For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આયટમ ગર્લે વાંધાજનક દૃશ્ય બદલ માફી માંગી

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 18 જૂન : બૉલીવુડ અભિનેત્રી અને પોલીસગિરી ફિલ્મમાં આયટમ સૉંગ કરનાર કવિતા વર્માએ ફિલ્મના પોતાના વાંધાજનક દૃશ્ય બદલ ખ્રિસ્તી સમુદાયની માફી માંગી છે.

ખ્રિસ્તી સમુદાયે ગત સપ્તાહે પોલીસગિરી ફિલ્મમાં કવિતા વર્મા દ્વારા ઓછા કપડાંમાં રોઝરી (ખ્રિસ્તીઓની વિનંતી માળા) પહેરી ફિલ્માવાયેલ દૃશ્ય અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ખ્રિસ્તી સેક્યુલર ફોરમ (સીએસએફ)એ સંજય દત્ત અભિનીત ફિલ્મના નિર્માતા ટી. પી. અગ્રવાલ, રાહુલ અગ્રવાલ તથા સેંસર બોર્ડ પાસે ફિલ્મમાંથી આ દૃશ્ય હટાવવા અને ન હટાવાતાં ફિલ્મને રિલીઝ કરવાની અનુમતિ નહીં આપવાની માંગણી કરી હતી. સોમવારે ફિલ્મના નિર્માતાઓએ સીએસએફના મહામંત્રી જોજફ ડિયાઝ સહિત સંગઠનનાબીજા સભ્યો અને કવિતા વર્મા સાથે એક બેઠક કરી.

kavita verma

કવિતાએ જણાવ્યું - મને ખબર છે કે તે તસવીરના કારણે ખ્રિસ્તી સમુદાયની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે. તેથી હું આપ સૌની વગર શરતે માફી માંગવા તૈયાર છું. કવિતાએ પોતાની ભૂલ બદલ અફસોસ વ્યક્ત કરતાં જણાવ્યું ભવિષ્યમાં તેઓ આ બાબતનું ધ્યાન રાખશે કે ધાર્મિક ચિહ્નોનો પ્રયોગ શ્રદ્ધા સ્વરૂપે કરાય.

જોજફ ડિયાઝે જણાવ્યું કે કવિતા અને ફિલ્મ નિર્માતાઓએ લેખિતમાં કૅથોલિક સમુદાય પાસે માફીમાંગી અને ફિલ્મમાં વાંધાજનક દૃશ્યનો સમાવેશ નહિં કરવાનો વાયદો કર્યો છે. હવે અમને ફરિયાદ નથી. અમે સેંસર બોર્ડને પત્ર લખીશું કે જેથી ફિલ્મમાંથી રિલીઝ અગાઉ વાંધાજનક દૃશ્ય હટાવી લેવામાં આવે.

English summary
Item girl sorry for blasphemous pose in Policegiri
 Actress Kavitta Verma has apologised to the Christian community for her "blasphemous" pose in forthcoming Bollywood movie "Policegiri", an activist said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X