For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pride : જાણો બૉલીવુડ ફિલ્મોના 10 રસપ્રદ Facts

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 30 નવેમ્બર : દર શુક્રવારે એક-બે-ત્રણ કે ચાર-ચાર ફિલ્મો રિલીઝ થાય છે. બૉલીવુડ ફિલ્મોનો ઢગલો થઈ પડ્યો છે. વર્ષની સેકડો ફિલ્મો આવે છે અને ઉતરી જાય છે.

આ વાત એટલા માટે કરવામાં આવી રહી છે કે થોડાક વર્ષો પહેલા દર શુક્રવારે માંડ એક ફિલ્મ રિલીઝ થતી અથવા અનેક શુક્રવારે તો કોઈ પણ ફિલ્મ રિલીઝ જ નહોતી થતી, પરંતુ હવે ફિલ્મોનો કોઈ પાડ નથી.

જોકે આજે અમને આપને બતાવવા જઈ રહ્યા છે બૉલીવુડ ફિલ્મોના 10 રસપ્રદ તથ્યો કે જે અંગે આપ નથી જાણતા :

હીરોઇન

હીરોઇન

હીરોઇન ફિલ્મમાં કરીના કપૂરે વિવિધ ડિઝાઇનર્સ દ્વારા ડિઝાઇન કરાયેલા 130 ડિફરંટ ડ્રેસિસ પહેર્યા હતાં.

લગાન

લગાન

બ્રિટિશરોના લગાનને ક્રિકેટ મૅચ જીતી પડાકનાર ફિલ્મ લગાન એવી પહેલી ભારતીય ફિલ્મ હતી કે જે ચીનમાં રિલીઝ થઈ હતી.

કહો ના પ્યાર હૈ

કહો ના પ્યાર હૈ

કહો ના પ્યાર હૈ ફિલ્મે 92 ઍવૉર્ડ્સ જીત્યા હતા કે જે બૉલીવુડ ફિલ્મમાં રેકૉર્ડ છે. આ બાબતને 2002માં ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નોંધવામાં આવી હતી.

સલામ બૉમ્બે

સલામ બૉમ્બે

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સલામ બૉમ્બે ફિલ્મે ગોલ્ડન કમેરા અને ઑડિયંસ ઍવૉર્ડ્સ હાસલ કર્યા હતાં. આ ફિલ્મ 1988માં રિલીઝ થઈ હતી.

ઝિંદગી ના મિલેગી દોબારા

ઝિંદગી ના મિલેગી દોબારા

હૃતિક રોશન, કૅટરીના કૈફ, ફરહાન અખ્તર તથા અભય દેઓલ અભિનીત ઝિંદગી ના મિલેગી દોબારા ફિલ્મના કારણે સ્પેન જનાર ભારતીય મુલાકાતીઓની સંખ્યામાં 32 ટકાનો વધારો થયો હતો.

ભારતીય ફિલ્મો

ભારતીય ફિલ્મો

ભારતીય ફિલ્મો 90થી વધુ દેશોમાં જોવામાં આવે છે. તેમાં પણ એકલા ઉત્તર અમેરિકામાં 25 ટકા બિઝનેસ થાય છે.

મૂંદ્રુ મુડિચુ

મૂંદ્રુ મુડિચુ

શ્રીદેવીએ તામિળ ફિલ્મ મુંદ્રુ મુડિચુમાં રજનીકાંતની સાવકી માતાનો રોલ કર્યો હતો. તે વખતે શ્રીદેવીની વય માત્ર 13 વર્ષની હતી.

ગઝની

ગઝની

આમિર ખાન અને અસીન અભિનીત ઝની ફિલ્મ તામિળ ભાષામાં આ જ નામે બનેલી ફિલ્મની રીમેક હતી. ગઝની એવી પહેલી ફિલ્મ હતી કે જેણે બૉક્સ ઑફિસે 100 કરોડ રુપિયાની કમાણી કરી હતી.

કલ્કી કોચલીન

કલ્કી કોચલીન

કલ્કી કોચલીનનો એફિલ ટાવર સાથે સંબંધ હોઈ શકે ખરો? હકીકતમાં, મૌરીસ કોચલીન એફિલ ટાવરના કંસ્ટ્રક્શનના ચીફ એંજીનિયર હતાં અને મૌરીસ કોચલીન કલ્કી કોચલીનના ગ્રેટ-ગ્રાન્ડફાધર હતાં.

રાજ કપૂર

રાજ કપૂર

બીજા વિશ્વ યુદ્ધ બાદ રશિયા ભયાનક પરિસ્થિતિમાં હતું કે જ્યાં ઘણા લોકો માર્યા ગયા હતાં. એક તરફ દેશમાં મોતનું માતમ હતું, તો બીજી બાજુ રશિયામાં રાજ કપૂરની આવારા ફિલ્મ જોયા બાદ ત્યાંના લોકોને અહેસાસ થયો કે ભારતના લોકો કયા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરે છે.

English summary
Check out some Interesting facts about Bollywood movies that you probably didnt know about. Read to know these unknown facts about Bollywo od movies...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X