યશજીનું ગીત રહેશે, પણ તેમની સ્મૃતિઓ સાથે

મુંબઈ, 1 નવેમ્બર : યશ ચોપરા દિગ્દર્શિત છેલ્લી ફિલ્મ જબ તક હૈ જાનનું ટાઇટલ સૉંગ યશજીએ ગુલઝારને કહી બહુ જ અરમાન સાથે લખાવ્યુ હતું, પરંતુ અફસોસ કે તે સૉંગનું ફિલ્માંકન ના થઈ શક્યું અને યશજી ફાની દુનિયા છોડી ચાલ્યા ગયાં.

Shahrukh-Katrina

પરંતુ હવે ફિલ્મની યુનિટે નિર્ણય કર્યો છે કે જબ તક હૈ જાનના ગીતનું ફિલ્માંકન કરાશે. આ સૉંગ ફિલ્મના અંતે દર્શાવાશે. તેમાં શુટિંગ સાથે સંકળાયેલાં દૃશ્યો હશે. મળતી માહિતી પ્રમાણે આ નિર્ણય ફિલ્મના નિર્માતા તેમજ યશ ચોપરાના પુત્ર આદિત્ય ચોપરાએ સમજી-વિચારીને લીધો છે. તેમણે ગુલઝાર સાહેબ સાથે વાત કરી અને પછી ગીત માટે સમ્મતિ આપી.

આપને જણાવી દઇએ કે આ તે જ ગીત છે કે જેમાં યશજી કૅટરીના કૈફને સફેદ શિફૉન સાડી પહેરાવી સ્વિટ્ઝરલૅન્ડમાં શુટિંગ કરવા માંગતા હતાં, પરંતુ હવે આ ગીત બીજી રીતે ફિલ્માવવામાં આવશે. આદિત્યે જણાવ્યું કે આ ફિલ્મ મારા પિતાનું છેલ્લું સ્વપ્ન હતી કે જેને હું કોઈ પણ કિંમતે અને પૂર્ણ મહેનત સાથે રિલીઝ કરવા માંગુ છું. ફિલ્મનું શીર્ષક ગીત મારા પપ્પાની હૃદયૂપૂર્વકની ઇચ્છા હતી. તેથી આ ગીત હું શુટ કરીશ.

આ ફિલ્મમાં અિભનેત્રી કૅટરીના કપૂર, અનુષ્કા શર્મા અને અભિનેતા શાહરુખ ખાન છે. ફિલ્મ દીવાળીના દિવસે એટલે કે 13મી નવેમ્બરે રિલીઝ થવાની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X