For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલા અત્યાચારો માટે આયટમ સૉંગ જવાબદાર નથી : પ્રિયંકા

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 20 માર્ચ : પ્રિયંકા ચોપરાનું માનવું છે કે સ્ત્રી અત્યાચારો માટે બૉલીવુડને જવાબદાર ઠેરવવું જોઇએ નહીં. એમ કહેવું એકદમ અયોગ્ય છે કે ફિલ્મોમાં મહિલાઓને માત્ર એક આયટમની જેમ દર્શવાય છે અને તેથી લોકોની વિચારસરણી મહિલાઓ પ્રત્યે બદલાઈ જાય છે.

બૉલીવુડ કૅરિયરમાં પ્રથમ વાર આયટમ સૉંગ કરનાર પ્રિયંકા ચોપરાએ જણાવ્યું કે તેઓ શૂટઆઉટ એટ વડાલામાં જે આયટમ સૉંગ કરી રહ્યાં છે, તે આયટમ સૉંગ નથી, પણ એક ડાંસ નબર છે અને તેઓ માત્ર મિત્રતાની ખાતર કરી રહ્યાં છે. એકતા કપૂર સાથે કામ કરવાની તેમની લાંબાવખતથી ઇચ્છા હતી અને એવામાં આયટમ સૉંગની ઑફર મળતાં તેમણે સ્વીકારી લીધી.

પ્રિયંકા ચોપરાએ જણાવ્યું - હું સખત શબ્દોમાં આ વાતનો વિરોધ કરવા માંગુ છું. મને લાગે છે કે બૉલીવુડની ફિલ્મો અને ગીતો સામે આંગળી ચીંધવા કરતાં ભારતની કાનૂન-વ્યવસ્થાને સખત અને દુરસ્ત કરવામાં આવે કે જેથી મહિલાઓ પ્રત્યો ગુનાઓ ઘટાડી શકાય. આપણે એક લોકશાહીમાં રહીએ છીએ અને તમામને પોતાના હિસાબે જીવવાનો હક છે. જરૂરિયાત અકારણ બૉલીવુડ સામે નિશાનો સાધવાની નહીં, પણ કાનૂન વ્યવસ્થા મજબૂત કરવાની છે કે જેથી ભારતમાં મહિલાઓ સલામતી અનુભવી શકે.

English summary
Priyanka Chopra says that she don't want anyone to call her dance number in Shootout At Wadala as an Item Numbar. Priyanka also said that bollywood or item song not responsible for anti women crime.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X