For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સલમાનને સાપ કેવી રીતે કરડ્યો? અભિનેતાએ ખુદ આપ્યો એનો જવાબ

સલમાન ખાને સાપ મુદ્દે પોતાનુ મૌન તોડ્યુ છે અને આખા કિસ્સા વિશે માહિતી આપી છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનનો આજે જન્મદિવસ છે અને તેના ફેન્સ રાતે 12 વાગ્યાથી જ તેને બર્થડે વિશ કરી રહ્યા છે પરંતુ જન્મદિવસ પહેલા સલમાન ખાન સાથે એક દૂર્ઘટના બની ગઈ જેના કારણે તેણે 6 કલાક હૉસ્પિટલમાં રહેવુ પડ્યુ. વાસ્તવમાં સલમાન ખાનને શનિવારે મોડી રાતે એક સાપ કરડી ગયો હતો. જેના કારણે તે હૉસ્પિટલમાં પહોંચ્યો હતો. સલમાન ખાન સાથે આ દૂર્ઘટના તેના પનવેલવાળા ફાર્મ પર બની જ્યાં તે પોતાની ફેમિલી સાથે ક્રિસમસ અને પોતાનો જન્મદિવસ ઉજવવા માટે પહોંચ્યો હતો.

સલમાન ખાને તોડ્યુ મૌન

સલમાન ખાને તોડ્યુ મૌન

સલમાન ખાનને સાપ કરડી ગયો છે એ વાત સામે આવતા જ હોબાળો મચી ગયો અને તેના ફેન્સમાં ખળભળાટ થઈ ગયો. જો કે હૉસ્પિટલમાં 6 કલાક પસાર કર્યા બાદ સલમાન ખાનને રજા આપી દેવામાં આવી અને તે પોતાના ફાર્મ હાઉસ પર પાછા આવી ગયા અને હાલમાં પોતાના પરિવારવાળા સાથે ઠીક છે. પોતાના ફેન્સની ચિંતાને જોતા હવે સલમાન ખાને આ મુદ્દે પોતાનુ મૌન તોડ્યુ છે અને આખા કિસ્સા વિશે માહિતી આપી છે.

મને ત્રણ વાર સાપ કરડ્યોઃ સલમાન ખાન

મને ત્રણ વાર સાપ કરડ્યોઃ સલમાન ખાન

સલમાન ખાને કહ્યુ કે, 'મારા ફાર્મ હાઈસમાં એક સાપ ઘૂસી આવ્યો હતો, હું એને દંડાની મદદથી બહાર લઈને ગયો પરંતુ ધીમે-ધીમે તે મારા હાથ પર ચડી ગયો, મે તેને ઝટકવાની કોશિશ કરી પરંતુ આ દરમિયાન તે મને ત્રણ વાર કરડી ગયો. મને લાગ્યુ કે તે ઝેરી હતો. હું તરત જ હૉસ્પિટલ પહોંચ્યો. ત્યાં હું 6 કલાક સુધી ભરતી રહયો. હાલમાં હું ઠીક છુ અને ઘરે છુ.' તમને જણાવી દઈએ કે સલમાન ખાનને જે સાપ કરડ્યો તે ઝેરી નહોતો માટે સલમાન ખાનને વધુ નુકશાન થયુ નહિ.

કરિયરની શરુઆત ફિલ્મ 'બીવી હો તો એસી'થી થઈ હતી

કરિયરની શરુઆત ફિલ્મ 'બીવી હો તો એસી'થી થઈ હતી

તમને જણાવી દઈએ કે સલમાન ખાનનો જન્મ 27 ડિસેમ્બર, 1965ના રોજ ઈન્દોરમાં થયો હતો. તેનુ આખુ નામ અબ્દુલ રાશિદ સલમાન ખાન છે. તેણે પોતાના કરિયરની શરુઆત ફિલ્મ 'બીવી હો તો એસી'માં એક સહાયક અભિનેતા તરીકે કરી હતી પરંતુ તેને ઓળખ મળી રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ મેને પ્યાર કિયાથી કે જે તેમની પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મ દ્વારા સલમાન ખાન રાતોરાત સ્ટાર બની ગયા અને ત્યારબાદ તેમણે એકથી એક ચડિયાતી હિટ ફિલ્મો બૉલિવુડને આપી.

બૉલિવુડના ભાઈજાન છે સલમાન ખાન

જેમાં હમ આપકે હે કૌન, હમ સાથ-સાથ હે, તેરે નામ, વોન્ટેડ, પાર્ટનર, જાનમ સમજા કરો, પ્યાર કિયા તો ડરના ક્યા, મેને પ્યાર ક્યોં કિયા, બજરંગી ભાઈજાન, દબંગ, દબંગ 2, દબંગ 3, કિક જેવી હિટ ફિલ્મો શામેલ છે. સલમાન ખાને 2008માં ટીવી શો 10 કા દમ હોસ્ટ કર્યો હતો અને ત્યારબાદ વર્ષ 2010માં તેણે બિગ બૉસ 4 હોસ્ટ કર્યો જેણે તેની લોકપ્રિયતામાં વધારો કરી દીધો. ત્યારબાદ સલમાન ખાન અને બિગ બૉસ એકબીજાના પર્યાય બની ગયા છે. તે બિગ બૉસના 8, 9, 10, 11, 12, 13, 14 સિઝનને હોસ્ટ કરી ચૂક્યા છે અને હાલમાં 15મી સિઝન હોસ્ટ કરી રહ્યા છે.

English summary
How the snake bite Salman? The actor himself gave the answer
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X