હિ-મેન ધર્મેન્દ્રથી લઇને બોલિવૂડની સેલેબ્રિટીઝ એ કંઇક આ રીતે "જયા"ને કરી યાદ

Written By:
Subscribe to Oneindia News

જયરામ જયલલિતા તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા તે પહેલાં 70 એમએમ સ્ક્રિનના ક્વીન રહી ચૂક્યાં છે. 1950, '60 અને '70ના દાયકાઓમાં તેમણે અભિનેત્રી તરીકે ભરપૂર પ્રંશસા અને સફળતા મેળવી હતી. ખૂબ નાની ઉંમરે રૂપેરી પડદા પર આવનાર જયલલિતા સાઉથ સમેત બોલિવૂડની પણ એક ફિલ્મોમાં પોતાની અદાકારી બતાવી ચૂક્યા છે.

ગઇ કાલે રાત્રે જયલલિતાના નિધન બાદ બોલિવૂડના હિ-મેન રહી ચૂકેલાં ધર્મેન્દ્રએ જયલલિતાને યાદ કર્યા હતા. નોંધનીય છે કે ધર્મેન્દ્રએ જયા સાથે એક ગીતમાં કામ કર્યું હતું. આ ઉપરાંત અમિતાભ બચ્ચન, રજનીકાંત, શાહરૂખ ખાન અને અનુપમ ખેર જેવા સિતારાઓએ પણ ટ્વીટર પર અમ્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

એકમાત્ર હિન્દી ફિલ્મ

એકમાત્ર હિન્દી ફિલ્મ

તેમના આ ફિલ્મી કરિયર દરમિયાન તેમણે તમિલ સિવાય કેટલીક અંગ્રેજી ફિલ્મો અને એક હિન્દી ફિલ્મમાં પણ કામ કર્યું હતું. જયલલિતાની એ એકમાત્ર હિન્દી ફિલ્મમાં તે સમયના બોલિવૂડના હિ-મેન ધર્મેનદ્ર તેમના હીરો હતા. વર્ષ 1968માં રિલીઝ થયેલી એ ફિલ્મનું નામ હતું 'ઇજ્જત'! આ ફિલ્મમાં ધર્મેન્જદ્રનો ડબલ રોલ હતો અને જયલલિતાએ ગામડાની છોકરી ઝુમકીનું પાત્ર ભજવ્યું હતું.

શોલેની 'બસંતી' જેવો હતો અમ્માનો રોલ

શોલેની 'બસંતી' જેવો હતો અમ્માનો રોલ

કાલે રાત્રે જયલલિતાના નિધન બાદ ધર્મેન્દ્રએ આ જૂની વાતો યાદ કરતાં એક વેબસાઇટને જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં જયલલિતાનો રોલ ચંચળ અને બોલકી છોકરી તરીકેનો હતો, જેવો રોલ શોલેમાં હેમામાલિનીનો હતો એવો જ. પરંતુ પોતાનો સિન શૂટ થઇ ગયા બાદ જયલલિતા એકદમ શાંત થઇ જતી હતી અને સેટ પર તે માત્ર પોતાના કામ પર જ ધ્યાન આપતી. ધર્મેન્દ્રએ ઉમેર્યું હતું કે જયલલિતાનું વ્યક્તિત્વ શાંત છતાં આકર્ષક હતું.

બિગ બી એ યાદ કર્યા અમ્માને

તો બીજી તરફ ફિલ્મ જગતના અન્ય સિતારઓએ પણ અમ્માને આપી શ્રદ્ધાંજલિ આપી હતી. જેમાં બિગ બી એટલે કે અમિતાભ બચ્ચનનું નામ મોખરે હતું. તેમણે પોતાના ટ્વીટમાં જણાવ્યું કે જયલલિતા એક સશક્ત મહિલા રાજકારણી હતા.

રજનીકાંતે આપી શ્રદ્ધાંજલિ

રજનીકાંતે આપી શ્રદ્ધાંજલિ

તો સાઉથના સુપર સ્ટાર તેવા રજનીકાંતે પણ અમ્માની આ વિદાય પર કહ્યું કે "દેશે તેની એક બહાદુર દીકરી ખોઇ છે." નોંધનીય છે કે હાલ રજનીકાંત પણ બિમાર છે. ત્યારે તેમણે જયલલિતાની આ વિદાય બાદ તેમની શ્રદ્ઘાંજલિ અર્પી હતી.

શાહરૂખ ખાન

તો બોલીવૂડના સુપર સ્ટાર તેવા શાહરૂખ ખાને પણ ટ્વિટ દ્વારા તમિલનાડુના સશક્ત મહિલા મુખ્યમંત્રી અને અભિનેત્રી તેવી જયલલિતાને ભાવભીની શ્રદ્ધાજંલિ અર્પી હતી.

અનુપમ ખેર

અનુપમ ખેરે પણ કહ્યું કે, જયલલિતા એક પ્રભાવશાળી નેતા હતા. જયલલિતાના નિધન પર અનુપમે શોક વ્યક્ત કરતા શ્રદ્ધાજંલિ અર્પી છે.

English summary
As news of the death of Tamil Nadu Chief Minister J Jayalalithaa spread on Tuesday morning. Rajinikanth, Amitabh Bachchan offer condolences on Twitter.
Please Wait while comments are loading...