રેસ 3ની અભિનેત્રીએ કહ્યું – “જે કંઈ પણ છું, સલમાન ખાનના કારણે જ છું..”

ફિલ્મ વિશે વાત કરતા જેક્લીને કહ્યું, “હું આજે જે કંઈ પણ છું, તે સલમાન ખાનના કારણે જ છું”

આ નિવેદન આપ્યું છે રેસ 3ની હિરોઈન જેકલીન ફર્નાન્ડિઝે. રેસ 3ના ટ્રેલર લોંચ દરમિયાન પ્રોડ્યુસર રમેશ તૌરાનીએ ખુલાસો કર્યો કે આ ફિલ્મમાં જેક્લીનનું પાત્ર મહત્વનું છે, કહી શકાય કે ખાસ છે. તો, ફિલ્મ વિશે વાત કરતા જેક્લીને કહ્યું, “હું આજે જે કંઈ પણ છું, તે સલમાન ખાનના કારણે જ છું”. યાદ કરાવી દઈએ કે રેસ 3 પહેલા સલમાન ખાન અને જેકલીનની જોડીએ 'કિક’ જેવી હિટ ફિલ્મ આપી છે.

તો, ડિસેમ્બર 2019માં રિલીઝ થનારી સાજિદ નડિયાદવાલાની કિક 2માં પણ આ જોડી ફરી દેખાય તેવી શક્યતા છે. રેસ 3ની વાત કરીએ તો ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે અને તેને ધમાકેદાર રિસ્પોન્સ મળી રહ્યા છે. ખાસ કરીને સલમાનના ફેન્સને ટ્રેલર ખૂબ જ પસંદ આવ્યુ છે. ફિલ્મ ઈદ પર ધૂમ મચાવશે તેમાં કોઈ બેમત નથી.

ફિલ્મના ટ્રેલર પરથી દેખાય છે કે ફિલ્માં જોરદાર એક્શન સિકવન્સ જોવા મળશે. તો ખાસ વાત એ છે કે રેસ 3 થ્રીડીમાં પણ રિલીઝ થઈ રહી છે. દર્શકોને લોકેશન એક્શનનો ખાસ આનંદ મળી શક્શે.

સલમાન છે ફરિશ્તા

સલમાન છે ફરિશ્તા

બોબી દેઓલે પણ સલમાન ખાનના વખાણ કર્યા. મીડિયા સાથેની વાતચીતમાં બોબી દેઓલે કહ્યું કે સલમાન ખાન મારા માટે કોઈ ફરિશ્તાથી કમ નથી. તો સલમાને કહ્યું કે બોબી દેઓલ હવે બોબી દેઓલ બન્યા છે.

અનિલ કપૂર

અનિલ કપૂર

અનિલ કપૂરે કહ્યું કે આ ફિલ્મના થ્રીડી ટ્રેલરમાં હું પોતાની જાતને અને આખી ટીમને જોઈને ચોંકી ઉઠ્યો હતો.

જેક્લનીનની ભૂમિકા

જેક્લનીનની ભૂમિકા

આ ફિલ્મમાં પોતાના રોલ વિશે જેક્લીને કહ્યું કે ફિલ્મમાં ડેઝી શાહ સાથે મારી કેટ ફાઈટ છે. મને લાગતુ હતુ કે હું આ રોલ નહીં કરી શકુ.

નથી જોઈ રેસ

નથી જોઈ રેસ

સલમાને એવું નિવેદન આપ્યું કે તમામ લોકો ચોંકી ગયા. ટ્રેલર લોન્ચ દરમિયાન સલમાને કહ્યું કે તેમણે રેસ અને રેસ 2 જોઈ જ નથી.

મારા પર પ્રેશર હતું

મારા પર પ્રેશર હતું

દિગ્દર્શક રેમો ડિસોઝા કહે છે કે મારા પર ખૂબ જ પ્રેશર હતું. આટલી મોટી સ્ટારકાસ્ટ અને પ્રોડક્શન... પરંતુ મારી ટીમના સપોર્ટે જ મને હિંમત આપી અને આ ફિલ્મ બની શકી.

મને નહોતી સમજાઈ સ્ક્રીપ્ટ

મને નહોતી સમજાઈ સ્ક્રીપ્ટ

સલમાને એવું પણ કહ્યું કે જ્યારે તેમણે ફિલ્મની સ્ક્રીપ્ટ પહેલીવાર સાંભળી તો તેમને વાર્તામાં સમજણ નહોતી પડી. બીજી વખત સ્ક્રીપ્ટ સાંભળતા લાગ્યુ કે આ ફિલ્મ માટે હું ફિટ નથી. છેલ્લે મેં વિચાર્યુ કે કદાચ આ ફિલ્મ કરવાની મજા આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X