મીના કુમારીના જીવન પર બનશે ફિલ્મ, હુમા બનશે ટ્રેજેડ ક્વીન
મુંબઈ, 3 ઑક્ટોબર : ભટ્ટી ઑન છુટ્ટી તથા મિત્તલ વર્સિસ મિત્તલ જેવી ફિલ્મોનું દિગ્દર્શન કરનાર કરણ રાઝદાન હવે મહાન અભિનેત્રી મીના કુમારીના જીવન પર આધારિત ફિલ્મ બનાવવા માંગે છે. આ રોલ માટે તેઓ અભિનેત્રી હુમા કુરૈશીને લેવાનું વિચારી રહ્યાં છે.

મોટા પડદે એક આદર્શ ભારતીય સ્ત્રી તરીકે દેખાનાર મીનાએ દાયરા, સાહિબ બીવી ઔર ગુલામ જેવી ફિલ્મોમાં દર્દભર્યા રોલ કરી ટ્રેજેડી ક્વીનની ઉપાધિ મેળવી હતી. સંજોગોવશાત તેમના અંગત જીવનમાં પણ દુઃખો અને તકલીફો ઓછી નહોતી. 35 વર્ષની નાની વયમાં લીવર સિસોરિસ નામની બીમારીના કારણે તેઓનું નિધન થઈ ગયુ હતું.
કરણ રાઝદાને જણાવ્યું - મેં ચાર વર્ષ શોધ કરવા, વાર્તા લખવા તથા સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં પસાર કર્યાં. અમે હજી સ્ક્રિપ્ટ પૂર્ણ કરી છે અને અમે આવતા વર્ષના આરંભે ફિલ્મનું શૂટિંગ કરી દઇશું. મીના કુમારીનું જીવન તથા તેમની યાત્રા ખૂબ જ મનોહર રહી છે.
તેમણે જણાવ્યું - અમે મીના કુમારી તરીકેનો રોલ ભજવવા માટે એવી અભિનેત્રી ઇચ્છીએ છીએ કે જે આ ભૂમિકા સાથે ન્યાય કરી શકે. મને લાગે છે કે આ બાબતમાં હુમા કુરૈશી ફિટ બેસશે. હજી અમે તેમની સાથે સમ્પર્ક સાધ્યો નથી, પણ ટીમ ટુંકમાં જ હુમા જોડે વાત કરશે. કરણ રાઝદાન પોતાના પુસ્તક તંત્ર એન્ડ ધ તંત્રિકાથી ખુશ છે. તેમણે જણાવ્યું કે આ પુસ્તક કળા તથા વિજ્ઞાન ઉપર માહિતી આપનાર પુસ્તક છે.












Click it and Unblock the Notifications
