શાહરુખ ખાન ઉપર ભારે પડ્યાં છે અજય દેવગણ
મુંબઈ, 5 નવેમ્બર : ઇતિહાસમાં ડોકિયું કરીએ તો અજય દેવગણનું પલ્લું શાહરુખ ઉપર ભારે દેખાય છે. આજથી લગભગ 21 વરસ પહેલા અજય દેવગણે જ્યારે ફૂલ ઔર કાંટે ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પગલુ મુક્યું, ત્યારે તે ફિલ્મ પણ દીવાળીએ જ રિલીઝ થઈ હતી અને તે જ દિવસે યશરાજની ફિલ્મ લમ્હેં હિટ થઈ હતી. લમ્હેંમાં અનિલ કપૂર અને શ્રીદેવીની જોડી હતી, તો ફૂલ ઔર કાંટેમાં નવા સિતારાઓ અજય તેમજ મધુ હતાં.

ફૂલ ઔર કાંટે હિટ થઈ અને લમ્બે સુપર ફ્લૉપ સાબિત થઈ. એટલું જ નહિં હાલમાં પણ અજયની છેલ્લી તમામ ફિલ્મોએ બૉક્સ ઑફિસે સારો બિઝનેસ કર્યો છે, જ્યારે શાહરુખની ફિલ્મોને અપેક્ષાકૃત ઓછી સફળતા મળી છે. તેથી તેમની સ્ટારડમમાં ફરક પડ્યું છે.
એમ પણ અજય દેવગણનાં પત્ની કાજોલ ભલે શાહરુખના શ્રેષ્ઠ મિત્રોમાંના એક હોય, પરંતુ અજય અને શાહરુખ વચ્ચે ક્યારેય મૈત્રી રહી નથી. અજય કિંગ ખાન કરતાં સલમાન ખાનની વધુ નજીક છે. સમાને અજય દેવગણની સન ઑફ સરદાર એટલે કે એસઓએસના પ્રમોશનની કમાન સંભાળી રાખી છે. તેમણે ફિલ્મમાં આયટમ નંબર પણ કર્યું છે અને તેમનો સિતારો પણ હાલ બૉક્સ ઑફિસે બુલંદીએ છે.
જ્યારે શાહરુખ ખાનની જબ તક હૈ જાન એટલે કે જેટીએચજે એક લવ સ્ટોરી છે. ઉપરાંત ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક યશ ચોપરાના નિધને ફિલ્મ થોડી નબળી પડી છે. એવામાં કિંગ ખાનની જેટીએચજે અજય દેવગણની એસઓએસ આગળ થોડીક નબળી પડતી દેખાય છે. જોઇએ 13મી નવેમ્બરનો દિવસ કોના માટે ખુશખબર લઈને આવે છે?
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
