વીવીઆઈપી હસ્તીઓ પહોંચી દાવત-એ-વલીમામાં
મુંબઈ, 19 ઑક્ટોબર : ગુરુવારે રાત્રે સૈફ અલી ખાન અને કરીના કપૂરનું બહુચર્ચિત દાવત-એ-વલીમા સમ્પન્ન થઈ ગયું. તેમાં બૉલીવુડ, રાજકારણ તેમજ રમત-જગતની વીવીઆઈપી હસ્તીઓએ ભાગ લીધો. સૌએ નવયુગલને શુભેચ્છાઓ પાઠવી. સૈફના માતા શર્મિલા ટાગોરે જણાવ્યું કે તેઓ બહુ જ ખુશ છે અને લોકોને ઇલ્તઝા કરે છે કે તેઓ તેમના દીકરા-વહુ માટે ઊપરવાળા પાસે દુઆ માંગે.

આ પાર્ટીમાં કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી, આયોજન પંચના ઉપાધ્યક્ષ મૉન્ટેકસિંહ અહલુવાલિયા, દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિત, ભાજપ નેતા અરુણ જેટલી, રવિશંકર પ્રસાદ, પૂર્વ ક્રિકેટર કપિલ દેવ અને અબ્બાસ અલી બેગ, એસપીના પૂર્વ નેતા અમરસિંહ સહિત બૉલીવુડની નામચીન હસ્તીઓ શામેલ થઈ.
બૉલીવુડના આ હૉટ ગોલ્ડન કપલ સૈફરીનાનું રિસેપ્શન મોઘલાઈ અંદાજમાં ગઈકાલે રાતે પટૌડી પૅલેસે સમ્પન્ન થયું. કાર્યક્રમના ઇવેન્ટ મૅનેજરે જણાવ્યું કે તેમના પુરતા પ્રયત્નો હતાં કે તેઓ એક એવું સ્ટેજ તૈયાર કરે જે નવાબીકાળનું લાગે અને તેઓ તે કરવામાં સફલ રહ્યાં હતાં.












Click it and Unblock the Notifications
