B'day Special : જાણો બોલીવૂડની 'મસ્તાની'ની અજાણી વાતો

Written By:
Subscribe to Oneindia News

આજે બોલીવૂડ જગતની સૌથી જાણીતી એક્ટ્રેસ મસ્તાની એટલે કે દીપિકા પાદુકોણનો 32મો જન્મદિવસ છે. ટૂંકા સમયમાં પોતાની એક્ટિંગથી ઉમદા ફિલ્મો આપીને ઘણા લોકોના દિલની રાણી બની ગઇ છે દીપિકા. દીપિકા પાદુકોણની રૂપેરી પડદે જે ઇમેજ છે તેના કરતા પણ રિયલ લાઇફમાં દીપિકાએ પોતાની એક સશક્ત ઇમેજ બનાવી છે. ફિલ્મોમાં વાત એક્ટિંગની હોય કે સુંદર દેખાવાની કે પછી વાત હોય રિયલ લાઇફમાં પોતાની બિમારીને ખુલ્લે આમ સ્વીકારવાની દરેક વાતમાં દીપિકાનો હટકે અંદાજ તેની મહેનત સ્પષ્ટ દેખાય છે. નાની ઉંમરે બોલીવૂડ અને હોલીવૂડ બંન્નેમાં રાજ કરનારી દીપિકા પાદુકોણના જન્મદિવસ પર તેના લાખો શુભેચ્છકો અને ફેન્સે સોશ્યલ મીડિયા દ્વારા તેને શુભકામનાઓ આપી હતી. ત્યારે તેના બર્થ ડે પર અમે પણ તેની કેટલીક અવનવી વાત તેમને જણાવીશું. જેને ભાગ્યે જ તમે જાણતા હશે.

દીપિકા છે ધાર્મિક

દીપિકા છે ધાર્મિક

દીપિકા પાદુકોણની ઇમેજ એક સ્પષ્ટ બોલતી મહિલા તરીકે થાય છે. પરંતુ તે સામાન્ય પણે ઘણું ઓછુ બોલે છે. તે મનથી ઘણી કોમળ, રંગીન મિજાઝ વાળી છોકરી છે અને સાથે જ તે ખુબ જ ધાર્મિક છે. તે ઘણી વખત મંદિરોમાં દર્શન કરતી જોવા મળે છે. વળી તેના ઘરે તુલસીનો ક્યારો પણ છે જેનું તે દેશમાં હોય કે વિદેશમાં ધ્યાન રાખે છે.

બોલ્ડ વ્યક્તિત્વ

બોલ્ડ વ્યક્તિત્વ

દીપિકાની છબી થોડા સમયથી એવા વ્યક્તિ તરીકે થઈ રહી છે જે સાચું ને સાચું અને ખોટાને ખોટા કહેવાની હિંમત રાખે છે. તે સાર્વજનિક સ્થળો પર પણ નારીવાદી મુદ્દાઓને લઇને તે સરળતાથી બોલે છે. તેણે નારી શક્તિની એક છાપ ઊભી કરી છે જેની પાસે ઇચ્છા શક્તિ, મગજ, મજબુતી છે.

જાગૃતતા અભિયાન

જાગૃતતા અભિયાન

દીપિકાએ વર્ષ 2015માં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે, એક સમય એવો હતો જ્યારે હું ડિપ્રેશનમાં હતી. તે સમયનો મેં ઘણી મહેનત સાથે સામનો કર્યો હતો. એ બાદ મે માનસિક વિકારોથી લોકોને બહાર લાવવા એક અભિયાનની શરૂઆત કરી હતી.

દીપિકાની કોલમ

દીપિકાની કોલમ

દીપિકાને પોતાની એક કોલમની પણ શરૂ કરી હતી. જેમાં તે મહિલાઓના સ્વાસ્થય સંબંધિત વાતો લખતી હતી. એ ઉપરાંત તે એક ચેરિટી સંગઠન માટે પણ કામ કરી રહી છે અને તેના માટે તે અનેક વખત સ્ટેજ શો પણ કરે છે. આ ઉપરાંત 2009માં હિન્દુસ્તાન ટાઇમ્સએ તેને એક સાપ્તાહિક કોલમ માટે સાઇન કરી હતી. એ કોલમમાં દીપિકા તેના ફેન્સને તેની પર્સનલ લાઇફ અને પ્રોફેશનલ લાઇફ વિશે જણાવતી હતી.

મેરેથોન

મેરેથોન

વર્ષ 2009માં દીપિકાએ વિશ્વ 10k બેંગ્લુર મેરેથોનમાં ભાગ લીધો હતો. જે એક એનજીઓ દ્વારા આયોજીત કરવામાં આવ્યો હતો. આ સિવાય વર્ષ 2010માં પણ મહારાષ્ટ્રના અંબેગાંવ ગામને દત્તક લીધુ અને ત્યાં વિજળી પહોંચાડી હતી. એ બાદ આજે તે ગામમાં ઘણો સુધાર આવ્યો છે.

English summary
Today is Bollywood beauty Deepika Padukones 32nd Birthday, She is beauty with brain, She is very Successful Actress, here is Her Non Filmi but Interesting fact about her.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.