
આ ટૂટેલી ખંઢેર ઑફિસથી જ કામ કરીશ, બીજીવાર બનાવવાના પૈસા નથીઃ કંગના
કંગના રાણાવતની પાલી હિલ ઑફિસ પણિકર્ણિકા ફિલ્મ્સ પર BMC એ બુલડોઝર ચલાવી દીધું છે. અને હવે પોતાના નુકસાનનો અંદાજો લગાવ્યા બાદ કંગના રાણાવતે સ્પષ્ટ કહી દીધું કે તે પોતાની ઑફિસ પણ નહિ બનાવે અને કામ કરવાનું પણ નહિ છોડે. કંગનાએ એક ટ્વીટ કરતા જણાવ્યું કે તે આ ટૂટેલી ઑફિસથી જ કામ કરસે અને હવે લોકો પણ એકમ હિલાની શક્તિ અને ઈચ્છાશક્તિનો નમૂનો જોશે.
કંગનાનું કહેવું છે કે તે આ ખંડેરથી પાછી ઉભી થશે. પરંતુ હાલ તેની પાસે પોતાની ઑફિસ બીજીવાર બનાવવા અથવા તેને ઠીક કરવા માટે પૈસા નથી કેમ કે આ ઑફિસનું ઉદ્ઘાટન 15 જાન્યુઆરીએ થયું હતું.

ઑફિસ રિપેર કરાવવાના રૂપિયા નથી
ઉદ્ઘાટન બાદ લૉકડાઉન શરૂ થઈ ગયું અને હાલ કંપનીએ કોઈ કામ નથી કર્યું. માટે કોઈ કમાઈ પણ નથી થઈ. એવામાં તેમની પાસે ઑફિસ ફરી ઠીક કરાવવા માટે રૂપિયા નથી.
જો તમે પણ વિચારી રહ્યા છો કે આખરે સમગ્ર મામલે શરૂ ક્યાંથી થયો તો આવો ફરી એકવાર આખી કહાની તમને જણાવી દઈએ...

સુશાંત કેસથી મામલો ઉઠ્યો
સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ કંગના જાગી હતી. બૉલીવુડમાં એક આઉટસાઈડર હોવાના નાતે કંગનાનું કહેવું હતું કે તે સમજી શકે કે સુશાંત કઈ કઠણાઈઓ અને મુઝવણથી પસાર થઈ રહ્યા હતા. તે સુશાંતમાં ખુદના ભૂતકાળને જોતી હતી કેમ કે બંને જ બૉલીવુડમાં નેપોટિઝ્મ અને ફિલ્મ માફિયા ગેંગના શિકાર બન્યા હતા, આવું કંગનાનું માનવું હતું.

આદિત્ય ઠાકરે, કરણ જોહર પર ગુસ્સો ઠાલવ્યો
સુશાંતના મોત બાદ કંગનાએ સતત આ મોતથી ચીફ મિનિસ્ટરના દીકરા આદિત્ય ઠાકરે અને તેના ખાસ દોસ્ત કરણ જોરનું નામ જોડ્યું. કંગનાનું કહેવું હતું કે આ લોકોને માલૂમ છે કે સુશાંત સાથે શું થયું. તેમની આકરી પછપરછ કરવી જોઈએ.

બૉલીવુડને સુસાઈડ ગેંગ ગણાવી
કંગનાએ બૉલીવુડના એક સંપન્ન વર્ગને સુસાઈડ ગેંગ ગણાવી અને કહ્યું કે આ લોકો બાહરી પ્રતિભાઓને ધીરે ધીરે એટલા તોડ છે કે તે લોકો સુશાંત જેવું પગલું ભરવા મજબૂર થઈ જાય. કંગનાનું કહેવું હતું કે એક સમય હતો જ્યારે તેના દિમાગમાં પણ સુસાઈડ કરવા જેવા વિચારો આવતા હતા.

ઘર પર હુમલો થયો
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય ઠાકરેનું નામ લીધા બાદ કંગના રાણાવતનો દાવો હતો કે હિમાચલમાં તેના ઘર પાસે ગોળીઓ ચાલી. કંગનાનું કહેવું હતું આ ગોળીઓ તેને ડરાવવા માટે ચલાવવામાં આવી હતી કેમ કે લોકોને લાગે છે કે તેનું મો બંધ થઈ જાય. પરંતુ હવે આવું નહિ થાય.

મુંબઈ પોલીસ પર સતત અટેક
કંગનાએ સુશાંત રાજપૂતના કેસમાં સતત મુંબઈ પોલીસ પર અટેક કર્યો. અને તેમના ઉઠાવેલા આ મુદ્દાને રિપબ્લિક ટીવીએ સતત હવા આપી. સુશાંત સિંહ રાજપૂતની એકસ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ કંગનાનો સાથ આપ્યો. કંગનાએ સ્પષ્ટ કર્યું કે મુંબઈ પોલીસ આ કેસમાં એવા લોકોને પૂછપરછ માટે બોલાવ્યા છે જે ખરેખર કંઈક જાણે છે.
કંગનાને લઇ શરદ પવાર - ઉદ્ધવ ઠાકરેની બેઠક, જાણો શું થઇ વાતો

વૉલ ઑફ શેમનો ભાગ બની
જે બાદ મુંબઈના એક આર્ટિસ્ટે કંગના રાણાવતને પોતાના પ્રોજેક્ટ Wall Of Shame નો ભાગ બનાવી. આ પ્રોજેક્ટ અંતર્ગત આ આર્ટિસ્ટે મુંબઈના રસ્તા પર એવા નામ પેન્ટ કર્યાં જે ભારત માટે શર્મિંદગીથી વધુ કંઈ નથી. આ આર્ટિસ્ટનું કહેવું હતું કે આવા નામોને લોકોએ સતત પોતાના પગ તળિયે કચડી નાખવા જોઈએ.

મુંબઈ પોલીસ કમિશ્નરની ભૂલ
સોશિયલ મીડિયા પર આ આર્ટિસ્ટની Wall of Shame પર કોમેન્ટ કરતા એક ટ્વૂટર યૂઝરે કહ્યું કે માત્ર નામ નહિ રસ્તા પર આ લોકોને પેન્ટિંગ ચિત્રેલા હોવા જોઈએ જેથી લોકો તેમના પર ચાલી શકે. આ લોકો સાથે એવો જ વર્તાવ થવો જોઈએ. આ ટ્વીટને મુંબઈ પોલીસ કમિશ્નરે લાઈક કર્યું હતું.

મુંબઈ પર સવાલ ઉઠાવ્યો
ટ્વીટ પર કમિશ્નરની લાઈક આવ્યા બાદ કંગના રાણાવતે સવાલ ઉઠાવ્યો કે શું તે મુંબઈમાં સુરક્ષિત છે? કેમ કે મુંબઈ પોલીસની તેમના પ્રત્યે માનસિકતા જોતા તે અહીં ખુદને સુરક્ષિત મહેસૂસ નથી કરતી. આ ઉપરાંત કંગનાએ મુંબઈની સરખામણી PoK સાથે કરી નાખી.

મુંબઈકર ભડકી ઉઠ્યા
બસ કંગનાએ જેવી જ મુંબઈની સરખામણી પીઓકે એટલે કે પાકિસ્તાન સાથે કરી કે લોકો ગુસ્સે ભરાઈ ગયા. બૉલીવુડે પણ કંગના વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. સૌકોઈ તેની વાતથી સંપૂર્ણપણે અસહમત હતા.

શિવસેનાએ જવાબ આપ્યો
જે બાદ શિવસેનાના નેતા સંજય રાઉતે કંગના રાણાવતને અપશબ્દો કહ્યા જે બાદ કંગના ગુસ્સે ભઙરાઈ ગઈ. ગૃહમંત્રી અનિલ દેશમુખે પણ સલાહ આપી કે જો કંગના ખુદને આટલી અસુરક્ષિત મહેસૂસ કરતી હોય તો તેણે મુંબઈ છોડી દેવું જોએ.
ખુલ્લી ચેતવણી આપી
જે બાદ કંગનાએ ખુલ્લી ચેતવણી આપી હતી કે મુંબઈ કોઈના બાપની નથી. તે 9 સપ્ટેમ્બરે મુંબઈ આવી રહી છે અને જેણે જે ઉખાડવું હોય ઉખાડી લે. બસ પછીથી શરૂ થયો બધો ડ્રામા...