જિયા ખાને ત્રણ મેગા ફિલ્મો સાઇન કરી

મુંબઈ, 8 ઑક્ટોબર : નિશબ્દ ફિલ્મમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે પોતાની ફિલ્મી ઇનિંગ શરૂ કરનાર અભિનેત્રી જિયા ખાને આમિર ખાનનો હાથ પણ સફળતા માટે પકડ્યો, પરંતુ અફસોસ કે અપેક્ષિત સફળતા મળી નહિં. તેને પગલે છેલ્લા પાંચ વર્ષોમાં જિયા ત્યાંને ત્યાં જ ઊભી છે કે જ્યાંથી તે ચાલી હતી, પરંતુ લાગે છે કે હવે તેના દિવસો ફરનાર છે કારણ કે તાજેતરમાં જ તેણે ત્રણ મોટા બજેટની ફિલ્મો સાઇન કરી છે.

Jiah Khan

જિયા ખાને આ માહિતી દિલ્હીમાં યોજાનાર આગામી બ્રાઇડલ એશિયા શો દરમિયાન મીડિયાને આપી, પરંતુ તેણે ખુલાસો ન કર્યો કે આ ત્રણે ફિલ્મો કયા બૅનર હેઠળની છે અને કોણ બનાવી રહ્યું છે, પરંતુ માત્ર એટલું જ જણાવ્યું કે જસ્ટ વેટ એન્ડ વૉચ. મૉડેલિંગમાંથી ફિલ્મ જગતમાં પગ મુકનાર જિયા ખાનને લોકો બોલકણી પણ કહે છે તેથી શક્ય છે કે ત્રણ ફિલ્મોની વાતો પણ માત્ર વાતો જ હોય.

આંતરિક સૂત્રો મુજબ પબ્લિસિટી મેળવવા જિયા ખોટું પણ બોલી શકે છે કારણ કે ગઝની કે જે મેગા હિટ ફિલ્મ હતી તેને જિયા પોતાની સફળતમ ફિલ્મોમાં ગણાવે છે. હવે આપ અનુમાન કરી શકો છો કે તે કેટલું સાચું બોલી રહી છે કારણ કે જે લોકોએ ગઝની જોઈ છે તેમને ખબર છે કે જિયાનો ફિલ્મમાં રોલ શો અને કેટલો હતો?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X