પોતે શાકાહારી હોવા અંગે ગૌરવ અનુભવતાં હેમા

મુંબઈ, 8 ઑક્ટોબર : કૅમેરા સામે સ્મિત ફરકાવતાં સુંદર હેમા માલિની કહે છે - હું હેમા માલિની છું અને હું શાકાહારી છું. આઇકૉનિક એક્ટર, રાજકારણી તથા દીર્ઘકાલિક પ્રાણી સંરક્ષક હેમા માલિની પીપલ ફૉર ધ એથિકલ ટ્રીટમેંટ ઑફ એનિમલ્સ એટલે કે પેટા ભારતની નવી જાહેરખબરમાં હેમા માલિની કંઈક આમ જ કહી રહ્યાં છે. જાણીતા ફોટોગ્રાફર ડબ્બુ રત્નાણીએ આ એડ માટે ફોટોશૂટ કર્યું છે.

hema

હેમા માલિની કહે છે - શાકાહારી થવું ઉત્તમ સ્વાસ્થ્ય માટેનો બેસ્ટ માર્ગ છે. છેલ્લા ચાર દાયકાથી સક્રિય અને 150થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુકેલાં હેમાએ જણાવ્યું - એ જાણીને મને બહુ ખુશી થાય છે કે મારી ભોજન પસંદગી પ્લેનેટ તથા પ્રાણીઓ માટે સહાયકારી છે. તેઓ કહે છે કે શાકાહારી હોવું ગૌરવની વાત છે.

એવું નથી કે હેમા માલિની પહેલી વાર પેટા સાથે જોડાયાં છે. 2009માં પણ મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ક્રૂરતા સામે પેટાની ઝુંબેશમાં તેઓ જોડાયા હતાં. હેમા માલિનીએ જલ્લીકટ્ટૂની રમત ઉપર પ્રતિબંધ મૂકવાની માંણી કરી હતી. હેમા માલિની 2011માં પ્રાણી રક્ષા કાર્ય બદલ પેટા પર્સન ઑફ ધ ઈયર પણ જાહેર થઈ ચુક્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X