૂઆત કરી હતી. 1969માં જ તેમણે મ્રિણાલ સેનની ફિલ્મ 'ભુવન શોમ'માં પોતાનો અવાજ આપ્યો હતો. ત્યાર બાદ અનેક ફિલ્મોમાં તેમણે પોતાનો અવાજ આપ્યો છે. અમિતાભની ડાયલોગ ડિલિવરી અને પડઘમ અવાજના લોકો ફેન છે, એ જ અવાજને ક્યારેક ઓલ ઇન્ડિયા રેડિયોએ રિજેક્ટ કર્યો હતો.

અમિતાભનો સંઘર્ષ

અમિતાભનો સંઘર્ષ

સુનીલ દત્તે અમિતાભને પોતાની ફિલ્મ 'રેશ્મા ઔર સેહરા'માં મૂંગા માણસનો રોલ આપ્યો હતો. તે પણ માત્ર એટલા માટ કે તે સમયના પીએમ ઇન્દિરા ગાંધીએ અમિતાભની ભલામણ કરતો પત્ર નરગિસને લખ્યો હતો અને સુનીલ દત્ત નરગિસની રિક્વેસ્ટ અવગણી શકે એમ નહોતા. અમિતાભ બચ્ચનના સંઘર્ષના દિવસોમાં તેમને સાથે આપ્યો હતો મિત્ર મેહમૂદે. તેમણે અમિતાભને પોતાના જ ઘરમાં રહેવાની ઓફર પણ કરી હતી.

કોઇ દિવસ પાછું ફરીને નથી જોયું

કોઇ દિવસ પાછું ફરીને નથી જોયું

અમિતાભ બચ્ચને બોલિવૂડમાં સફળતાનો સ્વાદ ચાખતા પહેલાં સળંગ 12 ફ્લોપ ફિલ્મો આપી હતી. ત્યાર બાદ આવેલ અમિતાભની 13મી ફિલ્મ 'ઝંજીર' સુપરહિટ રહી હતી. લોકો 13 નંબરને અનલકી માનતા હોય છે, પરંતુ અમિતાભ માટે આ નંબર લકી સાબિત થયો હતો. સફળતાનો સ્વાદ ચાખ્યા બાદ અમિતાભે પાછું ફરીને નથી જોયું. વર્ષ 1995માં અમિતાભ મિસ વર્લ્ડના જજ પણ રહી ચૂક્યાં છે. બોલિવૂડમાં અમિતાભ માત્ર ડબલ નહીં, ટ્રિપલ રોલ પણ કરી ચૂક્યાં છે. 'મહાન'માં અમિતાભનો ટ્રિપલ રોલ હતો.

બચ્ચન પરિવાર

બચ્ચન પરિવાર

અમિતાભ બચ્ચનની સાચી સરનેમ છે શ્રીવાસ્તવ. 'બચ્ચન' અમિતાભના પિતાનું પેન નેમ હતું, જે પરિવારે સરનેમ તરીકે અપનાવ્યું છે. અમિતાભ બચ્ચનના પિતા હરિવંશરાય બચ્ચન તેમનું નામ ઇન્કલાબ રાખવા માંગતા હતા. જો કે, અંતે તેમણે અમિતાભ પર પસંદગી ઉતારી હતી, જેનો અર્થ થાય અનંત તેજસ્વિતા. અમિતાભે સાચે જ પોતાના નામને સાર્થક કર્યું છે. અમિતાભ બચ્ચન અને કપૂર પરિવારનો સંબંધ ઘણો જૂનો છે. અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતાના લગ્ન રાજ કપૂરની પુત્રીના પુત્ર નિખિલ નંદા સાથે થયા છે.

લિજન્ડ એક્ટર

લિજન્ડ એક્ટર

આટલા વર્ષે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુપર એક્ટિવ એવા અમિતાભ બચ્ચન અનેક બીમારીઓથી પીડાય છે. તેમને અસ્થમા છે અને સૌથી રેર મસ્ક્યુલર ડિસઓર્ડર પણ છે. અમિતાભ બચ્ચને પોતાની જિંદગીમાં અપાર સફળતા અને પીડાદાયી નિષ્ફળતા બંને જોયા છે અને આમ છતાં સતત આગળ વધ્યા છે. તેમના જીવનનો આ જ સૌથી મોટો સંદેશ કહી શકાય. વનઇન્ડિયા ગુજરાતી તરફથી અમિતાભ બચ્ચનને તેમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ!

English summary
Happy Birthday Amitabh Bachchan! See some rare photos of young Amitabh Bachchan and read some unknown facts about him!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X