"મને આશા હતી કે, નેશનલ એવોર્ડ અમિતાભ બચ્ચનને મળશે.."

Written By:
Subscribe to Oneindia News

શુક્રવારે નેશનલ એવોર્ડ ની ઘોષણા થતાં જ અનેક વિવાદો ઊભા થયા હતા. આ વિવાદોનું વાવંટોળ હજુ પણ અટકવાનું નામ લેતું નથી. પહેલાં તો અક્ષય કુમાર ને ફિલ્મ રૂસ્તમ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ એનાયત થતાં, લોકોને ફરિયાદ થઇ કે અક્ષયની અન્ય ફિલ્મ એરલિફ્ટ વધુ સારી હોવા છતાં તેને કેમ ઇગ્નોર કરવામાં આવી? જો કે, ત્યાર બાદ પ્રિયદર્શને આ અંગે નિવેદન આપતાં કહ્યું હતું કે, અક્ષયને રૂસ્તમ અને એરલિફ્ટ બંન્ને ફિલ્મો માટે એવોર્ડ આપવામાં આવ્યો છે. ટેક્નિકલ ખામીને કારણે એરલિફ્ટ ફિલ્મનું નામ જાહેર નહોતું થઇ શક્યું.

અહીં વાંચો - આખરે નસીબે જોર પકડ્યું, 2 ફિલ્મો માટે મળ્યો #NationalAward

આ વિવાદ શાંત પડતાં સિને રસિકોની અન્ય ફરિયાદ છે કે, નેશનલ એવોર્ડ્સ માટે અક્ષય કુમાર સિવાય પણ અન્ય ઘણા એક્ટર્સ રેસમાં હતા. જેમ કે, આમિર ખાન-દંગલ, અમિતાભ બચ્ચન-પિંક, મનોજ વાજપાયી-અલીગઢ...આ બધાને છોડીને અક્ષય કુમારને જ કેમ એવોર્ડ આપવામાં આવ્યો.

અહીં વાંચો - #NationalAward2017: અક્ષય કુમાર, રોન્ગ સાઇડ રાજુએ મારી બાજી

AMITABH bachchan

આ વિવાદમાં હવે પિંકના નિર્મતા સુજીત સરકારે ઉમેરો કર્યો છે. તેમણે કહ્યું કે, 'મને આશા હતી કે ફિલ્મ પિંક માટે અમિતાભ બચ્ચનને એવોર્ડ આપવામાં આવશે. તેમના કારણે જ આ ફિલ્મ આટલી વખણાઇ હતી. આ ફિલ્મમાં અમિતાભ સાથે કામ કર્યા બાદ મારા મનમાં તેમના માટે રિસ્પેક્ટ વધી ગઇ છે..'

માત્ર સુજીત સરકાર જ નહીં, ઘણા લોકોનું માનવું છે કે, આ ફિલ્મ માટે અમિતાભ બચ્ચનને એવોર્ડ કે સ્પેશિયલ સન્માન તો મળવું જ જોઇતુ હતું. સુજીત સરકારે ઉમેર્યું હતું કે, આ ફિલ્મ દ્વારા લોકોને એક ખૂબ મહત્વપૂર્ણ મેસેજ પણ આપવામાં આવ્યો હતો.

પિંક ફિલ્મને સોશિયલ ઇશ્યૂ બેસ્ડ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ રાષ્ટ્રીય પુરસ્કારથી પિંક ફિલ્મની આખી ટીમ અત્યંત ખુશ છે. સુજીત સરકારે આ અંગે કહ્યું કે, નેશનલ એવોર્ડ ભારતીય સરકાર આપે છે અને આથી જ આ ફિલ્મની ટીમ તરીકે તેઓ આ સન્માનથી ખૂબ ખુશ છે.

English summary
I was expecting national award for Amitabh Bachchan, says Shoojit Sircar.
Please Wait while comments are loading...