સલમાન સાથે ‘કિક’ મારવા તૈયાર જૅકલીન

મુંબઈ, 2 જુલાઈ : જૅકલીન ફર્નાન્ડીઝ બૉલીવુડના દબંગ સલમાન ખાન સાથે કિક મારવા તૈયાર છે. જૅકલીન કિક ફિલ્મ માટે આ માસના અંતે શૂટિંગ શરૂ કરશે અને તેઓ તે અંગે ખૂબ જ એક્સાઇટેડ છે.

jacquelinefernandez

રમૈયા વસ્તાવૈયા ફિલ્મમાં આવી રહેલાં જૅકલીન ફર્નાન્ડીઝે જણાવ્યુ કે તેઓ સલમાન ખાન સાથે આ માસના અંતે કિક ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દેશે. તેમણે જણાવ્યું કે ફિલ્મનો પ્રથમ તબક્કો બ્રિટન ખાતે શૂટ કરવામાં આવશે અને તે અંગે ખૂબ જ ઉત્સાહિત છે.

મળતી માહિતી મુજબ સલમાન ખાનની ફિલ્મ કિક આવતા વર્ષે રિલીઝ થવાની છે. કિક 2009માં આવેલી તેલુગુ બ્લૉકબસ્ટર ફિલ્મ કિકની રીમેક છે. હિન્દીમાં પણ તેનું નામ કિક જ રાખવામાં આવ્યું છે. ફિલ્મનું નિર્માણ અને દિગ્દર્શન સાજિદ નડિયાદવાલા કરી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X