
બોલિવૂડ સ્ટાર રાજનીતિમાં કેટલા સફળ? જાણો શું કહે છે ઈતિહાસ?
બોલિવૂડ અને રાજનીતિનો જૂનો સંબંધ રહ્યો છે. ઘણા ફિલ્મી સ્ટાર બોલિવૂડમાં સફળ થયા બાદ રાજનીતિ તરફ વળ્યા છે. હાલમાં પણ ઘણા બધા ફિલ્મી સ્ટાર રાજનીતિ કરી રહ્યા છે. રાજનીતિમાં આવેલા ઘણા ફિલ્મી સ્ટાર સફળ થયા છે તો ઘણા નિષ્ફળ પણ રહ્યા છે. આજે આપણે બોલિવૂડના કેટલાક એવા સ્ટારની વાત કરવાના છીએ, જે ફિલ્મો બાદ રાજનીતિ તરફ વળ્યા.

ધર્મેન્દ્ર
ધર્મેન્દ્ર પણ એ બોલિવૂડ સ્ટારમાં સામેલ છે, જે રાજનીતિમાં આવ્યા અને રાજનીતિ છોડી પણ દીધી. ધર્મેન્દ્રએ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી અને જીત બાદ રાજકારણથી દૂરી બનાવી લીધી.

અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન એક સમયે રાજીવ ગાંધીના નજીક મનાતા હતા. તેઓ 1984માં કોંગ્રેસની ટિકિટ પર અલ્હાબાદ બેઠક પરથી સંસદની ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. જો કે તેઓએ રાજીનામું આપી દીધુ અને રાજનીતિ છોડી દીધી.

સની દેઓલ
સની દેઓલે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી. તે હાલ પંજાબના ગુરૂદાસપુરથી બીજેપીના સાંસદ છે.

જયા પ્રદા
જયાપ્રદા બે વખત રામપુરથી સાંસદ રહી ચૂકી છે. તેણે ટીડીપીના સભ્ય તરીકે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ તે સમાજવાદી પાર્ટીમાં ગઈ. હાલ તેઓ ભાજપના નેતા છે.

વિનોદ ખન્ના
વિનોદ ખન્ના એક સમયે બીજેપીના જાણીતા નેતા રહ્યા છે. તેઓ ભાજપની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી જીત્યા હતા. વિનોદ ખન્નાને અટલ બિહારી વાજપેયીની સરકારમાં કેન્દ્રીય મંત્રી પણ રહ્યા છે.

રાજેશ ખન્ના
રાજેશ ખન્ના પણ રાજનીતિ કરી ચુક્યા છે. રાજેશ ખન્નાએ 1991માં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી. તેઓ આ ચૂંટણીમાં હાર્યા હતા. જો કે તે બાદ પેટા ચૂંટણીમાં જીત મેળવી હતી.

જયા બચ્ચન
અમિતાભ બચ્ચનની પત્ની અને અભિનેત્રી જયા બચ્ચન સમાજવાદી પાર્ટીના મોટા નેતા છે. જયા બચ્ચન રાજ્યસભાના સાંસદ પણ છે. જયા બચ્ચનનું રાજનીતિમાં મોટુ નામ છે.

ગોવિંદા
ગોવિંદાએ કોંગ્રેસની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી હતી. જો કે તે પછી ગોવિંદાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું.

ઉર્મિલા માતોંડકર
ઉર્મિલા માતોંડકર કોંગ્રેસની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી ચુકી છે. તેને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હાર બાદ તેને રાજનીતિ અને પાર્ટી છોડી દીધી અને શિવસેનામાં જોડાઈ હતી.