આ Fresh-n-Hot ચહેરાઓનો દર્શકોને રહેશે ઇંતેજાર...
મુંબઈ, 16 જુલાઈ : વારસો દરેક ક્ષેત્રે લાગુ પડે છે. રાજકારણ હોય કે પછી નોકરી. જીવનના દરેક ક્ષેત્રે મોટાભાગે સંતાનો તેમના માતા-પિતાના વારસાને આગળ ધપાવતા હોય છે. આ બાબતમાંથી બૉલીવુડ પણ બાકાત નથી.
બૉલીવુડનો ઇતિહાસ જુઓ, તો કપૂર ખાનદાનથી માંડી બચ્ચન ખાનદાન સુધીના કલાકારો પોતાના માતા-પિતાનો વારસો જાળવતા આપણે જોઈ શકીએ છીએ. આ સિલસિલો કદાચ ક્યારે થોભવાનો પણ નથી. પૃથ્વીરાજ કપૂરથી શરૂ થયેલો વારસો આજે કરીના કપૂર અને રણબીર કપૂર સાચવી રહ્યાં છે, તો અમિતાભ બચ્ચનથી શરૂ થયેલો વારસો અભિષેક બચ્ચન આગળ ધપાવી રહ્યાં છે. જોકે માત્ર કપૂર કે બચ્ચન ખાનદાન જ નહીં, પણ મોટાભાગના સ્ટાર્સના સંતાનો મોટાભાગે અભિયન-દિગ્દર્શન કે કોઈ પણ ક્ષેત્રનો વારસો જાળવી જ રાખતા હોય છે.
તાજેતરમાં પણ વધુ કેટલાક સ્ટાર સંતાનોએ બૉલીવુડમાં એન્ટ્રી કરી છે કે જેમાં આપણે સોનમ કપૂર, આલિયા ભટ્ટ, શ્રદ્ધા કપૂર, સાશા આગા, અરમાન જૈન અને ટાઇગર શ્રૉફનો સમાવેશ કરી શકીએ છીએ. હવે જે સ્ટાર સંતાનો પોતાના માતા-પિતાનો વારસો આગળ ધપાવવા બૉલીવુડમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહ્યાં છે, તેમાં શ્રીદેવીની બે દીકરીઓ જ્હાનવી અને ખુશી, અનિલ કપૂરના પુત્ર હર્ષવર્ધન, સુનીલ શેટ્ટીની પુત્રી અતિયા શેટ્ટી સહિત ડઝનબંધ નામોનો સમાવેશ થાય છે. સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન પણ બૉલીવુડમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં છે.
આવો આપણે તસવીરોમાં જોઇએ બૉલીવુડમાં એન્ટ્રી કરવા આતુર સ્ટાર સંતાનો.

આર્યન ખાન
16 વર્ષીય આર્યન ખાન શાહરુખ ખાનનો પુત્ર છે અને છોકરીઓ તેનાથી ખૂબ ઇમ્પ્રેસ છે. આર્યનને રૂપેરી પડદે જોવાનો લ્હાવો માણવા જેવો હશે.

આર્યન ખાન
16 વર્ષીય આર્યન ખાન શાહરુખ ખાનનો પુત્ર છે અને છોકરીઓ તેનાથી ખૂબ ઇમ્પ્રેસ છે. આર્યનને રૂપેરી પડદે જોવાનો લ્હાવો માણવા જેવો હશે.

જ્હાનવી કપૂર
શ્રીદેવીએ તો ઇંગ્લિશ વિંગ્લિશ સાથે કમબૅક કર્યુ છે, પરંતુ તેમની દીકરી જ્હાનવી કપૂર પણ ટુંકમાં જ બૉલીવુડ ડેબ્યુ કરવાની છે.

સારા અલી ખાન
સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન હાલમાં ભણે છે, પરંતુ તેઓનો ઇરાદો પણ બૉલીવુડમાં આવવાનો છે.

અતિયા શેટ્ટી
સુનીલ શેટ્ટીની દીકરી અતિયા શેટ્ટી હીરોની રીમેક દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કરવા જઈ રહી છે.

સૂરજ પંચોલી
આદિત્ય પંચોલીનો પુત્ર સૂરજ પંચોલી પણ હીરોની રીમેકમાં અતિય સાથે જ ડેબ્યુ થવાનો છે.

નર્મદા આહુજા
ગોવિંદાની દીકરી નર્મદા આહુજા બૉલીવુડમાં ક્યારનું આવુ-આવુ કરે છે, પરંતુ હાલમાં જાણવા મળે છે કે નર્મદા આહુજા પંજાબી સુપરસ્ટાર ગિપ્પી ગરેવાલની સાથે સ્મીપ કૅંગ્સની હિન્દી ફિલ્મ દ્વારા ડેબ્યુ કરશે.

હર્ષવર્ધન કપૂર
અનિલ કપૂરનો પુત્ર અને સોનમ કપૂરનો ભાઈ 21 વર્ષીય હર્ષવર્ધન રાકેશ ઓમપ્રકાશ મહેરાની ફિલ્મ મિર્ઝા સાહિબ સાથે બૉલીવુડમાં પ્રવેશ કરી રહ્યો છે.

કરણ દેઓલ
સન્ની દેઓલનો 24 વર્ષીય પુત્ર કરણ દેઓલનો ઇંતેજાર કરવો જ રહ્યો.

રાજવીર દેઓલ
કરણનો જ નાનો ભાઈ 20 વર્ષીય રાજવીર દેઓલ હાલમાં એક્ટિંગમાં રસ નથી ધરાવતો, પણ સમય જતા તેનો ઇરાદો બદલી પણ શકે.












Click it and Unblock the Notifications
