રાગિણી એમએમએસ 2માં સન્નીના હુશ્નમાં હનીના સુરનો તડકો!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 13 જાન્યુઆરી : આજકાલ હુશ્નની મલ્લિકા સન્ની લિયોન આવનાર ફિલ્મ રાગિણી એમએમએસ 2 અંગે ચર્ચામાં છે. જાણવા મળે છેકે સન્ની લિયોન આ ફિલ્મમાં પૉપ સ્ટાર હની સિંહ સાથે નજરે પડશે. એકતા કપૂરની આ ફિલ્મમાં હની સાથે સન્નીનું એક ઉછાળા મારતું ડાન્સ નંબર હશે. જોકે હજી તેની પુષ્ટિ નથી થઈ, પણ ચર્ચા છે કે એકતા કપૂર નિર્મિતા રાગિણી એમએમએસની સિક્વલ રાગિણી એમએમએસ 2માં હની-સન્ની સાથે નજરે પડનાર છે.

નોંધનીય છે કે પોર્ન સ્ટારમાંથી અભિનેત્રી બનનાર સન્ની લિયોન રાગિણી એમએમએસ 2 ફિલ્મ આવતા પહેલા જ ચર્ચામાં આવી ગયાં છે. ફિલ્મના ટીઝરને માત્ર 5 દિવસમાં જ 30 લાખ લોકોએ જોઈ લીધું છે અને તેનાથી ફિલ્મની આખી ટીમ ખુશ છે. તેમને હવે વિશ્વાસ થઈ ગયો છે કે ફિલ્મ સુપર હિટ થશે. વર્ષ 2011ની હિટ ફિલ્મ રાગિણી એમએમએસની સિક્વલ રાગિણી એમએમએસ 2માં સન્ની લિયોન ઉપરાંત સંધ્યા મૃદુલ લીડ રોલમાં છે.

આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

સન્ની-સંધ્યાનું લિપલૉક

સન્ની-સંધ્યાનું લિપલૉક

ફિલ્મનું ટીઝરઆઉટ થતા પહેલા સન્નીએ ટ્વિટર પર લખ્યુ હતું -રાગિણી એમએમએસ 2માં મેં ટેલીવિઝન અભિનેત્રી સંધ્યા મૃદુલ સાથે ખૂબ જ હૉટ ઇંટીમેટ સીન્સ આપ્યાં છે. આ સીન કરતાં મજા પડી. મને લાગે છે કે આ સીન્સને લોકો જરૂર પસંદ કરશે.

લેસ્બિયન એમએમએસ

લેસ્બિયન એમએમએસ

સન્નીની આ હૉરર ફિલ્મ લેસ્બિયન એમએમએસ પર આધારિત છે. નિર્માણ એકતા કપૂર કરે છે. 2010ની હિટ ફિલ્મ રાગિણી એમએમએસની સિક્વલમાં સન્નીએ બૉલીવુડ અભિનેત્રીનો રોલ કર્યો છે.

નો ડબિંગ એટ ઑલ

નો ડબિંગ એટ ઑલ

રાગિણી એમએમએસ 2માં પ્રથમ વાર સન્નીનો અસલ અવાજ હશે. સન્નીએ ફિલ્મમાં કોઈ પણ સીન કરવા માટે ડબિંગનો સહારો લીધો નથી.

માર્ચમાં રિલીઝ

માર્ચમાં રિલીઝ

રાગિણી એમએમએસ 2 ફિલ્મ 21મી માર્ચે રોજ રિલીઝ થશે.

ફર્સ્ટ લુક ઉત્તેજક

ફર્સ્ટ લુક ઉત્તેજક

રાગિણી એમએમએસ 2નો ફર્સ્ટ લુક ખૂબ જ ઉત્તેજક છે. વીડિયો ઉપર ક્લિક કરો. ખાત્રી થઈ જશે કે અમે ખોટું નથી કહેતાં.

હુશ્નમાં સુરનો તડકો

હુશ્નમાં સુરનો તડકો

હવે નવા સમાચાર એ આવે છે કે રાગિણી એમએમએસ 2માં હની સિંહ સન્ની લિયોન સાથે આયટમ સૉંગ કરવાના છે. જો એવુ થાય, તો સન્નીના હુશ્નમાં હનીના સુરનો તડકો લાગશે.

English summary
Honey Singh will be doing a special promotional song for 'Ragini MMS 2' called 'Chaar Bottle.This Film is Produced by Ekta Kapoor.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.