હાઈકોર્ટે વિશ્વરૂપમને પ્રતિબંધમુક્ત કરી, સરકારનો પડકાર

ચેન્નઈ, 30 જાન્યુઆરી : મદ્રાસ હાઈકોર્ટ તરફથી અભિનેતા તથા દિગ્દર્શક કમલ હસનને મોટી રાહત મળી છે. મદ્રાસ હાઈકોર્ટે કમલની ફિલ્મ વિશ્વરૂપમની રિલીઝ પર લગાવવામાં આવેલ પ્રતિબંધ દૂર કરવાનો આદેશ આપ્યો છે. જોકે તામિળનાડુ સરકારે હાઈકોર્ટના આ ચુકાદાને હાઈકોર્ટની ડબલ બેંચ સમક્ષ પડકાર્યો છે. આગામી કલાકોમાં જ તે અંગેની સુનાવણી શરૂ થવાની છે.

Kamal Hassan

મદ્રાસ હાઈકોર્ટે ગઈકાલે આખો દિવસ ચાલેલી દલીલો બાદ કમલ હસનની ફિલ્મ વિશ્વરૂપમ ઉપરથી પ્રતિબંધ હટાવી દીધો હતો. હાઈકોર્ટે મંગળવારે મોડી રાત્રે આ ચુકાદો જાહેર કર્યો. આ અગાઉ મંગળવારે સવારે કોર્ટે બેંગલુરૂના 11 થિયેટરોમાં ફિલ્મની રિલીઝને મંજૂરી આપી હતી. ન્યાયાધીશ કે. વેંકટરમણે આખા દિવસની દલીલ બાદ મોડી રાત્રે ફિલ્મ ઉપરનો પ્રતિબંધ દૂર કરવાનો નિર્ણય કર્યો.

ન્યાયાધીશે જણાવ્યું કે આ સો કરોડ જેટલા મોટા બજેટની ફિલ્મ છે અને તેમાં ગેરકાયદેસર કંઈ નથી. ફિલ્મની રિલીઝ પ્રત્યે સમાજનો કોઈ વર્ગ વિરોધ કરે અને અશાંતિ ઊભી કરે, તો તેનું ધ્યાન રાખવાનું કામ વહિવટી તંત્ર તથા સરકારનું છે. એક સ્વતંત્ર નાગરિક તરીકે કમલ હસન આવી ફિલ્મ બનાવી શકે છે.

બે પાનાના ચુકાદામાં મદ્રાસ હાઈકોર્ટે જણાવ્યું કે ફિલ્મ ઉપર પ્રતિબંધ ગેરકાનૂની છે અને તે અંગે સરકાર તરફથી કોઈ પ્રકારનો આદેશ નહોતો અપાયો. મુસ્લિમ સંગઠનોના વિરોધના પગલે ફિલ્મ ઉપર પ્રતિબંધ લગાવાયો હતો.

દરમિયાન તામિળનાડુ સરકારે મદ્રાસ હાઈકોર્ટના આ ચુકાદાને ડબલ બેંચ સમક્ષ પડકાર્યો છે કે જેની ઉપર સુનાવણી શરૂ થઈ ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X