હોટ એક્ટ્રેસે હૃતિકને કહ્યાં મેન્ટર, હૃતિકે પૂછ્યું તમે કોણ?

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડના ગ્રીક ગોડ હૃતિક રોશન ની ફીમેલ ફેન ફોલોઇંગ ઘણી મોટી છે, પરંતુ હૃતિકની એક નવી ફેને તેને મુસીબતમાં મૂકી દીધો હતો. આ નવી ફેન તથા એક્ટ્રેસે પોતાના એક ઇન્ટરવ્યૂમાં હૃતિકને પોતાના મેન્ટર કહ્યાં હતા. મૂંઝાયેલા હૃતિકે આખરે આ એક્ટ્રેસને ટ્વીટર પર જ પૂછી લીધું કે, તમે કોણ છો અને ખોટું શા માટે બોલી રહ્યાં છો?

એન્જેલા ક્રિસ્લિંસ્કી

એન્જેલા ક્રિસ્લિંસ્કી

હૃતિકની આ નવી ફેન એક સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ છે, જેનું નામ છે એન્જેલા ક્રિસ્લિંસ્કી. તે હૃતિક સાથે એક-બે ટીવી કોમર્શિયલ્સમાં કામ કરી ચૂકી છે. હાલમાં જ ઓપ્પોની એડમાં તે હૃતિક સાથે જોવા મળી હતી. જે પછી તે હૃતિકને પોતાના ખાસ મિત્ર અને મેન્ટર માની બેઠી, જ્યારે હૃતિકને આ અંગે કોઇ જાણકારી નથી.

શું છે મામલો?

શું છે મામલો?

વાત કંઇ એમ બની કે, આ સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ એન્જેલાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, હૃતિક રોશન તેના ખૂબ સારા મિત્ર છે અને દરેક સ્ટેપમાં તેને મેન્ટર કરે છે. ત્યાર બાદ આ જ હેડલાઇન સાથે ખબર પણ છપાઇ ગઇ. હૃતિક રોશન પોતે આ હેડલાઇન જોઇને મૂંઝવણમાં પડી ગયો.

હૃતિકે ટ્વીટર પર પૂછ્યો સવાલ

લાગે છે કે, હૃતિકને પોતાના મેન્ટર કે ગુરૂ માની બેઠેલી એન્જેલા હૃતિકને કદાચ યાદ જ નથી. આથી તેણે એન્જેલાના ઇન્ટવ્યૂનો ફોટો ટ્વીટર પર પોસ્ટ કરતાં તેને પૂછ્યું કે, માય ડિયર લેડી, તમે કોણ છો અને ખોટું શા માટે બોલી રહ્યાં છો?

હૃતિક છે કનફ્યૂઝ

હૃતિક છે કનફ્યૂઝ

હૃતિકના ટ્વીટ પરથી સ્પષ્ટ છે કે, તે એન્જેલા અંગે કંઇ જ જાણતો નથી અને આથી જ્યારે તેણે એન્જેલાનો ઇન્ટરવ્યૂ વાંચ્યો તો તે મૂંઝાઇ ગયો હતો. હૃતિકને પોતાનો મેન્ટર, મિત્ર, ગુરૂ કહેનાર લેડીને હૃતિકે આખરે ટ્વીટર પર જ પૂછી લીધું કે, તમે કોણ છો? આ કારણે એન્જેલાને કદાય આઘાત લાગ્યો હશે.

કોણ છે એન્જેલા ક્રિસ્લિંસ્કી?

કોણ છે એન્જેલા ક્રિસ્લિંસ્કી?

સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ એન્જેલા ક્રિસ્લિંસ્કી સાઉથની અનેક ફિલ્મો અને ઇવેન્ટ્સમાં દેખાઇ ચૂકી છે. તે જલ્દી જ પુરી જગન્નાથની આગામી ફિલ્મ 'રોગ'માં જોવા મળશે. તે થોડા સમય પહેલાં જ અનુષ્કા શેટ્ટીની ફિલ્મ 'સાઇઝ ઝીરો'માં પણ જોવા મળી હતી. તે ફિલ્મોમાં આઇટમ ડાન્સ પણ કરી ચૂકી છે.

શું કહ્યું હતું ઇન્ટરવ્યૂમાં?

શું કહ્યું હતું ઇન્ટરવ્યૂમાં?

હૃતિક સાથે બે એડ ફિલ્મોમાં કામ કરી ચૂકેલ એન્જેલાએ આ વાત ખૂબ ગર્વ સાથે પોતાના ડીએનએ ના ઇન્ટરવ્યૂમાં વર્ણવી હતી. તેણે કહ્યું હતું કે, મેં હૃતિક સાથે બે એડ ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમણે મને મારા કરિયરમાં યોગ્ય પસંદગી કરવામાં મદદ કરી છે.

એન્જેલાની વાતો પરથી હૃતિકને યાદ આવ્યું સ્પેન

એન્જેલાની વાતો પરથી હૃતિકને યાદ આવ્યું સ્પેન

એન્જેલાના માતા-પિતા સ્પેન તથા પોલેન્ડના છે. તેણે પોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, જ્યારે મેં હૃતિકને કહ્યું કે, હું હાફ સ્પેનિશ છું, તો તેમને પણ સ્પેન યાદ આવી ગયું હતું. તેણે આગળ કહ્યું કે, હૃતિક ખૂબ સપોર્ટિવ છે અને તેમણે મને એક્ટિંગ ટિપ્સ પણ આપી છે.

હૃતિકે મારી આંખો વિશે કર્યો હતો સવાલ

હૃતિકે મારી આંખો વિશે કર્યો હતો સવાલ

હૃતિક સાથેની બીજી એડ ફિલ્મની શૂટિંગ યાદ કરતાં તેણે જણાવ્યું હતું કે, ત્યારે મને લાગેલું કે હૃતિક મને ભૂલી ગયા હશે, કારણ કે તેઓ એક સુપરસ્ટાર છે અને અનેક મોડેલ્સ સાથે કામ કરતા હોય છે. પરંતુ તેમણે મારી સાથે રમૂજ કરતાં પૂછ્યું હતું કે, તારી આંખોનો રંગ અસલી છે?

ફિલ્મ માટે સાઇન કરશે હૃતિક

ફિલ્મ માટે સાઇન કરશે હૃતિક

આટલું ઓછું હોય એમ એન્જેલાએ ઉત્સાહમાં આવીને ઇન્ટરવ્યૂમાં ત્યાં સુધી કહી દીધું કે, હૃતિક રોશન તેને પોતાની એક ફિલ્મમાં સાઇન કરવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે. તેણે કહ્યું કે, હું એમની સાથે ફરી કામ કરવા આતુર છું. હું તેમને મારા ગુરૂ માનું છું અને આથી તેમને મારી બધી વાતો કહું છું.

એન્જેલાનો માફી પત્ર

જો કે, ટ્વીટર પર હૃતિકનો સવાલ વાંચ્યા બાદ કદાચ એન્જેલાને પોતાની ભૂલ સમજાઇ હશે. તેણે ખૂબ સીધા અંદાજમાં આ તમામ વાતો અને તેના કારણે ઊભી થયેલી મુસીબત માટે હૃતિકની માફી માંગી છે. તેણે લખ્યું છે, 'સર, હું તમારી ખૂબ રિસ્પેક્ટ કરું છું તથા આવી મિસલિડિંગ હેડલાઇન માટે માફી માંગુ છું. તમારા લોખો ફેનની જેમ હું પણ તમારી એક્ટિંગની ફેન છું. મેન્ટરથી મારો અર્થ હતો કે, એક એવા વ્યક્તિ જેમણે મને લાઇફમાં સાચી દિશામાં જવાની પ્રેરણા આપી છે.' એન્જેલાએ પોતાના માફી પત્રમાં આખો કિસ્સો વર્ણવ્યો છે તથા તેને કારણે ઊભી થયેલી મુસીબત માટે માફી માંગી છે.

English summary
Confused Hrithik Roshan asked a south Indian actress on twitter, Who are you and why are you lying?
Please Wait while comments are loading...