For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : હૃતિકની સફળ બ્રેન સર્જરી, મિત્રો-પરિજનો ખડેપગે

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 8 જુલાઈ : હૃતિક રોશનની બ્રેન સર્જરી સફળતાપૂર્વક થઈ ગઈ છે. મુંબઈની હિન્દુજા હૉસ્પિટલમાં હૃતિકની સર્જરી દરમિયાન તેમનો આખો પરિવાર એટલે કે પિતા રાકેશ રોશન, પત્ની સુઝાન રોશન સાથે હતાં. ગઈકાલે થયેલી સર્જરી બાદ હવે હૃતિકને આગામી 48 કલાક દરમિયાન હૉસ્પિટલમાંથી રજા મળી શકે છે.

હૃતિક રોશનની બ્રેન સર્જરી અંગે મીડિયામાં ખૂબ હલચલ છે, પરંતુ સૌને એ વાતનો સંતોષ છે કે હૃતિકની સર્જરી બહુ ક્રિટિકલ નહોતી અને તેથી જ તેમની સર્જરી ભારતમાં કરાઈ. સર્જરી ગઈકાલે સાંજે શરૂ થઈ. હૃતિક રોશનને બપોરે 2-3 વાગ્યે હિન્દુજા હૉસ્પિટલે દાખલ કરયા અને ત્યાં તેમની ઉપર સર્જરી કરાઈ. હૃતિક રોશને પોતાની બ્રેન સર્જરી અગાઉ ફેસબુક ઉપર પણ બે સ્ટેટસ અપડેટ કર્યાં.

હૉસ્પિટલ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હૃતિક રોશન હવે સાજા છે અને ટુંકમાં જ પોતાના પરિવાર સાથે ઘરે પરત ફરશે. તેમની બ્રેન સર્જરીના પગલે સિદ્ધાર્થ આનંદની બૅંગ બૅંગ ફિલ્મનું શૂટિંગ થોડુક આગળ વધારી દેવાયું છે. હાલ હૃતિકની ક્રિશ 3 ફિલ્મ તૈયાર છે. તાજેતરમાં જ ફિલ્મના ગીતોનું ડબિંગ પણ પૂર્ણ થઈ ગયું છે.

આવો તસવીરો સાથે જાણીએ હૃતિકની બીમારી અને હૉસ્પિટલે ખડેપગે રહેનારાઓ અંગે :

ફૅન્સ ખુશ

ફૅન્સ ખુશ

7મી જુલાઈની સાંજે થયેલ હૃતિકની બ્રેન સર્જરી બાદ હૃતિકના ફૅન્સ ખુશ છે.

મિત્રો-પરિજનો ખડેપગે

મિત્રો-પરિજનો ખડેપગે

હૃતિકની સર્જરી દરમિયાન તેમના પરિજનો ઉપરાંત બૉલીવુડના મિત્રો પણ ખડેપગે હૉસ્પિટલે હાજર રહ્યા હતાં.

સુઝાને કહ્યું થૅંક્સ

સુઝાને કહ્યું થૅંક્સ

સર્જરી બાદ હૃતિકના પત્ની સુઝાને હૃતિકના તમામ ફૅન્સને થૅંક્સ કહ્યું. હૃતિક પોતાની સર્જરી બાદ વધુ મજબૂત થઈ બહાર આવશે.

મગજમાં બ્લડ ક્લૉટ

મગજમાં બ્લડ ક્લૉટ

હૃતિકના મગજમાં એક બ્લડ ક્લૉટ હતો કે જેને કાઢવા માટે આ સર્જરી જરૂરી હતી.

શૂટિંગ દરમિયાન ઈજા

શૂટિંગ દરમિયાન ઈજા

હૃતિકને થોડાંક દિવસ અગાઉ બૅંગ બૅંગ ફિલ્મના શૂટિંગ દરમિયાન માથામાં ઈજાપહોંચી હતી અને તેથી આ સર્જરી કરાવવી પડી.

ફેસબુક પર માહિતી

ફેસબુક પર માહિતી

હૃતિકે ફેસબુક પર પોસ્ટ કર્યું છે - આપણા સૌને ખબર છે કે આપણે પોતાના મગજનો યૂઝ કરી જ પોતાના જીવનમાં ખુશીઓ લાવીએ છીએ. મેં પણ પોતાને પ્રાપ્ત આ શ્રેષ્ઠ ગિફ્ટ યૂઝ કરી પોતાના જીવનને ખુશહાલ બનાવ્યું છે. મગજ આપણને જોવા, સાંભળવા, અનુભવવા, સૂંઘવા અને સ્વાદ લેવાની શક્તિ આપે છે.

આજે મારી સર્જરી છે

આજે મારી સર્જરી છે

હૃતિકે લખ્યું - મગજ આપણને ભયનો સામનો કરવાની અને તેવી ચીજો કરવાની હિમ્મત આપે છે કે જે કરવા અંગે આપણે વિચારી પણ નથી શકતાં. કદાચ હવે સમય આવી ગયો છે કે જ્યારે હું આ શક્તિને વધુ અનુભવી શકું. આજે મારી બ્રેન સર્જરી છે અને હું આપને વિશ્વાસ અપાવુ છું કે હું વહેલામાં વહેલી તકે સાજો થઈ પાછો આવીશ. સૌને પ્રેમ.

ફૅન્સે કરી દુઆઓ

ફૅન્સે કરી દુઆઓ

7મી જુલાઈને સવારથી જ હૃતિકના ફૅન્સે તેમના માટે દુઆઓ કરવાની શરૂ કરી દીધી હતી.

સોશિયલ નેટવર્ક પર છવાયાં

સોશિયલ નેટવર્ક પર છવાયાં

સર્જરીના પગલે હૃતિક રોશન સોશિયલ નેટવર્ક પર છવાઈ ગયાં. ફૅન્સે સર્જરી અંગે સોશિયલ નેટવર્ક દ્વારા પોતાની દુઆઓ અને શુભેચ્છાઓ વ્યક્ત કરી.

English summary
Hrithik Roshan, one of the reigning stars of the Hindi film industry underwent a brain surgery on July 7, 2013, at Hinduja Hospital. After Hrithik Roshan's success full surgery Suzanne Roshan thanked all the fans for their love and prayer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X