For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

DTPH@17 : દિલ તો પાગલ હૈ વિશે જાણો 9 Unknown Facts

|
Google Oneindia Gujarati News

દિલ તો પાગલ હૈ ફિલ્મ રિલીઝ થયે 17 વર્ષ થઈ ગયાં. યશ રાજ ફિલ્મ્સની આ ફિલ્મ 31મી ઑક્ટોબર, 1997ના રોજ રિલીઝ થઈ હતી. શાહરુખ ખાન, માધુરી દીક્ષિત તેમજ કરિશ્મા કપૂરની આ મ્યુઝિકલ રોમાંટિક ફિલ્મે પ્રેમ અને મૈત્રીની એવી વ્યાખ્યા રચી નાંખી હતી કે આજે પણ લોકોને યાદ છે. વૅલેંટાઇન ડે હોય કે દિલવાળા ફુગ્ગા, નિશાની મૈત્રી હોય કે પૂજાની સુંદરતા... દિલ તો પાગલ હૈ ફિલ્મનું દરેક સીન યુવાનોને જકડી લેતો હતો. એટલે જ તો દિલ તો પાગલ હૈ સુપર-ડુપર હિટ થઈ ને ફિલ્મના સંગીતે તમામ રેકૉર્ડ્સ તોડી નાંખ્યાં.

દિલ તો પાગલ હૈ સાથે જોડાયેલી અનેક વાતો આપણે સાંભળી છે. તેમાંથી કેટલીક સાચી, તો કેટલીક અફવાઓ હશે. જેમ કે ફિલ્મ નિર્માણ વખતે એવી અફવા ફેલાઈ હતી કે દિગ્દર્શક યશ ચોપરા અને કરિશ્મા કપૂર વચ્ચે અફૅર શરૂ થઈ ગયું છે. એમ પણ કહેવાતુ હતું કે આ ફિલ્મમાં માધુરી દીક્ષિતનો રોલ કાપીને નાનો કરી દેવાયો છે. જોકે ફિલ્મ જોયા બાદ આ બાબત અફવા જ સાબિત થઈ.

આજે અમે દિલ તો પાગલ હૈ સાથે જોડાયેલી 9 રસપ્રદ અજાણી વાતો બતાવવા જઈ રહ્યા છીએ :

ચાર-ચાર અભિનેત્રીઓએ ફગાવી

ચાર-ચાર અભિનેત્રીઓએ ફગાવી

દિલ તો પાગલ હૈ માટે કરિશ્મા કપૂરને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો નેશનલ ઍવૉર્ડ અપાયો હતો, પણ રસપ્રદ બાબત એ છે કે કરિશ્મા પહેલા આ રોલ 4 હીરોઇનો ફગાવી ચુકી હતી. આ રોલ માટે યશની પહેલી પસંદગી હતા જુહી ચાવલા, પણ જુહીએ માધુરી સાથે સપોર્ટિંગ એક્ટ્રેસ બનવા તૈયાર નહોતા. જુહી બાદ મનીષા કોઈરાલા, ઉર્મિલા માતોંડકર તથા કાજોલે પણ આ રોલ અસ્વીકાર કર્યો હતો.

માધુરી નહોતા પ્રથમ પસંદગી

માધુરી નહોતા પ્રથમ પસંદગી

હા જી, ન કરિશ્મા નિશા હોત અને ન માધુરી પૂજા. પૂજાના રોલ માટે યશની પહેલી પસંદગી હતાં શ્રીદેવી, પણ તેમણે ઇનકાર કર્યો. શ્રીદેવીને લાગ્યુ હતું કે આ પ્રકારના રોલ તેઓ અગાઉ પણ અનેક વખત ભજવી ચુક્યા છે. જોકે ફિલ્મ રિલીઝ થયા બાદ યશજીને પણ અહેસાસ થઈ ગયો હશે કે પૂજાના પાત્રમાં માધુરી જેવો જાદૂ કોઈ ન ભરી શક્યુ હોત.

ડીડીએલજેનો રેકૉર્ડ તોડ્યો

ડીડીએલજેનો રેકૉર્ડ તોડ્યો

દિલ તો પાગલ હૈના સંગીતે જાદૂ રેલાવ્યો હતો. ફિલ્મના સંગીતકાર ઉત્તમ સિંહ હતાં. યશજીના કૅરિયરનુ સૌથી મોટુ હિટ મ્યુઝિકલ આલબમ હતી દિલ તો પાગલ હૈ. આ ફિલ્મના સંગીતે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેનો રેકૉર્ડ તોડી નાંખ્યો હતો. તેને 1997ની સૌથી શ્રેષ્ઠ મ્યુઝિક સ્કોર માટે ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. આ ફિલ્મ માટે ઉત્તમ સિંહે યશજીને 100 કરતા વધુ ધુનો સંભળાવી હતી અને યશજીએ તેમાંથી 9 ધુનો સિલેક્ટ કરી હતી.

દિલ તો પાગલ હૈ નહીં, મોહબ્બત કર લી

દિલ તો પાગલ હૈ નહીં, મોહબ્બત કર લી

હવે આ જાણો. ન કરિશ્મા નિશા હોત, ન માધુરી પૂજા હોત અને ન આ ફિલ્મ દિલ તો પાગલ હૈ હોત, કારણ કે ફિલ્મનું નામ મૈંને તો મોહબ્બત કર લી રાખવામાં આવ્યુ હતું. પછી તેનું નામ મોહબ્બત કર લી કરવામાં આવ્યું, પરંતુ ફાઇનલી ફિલ્મનું નામ દિલ તો પાગલ હૈ રાખવામાં આવ્યું.

કરિશ્મા-શાહરુખની એકમાત્ર ફિલ્મ

કરિશ્મા-શાહરુખની એકમાત્ર ફિલ્મ

દિલ તો પાગલ હૈ શાહરુખ ખાન અને કરિશ્મા કપૂરની પહેલી અને છેલ્લી ફિલ્મ હતી. જોકે શાહરુખ-કરિશ્માએ શક્તિ ધ પાવરમાં સ્ક્રીન શૅર કરી હતી. તેવી જ રીતે અક્ષય કુમાર અને માધુરી દીક્ષિતે પણ આ ફિલ્મમાં પહેલી વાર સાથે કામ કર્યુ હતું.

માધુરીનું કમબૅક

માધુરીનું કમબૅક

દિલ તો પાગલ હૈ ફિલ્મ માધુરી દીક્ષિતની કમબૅક ફિલ્મ ગણાતી હતી, કારણ કે દિલ તો પાગલ હૈ પહેલા માધુરીની છેલ્લી હિટ ફિલ્મ રાજા હતી કે જે 1995માં આવી હતી. માધુરીને બે વરસથી હિટ ફિલ્મની શોધ હતી કે જે દિલ તો પાગલ હૈએ પૂરી કરી હતી.

રામ-લક્ષ્મણ સાથે નાતો તુટ્યો

રામ-લક્ષ્મણ સાથે નાતો તુટ્યો

દિલ તો પાગલ હૈના હિટ મ્યુઝિકના પગલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા કલાકારો ખિજાઈ ગયાં. આ ફિલ્મના મોટાભાગના ગીતોમાં લતા મંગેશકરે અવાજ આપ્યો હતો. ગીતોની સફળતાથી રાજશ્રી પ્રોડક્શનના સંગીતકાર રામ-લક્ષ્મણ એટલા ખિજાઈ ગયાં કે તેમણે પોતાની આગામી ફિલ્મ હમ સાથ સાથ હૈંમાં લતાને રિજેક્ટ કરી નાંખ્યાં.

અજોડ ડાન્સ

અજોડ ડાન્સ

દિલ તો પાગલ હૈના ડાન્સે સૌને ક્રૅઝી બનાવ્યા હતાં અને કારણ હતાં શ્યામક ડાવર. તેમણે આ ફિલ્મ વડે બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ડાન્સ ઑફ એન્વી હોય કે કોઈ બીજું, આ ફિલ્મમાં ડાન્સ સ્ટાઇલ ખૂબ જ નવી હતી. શું તમે જાણો છો કે શ્યામકના ટ્રૂપમાં હોવાના કારણે આ ફિલ્મમાં શાહિદ કપૂરે પણ ડાન્સ કર્યો હતો, પરંતુ તેઓ એક્સ્ટ્રા ડાન્સર્સમાં હતાં.

કરણ પણ જોડાયા હતાં

કરણ પણ જોડાયા હતાં

દિલ તો પાગલ હૈ એક એવી ફિલ્મ હતી કે જેણે મૈત્રી અને પ્રેમની નવી વ્યાખ્યા રચી, પણ શું તમે જાણો છો કે બૉલીવુડમાં મૈત્રી માટે જાણીતી જોડી શાહરુખ-કરણ જૌહર અહીં પણ સાથે હતાં. હા જી, આ ફિલ્મમાં શાહરુખના કપડાં ડિઝાઇન કરનાર કોઈ ઓર નહીં, પણ કરણ જ હતાં.

English summary
Here are some unknown and interesting facts of the evergreen film Dil To Pagal hai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X