યુવાન દિલોના ધબકાર જ્હૉનનો આજે જન્મ દિવસ
મુંબઈ, 17 ડિસેમ્બર : બૉલીવુડના હૅન્ડસમ હીરોમાંના એક જ્હૉન અબ્રાહમનો આજે જન્મ દિવસ છે. આજે તેઓ 40 વર્ષના થઈ ગયાં છે. ભલે એશિયાના સૌથી સેક્સી મૅન હૃતિક રોશન કહેવાતા હોય, પરંતુ પીપલ મૅગેઝીને વર્ષ 2012ના સેક્સી મૅન તરીકે જ્હૉન અબ્રાહમની પસંદગી કરી હતી. આ સાથે જ યુવાન દિલોના ધબકાર જ્હૉનનો ફિલ્મો માટે માર્ગ સરળ થઈ ગયો.
વર્ષ 2003ની હિટ ફિલ્મ જિસ્મ સાથે જ્હૉને બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મની સફળતાએ જ્હૉનને બૉલીવુડમાં ઓળખ અપાવી દીધી. પછી આવી યશરાજની ફિલ્મ ધૂમ કે જેણે એવી ધૂમ મચાવી કે જેનાથી જ્હૉનના નામની આગળ હિટ હોરીનું બિરૂદ લાગી ગયું. જોકે આ ફિલ્મ બાદ તેમની જેટલી સોલો હીરો ધરાવતી ફિલ્મો આવી, તેમાંની એક પણ ચાલી નહીં, આમ છતાં જ્હૉનને લોકો પસંદ કરતાં રહ્યાં. તેથી દોસ્તાના અને દેસી બૉય્ઝ જેવી ફિલ્મોએ સારો બિઝનેસ કર્યો. ફિલ્મ જિસ્મ બાદ જ જ્હૉન બિપાશા બાસુના પ્રેમમાં ગિરફ્તાર થઈ ગયાં. સૌને લાગતું હતું કે બંને લગ્ન કરશે, પરંતુ 9 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ પણ જ્હૉન-બિપાશા જુદાં થઈ ગયાં. સાંભળવામાં આવ્યું છે કે હાલ જ્હૉન અબ્રાહમ એક એનઆરઆઈ બાળા પ્રિયા રુંચાલ સાથે ડેટિંગ કરી રહ્યાં છે.
જ્હૉન અબ્રાહમ માટે જોકે આ વર્ષ બૉલીવુડ ક્ષેત્રે ખાસ સફળ નથી રહ્યો. આ વર્ષે તેમની બે મહત્વની ફિલ્મો શૂટઆઉટ એટ વડાલા અને મદ્રાસ કૅફે આવી કે જે સરેરાશ રહી. શૂટઆઉટ એટ વડાલા શૂટઆઉટ એટ લોખંડવાલાની સિક્વલ હતી, તો મદ્રાસ કૅફે તામિળ-શ્રીલંકા વિવાદ ઉપર આધારિત હતી.
આવો આપને બતાવીએ જ્હૉન અબ્રાહમની કેટલીક વણજોયેલી તસવીરો.

નાનકડો જ્હૉન
નાનકડો અને ક્યૂટ જ્હૉન કે જેને ખોળે લઈ રમાડવાનું મન થઈ જાય.

આકર્ષક સ્મિત
ખૂબ જ વ્હાલો અને માસૂમ જ્હૉન કે જેના સ્મિતે દિલ ફિદા થવા તૈયાર થઈ જાય.

પરિવાર સાથે જ્હૉન
લાડકવાયો જ્હૉન પોતાની આખી ફૅમિલી સાથે.

ફૅન સાથે જ્હૉન
પોતાના ફૅમિલી ફૅન સાથે જ્હૉન અબ્રાહમ.

મૉડેલ જ્હૉન
મૉડેલિંગ વખતની જ્હૉન અબ્રાહમની વણજોયેલી તસવીર.

જ્હૉનનો બાઇક પ્રેમ
જ્હૉન અબ્રાહમ પોતાના બાઇક પ્રેમ માટે જાણીતાં છે. પીપલ્સ મૅગેઝીને વર્ષ 2012ના સેક્સી મૅન તરીકે જ્હૉનની પસંદગી કરી હતી.

શુભેચ્છાઓ
વનઇન્ડિયા પરિવાર પણ જ્હૉનને બર્થ ડે વિશ કરે છે.












Click it and Unblock the Notifications
