પ્રિવ્યૂ : પિતાની હત્યાનો બદલો લેવા આવે છે હિમ્મતવાલા
મુંબઈ, 28 માર્ચ : હા જી. હિમ્મતવાલા ફિલ્મના પ્રોમો અને ટ્રેલર જોયા પછી ઉત્સુક દર્શકોએ ફિલ્મ રિલીઝના એક દિવસ અગાઉ જ બોલવાનું શરૂ કરી દીધું છે કે સીટી બજાઓ હિમ્મતવાલા આવી ગયો છે. અજય દેવગણ અને તમન્ના ભાટિયાની આ ફિલ્મ આવતીકાલે એટલે કે 29મી માર્ચના રોજ રિલીઝ થવાની છે.
સાજિદ ખાન દિગ્દર્શિત ફિલ્મ હિમ્મતવાલા 1981માં રિલીઝ થયેલ જિતેન્દ્ર અને શ્રીદેવીની હિમ્મતવાલાની રીમેક છે. ફિલ્મમાં જિતેન્દ્રનો રોલ અજય અને શ્રીદેવીનો તમન્ના કરી રહ્યાં છે. તમન્ના ભાટિયા એક તામિળ અભિનેત્રી છે અને બૉલીવુડમાં આ તેમની પ્રથમ ફિલ્મ છે.

વાર્તા : અજય દેવગણ તથા તમન્નાની ફિલ્મ હિમ્મતવાલા એક ગરીબ મહિલાના પુત્રની વાર્તા છે કે જે એક મોટા શહેરમાં રહે છે. તેના પિતા એક ગામમાં સ્કૂલ શિક્ષક હતાં કે જેમને ગામના કેટલાંક ગુંડાઓ મારી નાંખે છે. અજય દેવગણ શહેરથી ગામ પરત ફરે છે પોતાના પિતાની હત્યાનો બદલો લેવા માટે. ફિલ્મમાં ઝરીના વહાબે અજય દેવગણની માતાનો રોલ કર્યો છે. પરેશ રાવલ, મહેશ માંજરેકર તથા અધ્યયન સુમને પણ ફિલ્મમાં મુખ્ય ભૂમિકાઓ ભજવી છે. સોનાક્ષી સિન્હાએ ફિલ્મમાં ડિસ્કો ડાંસ કર્યો છે.
હિમ્મતવાલા ફિલ્મ આવતીકાલે થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના પ્રમોશન માટે અજય અને તમન્નાએ ઘણી મહેનત કરી છે. ટેલીવિઝનના વિવિધ શોમાં પણ બંને કલાકારોએ ફિલ્મને પ્રમોટ કરવાના પ્રયત્નો કર્યાં. નચ બલિયેના સેટ ઉપર અજય દેવગણ અને તમન્નાએ હિમ્મતવાલાનું પ્રમોશન કર્યુ હતું, તો ગઈકાલે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં પણ અજય અને સાજિદે ફિલ્મનું પ્રમોશન કર્યું.
-
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Mumbai Gold Siver Rate Today: બજાર ખુલતાં જ સોનું થયું ધડામ, ચાંદીનો ભાવ પણ ઘટ્યો -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026





Click it and Unblock the Notifications
