IBFW 2013 : હુમા કુરૈશી બન્યાં શો સ્ટૉપર!
મુંબઈ, 4 ડિસેમ્બર : ઇન્ડિયા બ્રાઇડલ ફૅશન વીક એટલે કે આઈબીએફડબ્લ્યૂ 2013ના ચોથા દિવસે ડિઝાઇનર જોડી આશિમા-લીનાએ પોતાનું અલાપ કલેક્શન રૅમ્પ ઉપર રજૂ કર્યું. તેમનું આ બહેતરીન કલેક્શન આંખોને આકર્ષનાર કલેક્શન કહી શકાય. આ કલેક્શનમાં અનેક જુદા-જુદા રંગોનો ખૂબ જ સુંદરતા સાથે પ્રયોગ કરાયો હતો.
ઇન્ડિયા બ્રાઇડલ ફૅશન વીક દરમિયાન આશિમા-લીનાનું માત્ર એવુ કલેક્શન હતું કે જે હકીકતમાં ઑડિયન્સની ડિમાંડ હતી. તેમણે એવુ કલેક્શન રજૂ કર્યું કે જે પહેરવા યોગ્ય હોય. આ કલેક્શનમાં લહેંગાની ઘણી વેરાયટી હતી. ગ્લૅમરની સાથે-સાથે ઇન્ડિયન ટચના લહેંગા પણ ખૂબ પસંદ કરવામાં આવ્યાં.
આશિમા-લીનાનું આ કલેક્શન રજૂ કર્યું બૉલીવુડ અભિનેત્રી હુમા કુરૈશીએ. દરેક ડિઝાઇનર માટે મોટા-મોટા સિતારાઓ રૅમ્પ ઉપર શો સ્ટૉપર બને છે. તેથી આશિમા-લીનાએ પણ પોતાના શો સ્ટૉપર હુમાને બનાવ્યાં. હુમા જ્યારે રૅમ્પ પર ઉતર્યાં, ત્યારે તેમણે મલ્ટી કલર લહેંગો પહેર્યો હતો.
આવો તસવીરોમાં જોઇએ દુલ્હન બનેલા હુમા કુરૈશી :

શો સ્ટૉપર
હુમા કુરૈશી આ મલ્ટી કલર લહેંગામાં એકદમ દુલ્હન જેવા દેખાતા હતાં.

ઘેરદાર લહેંગો
હુમાએ ખૂબ જ ઘેરદાર લહેંગો પહેર્યો હતો કે જેમાં ઘણી બધી પ્લેટ્સ હતી.

બ્લાઉઝ
હુમાએ ગુલાબી કલરનો બ્લાઉઝ પહેર્યો હતો કે જેમાં ગોલ્ડન તથા ગુલાબી ડોરા વડે કામ કરેલુ હતું. બ્લાઉઝની બૉર્ડર પર બહુ ભારે ભરતકામ કરેલુ હતું.

ગુલાબી દુપટ્ટો
હુમાએ લહેંગાને પાતળા દુપટ્ટા સાથે પહેર્યો હતો. દુપટ્ટાની બૉર્ડર પર ગોલ્ડન વીડ્સ લટકેલી હતી.

હુમાનું મેક-અપ
હુમાનું મેક-અપ એકદમ દુલ્હન જેવુ કરાયુ હતું.

જ્વૅલરી
હુમાએ જડાઉ રાણી હાર પહેર્યો હતો કે જેની સાથે મૅચિંગ કરતી ઈયરિંગ, બિંદી તથા ગોલ્ડન બ્રેસલેટ હતું.

ડિઝાઇનર સાથે
રૅમ્પ પર બંને ડિઝાઇનરો આશિમા-લીનાનું સ્વાગત કરતાં હુમા કુરૈશી.












Click it and Unblock the Notifications
