જાણો 2013માં બૉલીવુડમાં કોની રહી બોલબાલા?
મુંબઈ, 25 ડિસેમ્બર : વર્ષ 2013 બસ થોડાક જ દિવસનું મહેમાન છે. આ વર્ષ દરમિયાન ડોઢ સો કરતા વધુ ફિલ્મો રિલીઝ થઈ. તેમાં કેટલીક ફિલ્મો સુપર હિટ, કેટલીક હિટ, તો અનેક ફિલ્મો ફ્લૉપ રહી. આ ફિલ્મોએ અનેકના કૅરિયરને નવો વળાંક આપ્યો, તો અનેકને નિરાશામાં ધકેલ્યાં.
વર્ષ 2013માં કેટલીક ફિલ્મોએ શાનદાર પ્રદર્શન કરતાં કરોડોની કમાણી કરી, તો કેટલીક ફિલ્મો એવી રીતે સફળ થઈ કે જે વિશે નિર્માતા અને કલાકારોએ પણ વિચાર્યુ નહોતું. આ વર્ષે એવા કલાકારોએ ફિલ્મોમાં એન્ટ્રી કરી કે જેમને જોઈને લાગ્યું કે તેઓ ફિલ્મોમાં કેમ આવ્યાં હશે, તો કેટલાંક કલાકારો એવા પણ હતાં કે જેમણે શાનદાર પ્રદર્શન કર્યું.
ચાલો તસવીરો સાથે જાણીએ વર્ષ 2013માં બૉલીવુડમાં કોની રહી બોલબાલા :

નંબર 1 હીરોઇન
દીપિકા પાદુકોણે (ચારે રિલીઝ ફિલ્મોએ 100 કરોડની કમાણી કરી)

નંબર 1 હીરો
શાહરુખ ખાન (ચેન્નઈ એક્સપ્રેસ)

ફ્લૉપ હીરોઇન
વિદ્યા બાલન (ઘનચક્કર)

ફ્લૉપ હીરો
ઇમરાન ખાન (વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા તથા ગોરી તેરે પ્યાર મેં)

કેમ કર્યો રોલ?
નસીરુદ્દીન શાહ

થોપાયેલી ફિલ્મ
પોલીસગિરી

સૌથી ચર્ચિત સમાચાર
સંજય દત્તને જેલ

સૌથી મોટી બ્રેક-અપ સ્ટોરી
હૃતિક-સુઝાનના છુટાછેડા

સૌથી મોટી ગૉસિપ
રણબીર-કૅટરીનાના લગ્ન

સૌથી ખરાબ ફિલ્મ
નશા

કેવી રીતે કમાવ્યાં સો કરોડ?
ગ્રાન્ડ મસ્તી

સૌથી મસાલેદાર સમાચાર
ઉદય-નરગિસના લગ્નની અફવા

સૌથી મોટો હોબાળો
શાહરુખ ખાન સામે પુત્ર અબરામના લિંગ પરીક્ષણનો આરોપ

ખુશ કરનારી ફેંકૂ ખબર
સલમાન-શાહરુખ વચ્ચે મૈત્રી

સારી, પણ ફ્લૉપ ફિલ્મ
મદ્રાસ કૅફે

શું કામ બનાવાઈ ફિલ્મ?
વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા

મિસ-મૅચ કપલ
શાહિદ-સોનાક્ષી (આર રાજકુમાર)

લવિંગ ઑનસ્ક્રીન કપલ
રણબીર-દીપિકા (યે જવાની હૈ દીવાની)

સૌથી હૉટ કિસ
રણવીર-દીપિકાનું લિપલૉક (રામલીલા)

સૌથી ખરાબ જોડી
સૈફ-સોનાક્ષી (બુલેટ રાજા)

સૌથી ક્રેઝી ચહેરો
સોનાક્ષી સિન્હા

સૌથી બકવાસ ફિલ્મ
ઝંજીર

બહેતરીન કાર્ય
બૉમ્બે ટૉકીઝ

યાદગાર કાર્ય
અમિતાભ બચ્ચન (સત્યાગ્રહ)

દુઃખદ સમાચાર
જિયા ખાનની આત્મહત્યા

સૌને ગમી
ક્રિશ 3

ધૂમની ધૂમ
ધૂમ 3ની ધૂમ












Click it and Unblock the Notifications
