For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video : અમદાવાદમાં બનેલી ફિલ્મનો ઇટલીમાં ડંકો

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 7 જૂન : દિલ્હીના પત્રકાર તથા ફિલ્મકાર દીપક પાર્વતિયારની ‘આઈ એમ સ્પેશિયલ : માય વર્લ્ડ ઇઝ ડિફરંટ' ફિલ્મે ઇટલી ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય લઘુ ફિલ્મ સમારંભ ઑટિઝમૂવી ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રથમ પુરસ્કાર હાસલ કર્યું છે.

iamspecial

અમદાવાદમાં શૂટ કરાયેલ છ મિનિટ આઠ સેકેંડની આ ફિલ્મને સમારંભમમાં પ્રાઇમો ક્લાસિફિકેટો પુરસ્કારથી નવાજવામાં આવી. ઇટલી ખાતે કાગલિયારીના પાર્કો ડિ મોંટે કાર્લોમાં ગત 2જી જૂને પુરસ્કારોની જાહેરાત સાથ ફિલ્મોત્સવ સમ્પન્ન થઈ ગયું. આઈ એમ સ્પેશિયલ : માય વર્લ્ડ ઇઝ ડિફરંટ સમારંભના છેલ્લા તબક્કામાં સ્થાન પામનાર એકલી એશિયન ફિલ્મ રહી.

દીપક પાર્વતિયારે એક નિવેદનમાં જણાવ્યું - મને પુરતો વિશ્વાસ છે કે ફિલ્મને મળેલી ઓળખ લાંબા વખતથી દેશમાં ભેદભાવનો ભોગ બની રહેલ ઑટિસ્ટિક બાળકો પ્રત્યે સમાજને જાગૃત કરવામાં સફળ થશે.

નોંધનીય છે કે આઈ એમ સ્પેશિયલ : માય વર્લ્ડ ઇઝ ડિફરેંટ ઑટિઝ્મ પીડિત અમદાવાદના સન્ની ડિકોસ્ટાની વાર્તા છે. જ્યારે સન્ની અઢી વર્ષનો હતો, ત્યારે તેના માતા-પિતાને જાણ થઈ કે તેમની વાતો પ્રત્યે યોગ્ય પ્રત્યાઘાત નથી આપતો. તબીબી તપાસ બાદ નિદાન થયું કે સન્નીને ઑટિઝ્મ નામની બીમારી છે કે જેના વિશે માતા-પિતાએ ક્યારેય સાંભળ્યું નહોતું.

દીપક પાર્વતિયાર દ્વારા નિર્મિત આ બીજી લઘુ ફિલ્મ છે. તેમની પ્રથમ ફિલ્મ દેશના એકમાત્ર નેત્રહીન એક્યુપંક્ચર તબીબના જીવન ઉપર આધારિત હતી.

<center><iframe width="100%" height="338" src="http://www.youtube.com/embed/FU53sn9WB4M" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
"I'm Special: My World Is Different", a movie on autism by Delhi-based journalist and filmmaker Deepak Parvatiyar, won the first prize at the maiden edition of the Autismovie Film Festival, an international fest of short films about autism, in Italy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X