ડૉ. નેને ભાગ્યશાળી, ઈર્ષ્યા થઈ આવે છે તેમની : અરશદ

મુંબઈ, 18 મે : બૉલીવુડ અભિનેતા અરશદ વારસીનું કહેવું છે કે ધક ધક ગર્લ માધુરી દીક્ષિતના પતિ ડૉ. શ્રીરામ નેને બહુ ભાગ્યશાળી છે કે જેમને માધુરી જેવા સુંદર પત્ની મળ્યાં છે. તેથી તેમને ડૉ. નેનેની ઈર્ષ્યા થઈ આવે છે.

arshadwarsi

પહેલી વાર માધુરી દીક્ષિત સાથે ડેઢ ઇશ્કિયા ફિલ્મમાં કામ કરી રહેલાં અરશદ વારસીએ પોતાની તાજેતરમાં જ રિલીઝ થયેલી જૉલી એલએલબી ફિલ્મની ડીવીડી લૉન્ચિંગ પ્રસંગે જણાવ્યું - મને લાગે છે કે ડૉ. નેને દુનિયાના સૌથી ભાગ્યશાળી માણસ છે, કારણ કે માધુરી બહુ જ સુંદર છે.

નોંધનીય છે કે માધુરી દીક્ષિતે વર્ષ 1999માં ડૉ. શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા હતાં અને વિદેશ ચાલ્યા ગયેલાં. 2011માં તેઓ પુનઃ મુંબઈ આવ્યાં અને હાલ બૉલીવુડમાં સક્રિય છે. અરશદે જણાવ્યું - તેઓ સુંદર છે, પ્યારા છે, પૂર્ણત્વે વ્યાવસાયિક છે અને તેમના ચહેરા ઉપર કાયમ સ્મિત ફરકતું રહે છે. સાથે જ તેઓ ગજબના અભિનેત્રી છે.

અરશદ વારસી હાલ અભિષેક ચૌબે દિગ્દર્શિત ડેઢ ઇશ્કિયા ફિલ્મમાં કામ કરી રહ્યાં છે. ઇશ્કિયાની આ સિક્વલમાં નસીરુદ્દીન શાહ તથા હુમા કુરૈશી પણ છે. ઇશ્કિયામાં અરશદ વારસી બબ્બનના રોલમાં હતાં. બબ્બનના રોલને પસંદ કરતાં અરશદે જણાવ્યું - મેં આજ સુધી બબ્બન જેવો ઘૃણાસ્પદ માણસ પોતાના જીવનમાં નથી જોયો. બબ્બન મારા જેવો નથી અને મને તે ગમે છે. અરશદ વારસી મુન્નાભાઈ સિરીઝમાં સંજય દત્ત સાથે સર્કિટના રોલમાં પણ ખૂબ વખણાયા હતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X