Memorable Moments : રજ્જોથી કંટાળી ગયો છે ચુલબુલ પાન્ડે? સોનમની લૉટરી લાગી!

મુંબઈ, 19 ઑગસ્ટ : બૉલીવુડ અભિનેતા સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ પ્રેમ રતન ધન પાયોમાં સોનમ કપૂર સાથે દેખાશે. રાજશ્રી પ્રોડક્શનની આ ફિલ્મ સૂરજ બરજાત્યા બનાવી રહ્યાં છે.

જોકે સૂરજની પહેલી પસંદ સલમાન ખાનની દબંગ ફિલ્મની હીરોઇન સોનાક્ષી સિન્હા હતી, પણ કહે છે કે સલ્લુ ભાઈએ સૂરજ બરજાત્યાને સોનાક્ષીને કાસ્ટ ન કરવાની સલાહ આપી અને આમ સોનમની પસંદગી થઈ.

સલમાન ખાન અને સોનાક્ષી સિન્હાએ દબંગ સિરીઝમાં જોડી બનાવી હતી અને લોકોને આ જોડી ગમી પણ હતી. એટલે જ પ્રેમ રતન ધન પાયોના દિગ્દર્શક સૂરજ આ ફિલ્મમાં સોનાક્ષીને લેવા માંગતા હતાં, પરંતુ કહે છે કે સલમાન ખાન ફ્રેશ જોડી ઇચ્છતા હતાં અને એટલે જ તેમણે સૂરજને સલાહ આપી કે એવી હીરોઇનની પસંદગી કરો કે જેની સાથે મારી કોઈ ફિલ્મ ન આવી હોય.

તો શું આપણે એમ સમજીએ કે સલમાન ખાન એમ વિચારે છે કે તેમના ફૅન્સ સોનાક્ષી સિન્હા સાથેની તેમની જોડી જોઈને કંટાળી ગયા છે? કે પછી સલમાન પોતે સોનાક્ષીથી કંટાળ્યાં છે?

જોકે સલમાન-સોનાક્ષીની જોડી હિટ જોડીઓમાંની એક છે. તે જોવું રસપ્રદ રહેશે કે ફૅન્સ સલમાન-સોનમની જોડી અંગે કેવા પ્રત્યાઘાત આપે છે. સલમાન એમ પણ નવી-નવી જોડીઓ બનાવવામાં માહેર છે. તેમની છેલ્લી ફિલ્મ કિક પણ જૅકલીન ફર્નાન્ડીઝ સાથે નવી જોડી લઈને આવી હતી.

ચાલો જોઇએ સલમાન-સોનાક્ષીની દબંગ સિરીઝમાં હૉટ કેમિસ્ટ્રી દર્શાવતી તસવીરો :

ફન્ની સલમાન-સ્વીટ સોનાક્ષી

ફન્ની સલમાન-સ્વીટ સોનાક્ષી

દબંગ ફિલ્મમાં સલમાન ખાન પોતાના પ્રેમિકા સોનાક્ષીને રિઝવતા જણાય છે.

ફન મૂડ

ફન મૂડ

સોનાક્ષી સાથે કેટલાક યૂનિક મૂવ્સ શૅર કરતાં સલમાન.

કિસ

કિસ

દબંગ સિરીઝમાં સલમાન-સોનાક્ષીની કેમિસ્ટ્રી સુપર્બ રહી હતી.

સેલ્ફી ટાઇમ

સેલ્ફી ટાઇમ

આ તસવીર સલમાન ખાન અને સોનાક્ષી સિન્હાની સેલ્ફી ક્ષણ બતાવે છે.

રોમાંસ

રોમાંસ

દબંગ સલમાન અને સ્વીટ સોનાક્ષીના આ રોમાંસે પણ દબંગ સિરીઝને સુપરહિટ બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો.

પરફેક્ટ ફ્રેમ

પરફેક્ટ ફ્રેમ

સોનાક્ષીને ભેંટતા સલમાનની આ તસવીર પરફેક્ટ ફ્રેમમાં ફિટ થઈ જાય તેવી છે.

નિર્દોષ રજ્જો-દબંગ પાન્ડેજી

નિર્દોષ રજ્જો-દબંગ પાન્ડેજી

દબંગ ફિલ્મમાં સોનાક્ષીએ નિર્દોષ રજ્જો અને સલમાને દબંગ ચુલબુલ પાન્ડેનો રોલ કર્યો હતો.

સંભાળ

સંભાળ

ફિલ્મમાં ચુલબુલ પાન્ડે પોતાની પત્ની રજ્જોની ખૂબ સંભાળ લે છે.

પ્રેમ

પ્રેમ

દબંગમાં સલમાન-સોનાક્ષીએ શાહજહાં-મુમતાઝ વચ્ચેનો પ્રેમ આધુનિક રીતે વ્યક્ત કર્યો હતો.

હિટ જોડી

હિટ જોડી

ટફ ચુલબુલ પાન્ડે રજ્જોની નજીક આવતા જ સૉફ્ટ થઈ જાય છે.

આ પણ વાંચો

આ પણ વાંચો

KIKU ઝલક...માંથી Out : લૉરેન, ગુરમીત, તારા, કરણ, મૌનીનું દમદાર પરફૉર્મન્સ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X