જે લોકોએ મને સેટ પર ટોર્ચર કરી છે તેમની સાથે કામ નહીં કરું: સોનમ કપૂર

Posted By:
Subscribe to Oneindia News

સોનમ કપૂર ના હાલમાં તેની ફિલ્મ પેડમેન માટે ખુબ જ વખાણ કરવામાં આવી રહ્યા છે. આ ફિલ્મના પ્રોમોશન માટે પણ સોનમ કપૂરે ઘણી મહેનત કરી હતી. ફિલ્મ સુપરહિટ સાબિત થઇ ચુકી છે. સોનમ કપૂરે ફિલ્મનું ઘણું પ્રોમોશન પણ કર્યું છે. સોનમ કપૂર વિશે ખાસ બાબત છે કે તે પોતાની વાત એકદમ બિન્દાસ રીતે કરે છે.

હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં સોનમ કપૂરે જણાવ્યું હતું કે તેને પોતાની એક્ટિંગ સુધારવા માટે ઘણી મહેનત કરી છે. સોનમ કપૂરે જણાવ્યું કે હવે તે ખુશ રહેવા માંગે છે એટલા માટે તે એવા લોકો સાથે કામ નહિ કરે તે સેટ પર તેને ટોર્ચર કર્યા કરે.

સારો રોલ મળે

સારો રોલ મળે

સોનમ કપૂરે જણાવ્યું કે એક એક્ટર હંમેશા ઈચ્છે છે કે તેને એક સારો રોલ મળે અને સિનેમાનો હિસ્સો બને જે ઘણા લોકોને પ્રેરણા આપી શકે. જયારે ફિલ્મમાં કહાની અને કામ કરનાર એક્ટર સારા હોય તો ફિલ્મ કરવાની મજા આવે છે. સોનમે જણાવ્યું કે તેઓ ખુશ છે કે તેમને એક અલગ પ્રકારની ફિલ્મનો હિસ્સો બનવાની તક મળી.

અલગ અલગ પ્રકારની ફિલ્મો મળી

અલગ અલગ પ્રકારની ફિલ્મો મળી

સોનમ કપૂરે આગળ જણાવ્યું કે મારા માટે ખુબ જ સારી વાત છે કે ઘણા ફિલ્મમેકર મને તેમની ફિલ્મના વિઝનમાં જુએ છે. હું આભારી છું કે મને અલગ અલગ પ્રકારની ફિલ્મો મળી. સોનમે જણાવ્યું કે દરેક ફિલ્મ સાથે તે પોતાની જાતને પોલિશ કરવા માંગે છે.

મને સેટ પર ટોર્ચર ના કરે

મને સેટ પર ટોર્ચર ના કરે

સોનમ કપૂરે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેનું લક્ષ્ય એક ઉત્તમ અને સ્માર્ટ વ્યક્તિ બનવાનું છે. જયારે તમે કોઈ સારા ઈરાદાથી કામ કરો છો ત્યારે વસ્તુ આપોઆપ સારી થતી જાય છે. એટલા માટે હું ખુશ રહેવા માંગુ છું અને એવા લોકો સાથે કામ કરવા માંગુ છું જે મને સેટ પર ટોર્ચર ના કરે.

વીરે દી વેડિંગ

વીરે દી વેડિંગ

હવે જો ફિલ્મોની વાત કરવામાં આવે તો સોનમ કપૂર તેની આવનારી ફિલ્મ વીરે દી વેડિંગ માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે કરીના કપૂર અને સ્વરા ભાસ્કર હશે. આ ફિલ્મને સોનમ કપૂર ની બહેન રેહા કપૂર પ્રોડ્યૂસ કરી રહી છે.

English summary
I will not work with people who tortured me on sets says sonam kapoor

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.