'હું નથી ઈચ્છતી કે મારા બાળકો માતા-પિતા વિના રહે', કેટરીના કૈફે પોતાના પેરેન્ટ્સના ડિવોર્સ વિશે કહી મોટી વાત
કેટરીનાએ જણાવ્યુ કે પિતા વિના બાળકોને કેટલી મુશ્કેલી થાય છે તે જાણે છે માટે તે નથી ઈચ્છતી કે તેના બાળકોને આવુ જોવુ પડે.
મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી કેટરીના કૈફ અને અભિનેતા વિકી કૌશલ પોતાના લગ્નના કારણે ચર્ચામાં છવાયેલા છે. બંનેએ પોતાના લગ્ન વિશે મૌન સાધી લીધુ છે. કેટરીના કૈફે પોતાની મહેનત અને એક્ટિંગના દમ પર બૉલિવુડમાં પોતાનુ સ્થાન બનાવ્યુ છે. કેટરીના કૈફ આજે બૉલિવુડની સૌથી મોંઘી હીરોન્સમાંની એક છે પરંતુ તેની જિંદગી હંમેશાથી આટલી સોનેરી નથી રહી. કેટરીના ખૂબ નાની ઉંમરમાં જ પોતાના માતાપિતા વચ્ચે ડિવૉર્સનુ દુઃખ સહન કરી ચૂકી છે. તેની અને તેના ભાઈ-બહેનોનુ પાલનપોષણ માએ એકલા જ કર્યુ છે. એક ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યુ કે પિતા વિના બાળકોને કેટલી મુશ્કેલી થાય છે તે જાણે છે માટે તે નથી ઈચ્છતી કે તેના બાળકોને આવુ જોવુ પડે.

માતાપિતાના ડિવૉર્સ વિશે કહી આ વાત
કેટરીના જ્યારે 14 વર્ષની હતી ત્યારે તેના માતાપિતી સુઝેન ટર્કોટ અને મોહમ્મદ કૈફ અલગ થઈ ગયા હતા. ત્યારબાદ તેની મા પોતાના આઠ બાળકોને લઈને હવાઈમાં શિફ્ટ થઈ ગયા. કેટરીને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે કેવી રીતે તેની માએ એકલા 8 બાળકોને મોટા કર્યા. તેણે જણાવ્યુ કે એક પિતા વિના મોટા થવુ કેવુ લાગે છે.

હું ઈચ્છુ છુ કે મારા બાળકો હંમેશા પોતાના માતા-પિતા સાથે રહે
કેટે કહ્યુ, 'પિતા વિના જીવનમાં ખૂબ ખાલીપણુ અનુભવાય છે અને છોકરી માટે આ એક ઈનસિક્યોરિટી પેદા કરે છે. જ્યારે મારા બાળકો થાય ત્યારે હું ઈચ્છુ છુ કે તે હંમેશા પોતાના માતા-પિતા સાથે રહે.' કેટરીનાએ કહ્યુ કે દર વખતે જ્યારે હું ઈમોશનલ સમયમાંથી પસાર થઈ છુ ત્યારે મને હંમેશા લાગ્યુ કે કાશ મારી સાથે પિતા પણ હોત, એક એવા વ્યક્તિ જે તમને કોઈ શરત વિના પ્રેમ કરે.'

કેટરીના કૈફ 9 ડિસેમ્બરે વિકી કૌશલ સાથે કરશે લગ્ન
મીડિયા રિપોર્ટસમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેટરીના કૈફ 9 ડિસેમ્બરે વિકી કૌશલ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. કેટરીના અને વિકીની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ફેન્સ તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને કેટરીનાને દુલ્હનના રૂપમાં જોવા માંગે છે. તેમના લગ્ન રાજસ્થાનના સવાઈ માધોપુરના સિક્સ સેન્સ ફોર્ટમાં થઈ રહ્યા છે. આના માટે સ્થાનિક પ્રશાસને પણ પોતાની કમર કસી લીધી છે.












Click it and Unblock the Notifications
