For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સલમાન ખાનને છોડી મુકવાના નિર્ણય વિરુદ્ધ આજે સુનવણી

ફિલ્મ અભિનેતા સલમાન ખાનની મુસીબતો વધી શકે છે. વર્ષ 2002 મુંબઈ હિટ એન્ડ રન કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં તેની સુનાવણી થવાની છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ફિલ્મ અભિનેતા સલમાન ખાનની મુસીબતો વધી શકે છે. વર્ષ 2002 મુંબઈ હિટ એન્ડ રન કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં તેની સુનાવણી થવાની છે. આ સુનવણી સલમાન ખાનને છોડી મુકવાના નિર્ણય વિરુદ્ધ થવા જઈ રહી છે. આપણે જણાવી દઈએ કે મુંબઈ હાઇકોર્ટ ઘ્વારા સલમાન ખાનને હિટ એન્ડ રન કેસમાં છોડી મુકવામાં આવ્યો હતો. મુંબઈ હાઇકોર્ટના નિર્ણય વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકારે અરજી દાખલ કરી હતી.

આપણે જણાવી દઈએ કે હિટ એન્ડ રન ઘટના 28 ઓક્ટોબર 2002 દરમિયાન છે. જેમાં સલમાન ખાનની કાર લેન્ડક્રુઝર મુંબઈના બાંદ્રા વિસ્તારના એક દુકાન બહાર રસ્તા કિનારે સુઈ રહેલા 5 લોકો પર ચડી ગયી હતી. જેમાં એક વ્યક્તિની મૌત થયી અને અન્ય ચાર લોકો ઘાયલ થયા હતા. આ ઘટના થયા પછી સવારે ત્રણ વાગ્યે પોલીસ જગ્યા પર પહોંચી પોલીસે સલમાન ખાનની સવારે જ ધરપકડ કરી. પરંતુ પોલીસ સ્ટેશન થી જ સલમાન ખાનને જામીન મળી ગયા.

સલમાન ખાન પર લાગેલી ધારાઓ

સલમાન ખાન પર લાગેલી ધારાઓ

સલમાન ખાન પર ધારા 304 (એ), ધારા 279, ધારા 337 અને ધારા 338 નો કેસ નોંધવામાં આવ્યો હતો.

ડ્રાઈવર સીટથી એટલા માટે ઉતાર્યા કારણકે

ડ્રાઈવર સીટથી એટલા માટે ઉતાર્યા કારણકે

આરોપ લાગ્યો હતો કે સલમાન ખાન દારૂ પીને ગાડી ચલાવી રહ્યો હતો. સલમાન ખાન તરફથી જણાવવામાં આવ્યું કે તેઓ જગ્યાથી ભાગ્યા નથી પરંતુ તેમને લોકોની મદદ કરી હતી. ડ્રાઈવર સીટથી એટલા માટે ઉતાર્યા કારણકે બીજી બાજુ દરવાજો જામ થઇ ગયો હતો.

સલમાન ખાનને બધા જ આરોપોમાંથી મુક્ત

સલમાન ખાનને બધા જ આરોપોમાંથી મુક્ત

મુંબઈની સત્ર અદાલત ઘ્વારા સલમાન ખાનને દોશી માન્યો. પરંતુ જેલ જવાથી બચવા માટે સલમાન ખાને સ્ટે ઓર્ડર લઇ લીધો. ત્યારપછી સલમાન ખાને પોતાની સજા વિરુદ્ધ હાઇકોર્ટમાં અપીલ કરી. જેમાં 10 ડિસેમ્બર 2016 દરમિયાન હાઇકોર્ટ ઘ્વારા સલમાન ખાનને બધા જ આરોપોમાંથી મુક્ત કર્યો હતો.

English summary
Hit Run case salman khan supreme court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X