શું હવે બિગ બોસ હોસ્ટ નહિ કરે સલમાન ખાન?

Subscribe to Oneindia News

આ સપ્તાહે કલર્સના શો બિગ બોસ સિઝન 10 માં ઘણો હાઇ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. આ દરમિયાન કંઇક એવુ બન્યુ કે સલમાન ખાને આ શો છોડવાનું મન બનાવી લીધુ છે.

salman

જી હા, ગયા સપ્તાહે બિગ બોસના ઘરમાં સ્વામી ઓમની ગંદી હરકતો માત્ર ઘરવાળાને જ નહિ પરંતુ સલમાન ખાનને બિલકુલ પસંદ પડી નહિ. તમને જણાવી દઇએ કે સ્વામી ઓમે કેપ્ટનશીપનું ટાસ્ક જીતવા માટે બાની અને રોહન પર પોતાની ટોયલેટ ફેંકી દીધી હતી.

થોડા દિવસ પહેલા સલમાન ખાને વીકેંડ કા વાર એપિસોડમાં સ્વામી ઓમ દ્વારા કરવામાં આવેલી હરકતો માટે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. સલમાને કહ્યુ કે બિગ બોસના હોસ્ટને કારણે તેની ઇમેજ ઘણી ખરાબ થઇ છે. આ વર્ષે પણ બધા ટાસ્ક ઘણા એંટરટૈનિંગ થઇ શકતા હતા પરંતુ સ્વામી ઓમે બધા ટાસ્ક ખરાબ કરી દીધા.

સ્વામી ઓમે કરેલી હરકત ખૂબ જ ભયાનક છે. સ્વામી ઓમે કરેલી હરકતને કારણે સલમાને શો મેકર્સને શો ના ફિનાલેમાં સ્વામી ઓમ અને પ્રિયંકાને બોલાવવાની ના પાડી છે. ઉલ્લેખનીય છે કે પ્રિયંકાની પણ હરકતોને કારણે સલમાને તેને ઘરે જવાનું કહી દીધુ હતુ.

તમને જણાવી દઇએ કે સલમાન ખાન અત્યાર સુધીમાં બિગ બોસની 7 સિઝન હોસ્ટ કરી ચૂક્યા છે. એમાં કોઇ બેમત નથી કે દર્શકો પણ બિગ બોસનો વીકેંડ કા વાર માત્ર સલમાનના કારણે જ જુએ છે. કાલે શો દરમિયાન સલમાનને બિગ બોસના આગામી શોને હોસ્ટ ન કરવાની વાત કહેતા સાંભળવામાં આવ્યા હતા. જો કે હજુ સુધી આના પર કોઇ અધિકૃત ઘોષણા કરવામાં આવી નથી.

English summary
is Salman Khan to QUIT Bigg Boss,
Please Wait while comments are loading...