For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બૉલીવુડના ‘ઇંસ્પેક્ટર’ જગદીશ રાજનું નિધન

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 29 જુલાઈ : બૉલીવુડના જાણીતા ચરિત્ર અભિનેતા જગદીશ રાજનું રવિવારે મુંબઈ ખાતે નિધન થઈ ગયું. તેઓ જાણીતા અભિનેત્રી પ્રેમ ગીત ફૅમ અનીતા રાજના પિતા હતાં. તેઓ 84 વર્ષના હતાં અને લાંબા સમયથી શ્વાસની બીમારીથી પીડાતા હતાં.

jagdishraj

જગદીશ રાજ બૉલીવુડમાં ઇંસ્પેક્ટરની ભૂમિકા માટે જાણીતા હતાં. તેમણે 144 ફિલ્મોમાં ઇંસ્પેક્ટરની ભૂમિકા કરી હતી કે જે ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં નોંધાયેયું છે. આજે પણ લોકો જગદીશ રાજને એક પોલીસ વાળા તરીકે જ જાણતા હતાં. તેમની ચર્ચિત ફિલ્મોમાં જૉની મેરા નામ, દીવાર, ઈમાન ધરમ, મજદૂર, સિલસિલા, ગોપીચંદ જાસૂસ, બેશર્મ, આઇના, ફંટૂસ, હમ દોનોંનો સમાવેશ થાય છે.

જગદીશ રાજના પુત્રી અનીતા રાજ એંસીના દાયકાના સુંદર અભિનેત્રીઓમાંના એક રહ્યાં છે. તેમની સૌથી હિટ ફિલ્મ પ્રેમ ગીત હતી કે જેમાં તેમના હીરો રાજ બબ્બર હતાં. તાજેતરમાં જ જાણવા મળ્યુ હતું કે અનીતા રાજ બૉલીવુડમાં કમબૅક કરી શકે છે. અનીતા રાજ અર્જુન હિંગોરાનીના પુત્ર સુનીલ હિંગોરાની સાથે લગ્ન કર્યા બાદ બૉલીવુડમાંથી ખસી ગયા હતાં. તેમનો એક પુત્ર પણ છે. સફળ પરિણીત જીવન જીવતાં અનીતા રાજ પાસે હવે સમય છે. તેથી તેઓ સમીર કાર્ણિકની ફિલ્મ ચાર દિન કી ચાંદની દ્વારા કમબ્રક કરી રહ્યાં છે.

દરમિયાન જગદીશ રાજના નિધન અંગે બૉલીવુડ શોકગ્રસ્ત છે. બૉલીવુડે તેમના આત્માના શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરી છે.

English summary
Indian actor Jagdish Raj died on Sunday in Mumbai aged 84. he was best known for being cast a record 144 times as a cop.He is survived by a daughter Anita Raj, who is also an actress.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X