pics: દાદૂ પોતે ડ્રાઇવ કરી લાવ્યાં આરાધ્યાની ગિફ્ટ
મુંબઈ, 16 નવેમ્બર : આજે આરાધ્યા બચ્ચનનો જન્મ દિવસ છે. આજે તે પૂરા એક વરસની થઈ ગઈ છે. તેની બર્થ ડે પાર્ટી ખૂબ જ ખાનગી રીતે બચ્ચનના ઘરે ઉજવાઈ રહી છે. સૌને આ દિવસનો આતુરતાપૂર્વક ઇંતેજાર હતો, પરંતુ આ સમારંભને ખૂબ જ ખાનગી રખાયું છે. તેમાં બચ્ચન ફૅમિલી ઉપરાંત ઐશના માતા-પિતા અને શ્વેતા બચ્ચચનો સમગ્ર પરિવાર શામેલ થશે.
બીજી બાજું આરાધ્યાના લવિંગ દાદૂએ પોતાની પૌત્રીને તેના પ્રથમ જન્મ દિવસ પ્રસંગે 24 લાખની બીએમડબ્લ્યૂ કાર ગિફ્ટ કરી છે. આ કાર અમિતાભ બચ્ચન પોતે ડ્રાઇવ કરી ઘર સુધી લાવ્યાં. તેમની સાથે પત્ની જયા બચ્ચન પણ હતાં. દાદૂએ આરાધ્યાના નાનકડા હાથમાં 24 લાખની કારની ચાવી સોંપી તેને વ્હાલપૂર્વક હૅપ્પી બર્થ ડે કહ્યું.
અમિતાભે ટ્વિટર પર આરાધ્યા માટે શુભેચ્છા સંદેશ આપનારાઓના ખૂબ વખાણ કર્યાં અને સૌનો આભાર વ્યક્ત કર્યું. તેમણે જણાવ્યું કે આપના પ્રેમ અને આશીર્વાદની તેને ખૂબ જરૂર છે. આપ લોકોના સ્નેહ હેઠળ તે હંમેશા ફલતી-ફૂલતી રહે.
આવો આપને તસવીરો વડે બતાવીએ આરાધ્યાને આપવામાં આવેલ દાદૂની લવિંગ ગિફ્ટ.

આ રહી કાર
આરાધ્યાના લવિંગ દાદૂએ પોતાની પૌત્રી આરાધ્યાને જન્મ દિવસે ગિફ્ટ કરી છે 24 લાખની બીએમડબ્લ્યૂ કાર.

દાદૂએ ડ્રાઇવ કરી
દાદૂ અમિતાભ પોતે પૌત્રી આરાધ્યા માટે ઘર સુધી કાર ડ્રાઇવ કરી લઈ આવ્યાં.

દાદી પણ સાથે
અમિતાભ સાથે તેમના પત્ની અને આરાધ્યાના દાદી જયા બચ્ચન પણ હતાં.

એક વરસની આરાધ્યા
આજે આરાધ્યા એક વરસની થઈ ગઈ. ઐશ જણાવી ચુક્યાં છે કે આરાધ્યાને પોતાનાઓનો સ્નેહ અને આશીર્વાદ મળે, તેથી અમે ખાનગી પાર્ટી કરીશું.

મમ્મી-પપ્પા જેવી આરાધ્યા
આરાધ્યા પોતાના મમ્મી ઐશ્વર્યા રાય અને પપ્પા અભિષેક બચ્ચન બંને જેવી લાગે છે. આરાધ્યા સૌની લાડકડી છે.

પપ્પાના ખોળામાં
પોતાના પપ્પાના ખોળામાં આરાધ્યા. કદાચ મમ્મી ઐશ પાસે જવા માટે રડી રહી છે.












Click it and Unblock the Notifications
